Tips & Tricks: એપ્રિલ 2019માં પાછી Google એ જાહેરાત કરી કે જીમેઇલ મૂળ રીતે ઇમેલ શિડ્યૂલિંગને સપોર્ટ કરશે, અને આ સુવિધા લગભગ એક મહિના બાદ ડેસ્કટૉપ અને મોબાઇલ પર ઉપલબ્ધ થઇ ગઇ. જીમેઇલની સુવિધાનો ઉપયોગ કરવો પુરેપુરી રીતે આસાન છે, અને આમાં શિડ્યૂલિંગ કામ અને પર્સનલ મેસેજ માટે કેટલાય પ્રકારની એપ્લિકેશન છે. બની શકે કે તમે કોઇ અલગ ટાઇમ ઝૉનમાં કોઇ સાથે વાત કરવાની કોશિસ કરી રહ્યાં હોય, કોઇ ઇવેન્ટ વિશે બતાવી રહ્યાં હોય, કે તમે તમારા ભવિષ્યની કોઇ વસ્તુ વિશે યાદ અપાવવા માંગતા હોય. જો આવુ છે તો એક ઇમેલ શિડ્યૂલ કરો. 


એક ડેસ્કટૉપ વેબ બ્રાઉઝરમાં જીમેઇલના માધ્યમથી એક મેસેજ શિડ્યૂલ કરવા માટે આ સ્ટેપને ફોલો કરો. 


સૌથી પહેલા એક નવો મેસેજ લખો.
વાદળી "SEND" બટનની આગળ આવી રહેલા ટ્રાયેન્ગલ પર ક્લિક કરો.
"શિડ્યૂલ સેન્ડ" પર ક્લિક કરો. 
હવે સૂચવ્યા પ્રમાણે સમયમાથી એકની પસંદગી કરો, કે પછી જ્યારે તમે વાસ્તવમાં મેસેજ મોકલવા માંગો છો, ત્યારનો ટાઇમ અને ડેટ સિલેક્ટ કરો.
પ્રક્રિયા બિલકુલ જીમેઇલની મોબાઇલ એપમાં એક જેવી છે, પરંતુ ત્યાં સેન્ડ બટન પર ક્લિક કરવાને બદલે, ઇમેઇલ લખતા સમયે, તમારે સ્ક્રીનની ઉપર રાઇટ કૉર્નરમાં ત્રણ ડૉટ્સ પર ક્લિક કરવુ પડશે. અહીં તમારે શિડ્યૂલ કરવાનો ઓપ્શન મળી જશે. 


શિડ્યૂલ ઇમેઇલ શોધવા અને તેને કેન્સલ કરવા પણ આસાન છે, ડેસ્કટૉપ અને મોબાઇલ પર એક નવુ "શિડ્યૂલ" ફૉલ્ડર ચે. કોઇ મેસેજને મોકલવાથી રોકવા માટે બસ ફૉલ્ડરમાં મેસેજ પર ક્લિક કરો, અને વિન્ડોના ટૉપ રાઇટ કૉર્નરમાં "Cancel send" પર ક્લિક કરો. અહીં તમારા ડ્રાફ્ટ ફૉલ્ડરમાં પાછા ચાલ્યા જશે. 


આ પણ વાંચો........ 


યોગી સરકારનો શપથ ગ્રહણ સમારોહ આ દિવસે સાંજે 4 વાગ્યે યોજાશે, જાણો સમારોહ આયોજનની વિગતો


IPLમાં માત્ર 3 ખેલાડીઓએ જ એક ઓવરમાં ફટકારી છે 5 સિક્સર, 3 માંથી બે તો છે ભારતીય


કેન્દ્રીય મંત્રીનો મોટો દાવોઃ મહારાષ્ટ્ર સરકારના 25 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં


ધૂળેટીએ માતમઃ ગુજરાતમાં 16 લોકો ડૂબ્યા, ભાણવડમાં 5, કઠલાલમાં 4 ડૂબ્યા


Coronavirus: ચીનમાં કોરોનાનો ફફડાટ, એક વર્ષ બાદ કોવિડ-19થી બે સંક્રમિતોના મોત


Corona Cases Today: દેશમાં છેલ્લા 24 કલાકમાં 2075 નવા કેસ નોંધાયા, 71 સંક્રમિતોના મોત