નવી દિલ્હીઃ ડ્રાઇવિંગ લાયસન્સ સૌથી મહત્વપૂર્ણ ડૉક્યૂમેન્ટ્સમાંનું એક છે. આના વિના તમે રસ્તાં પર વાહન નથી ચલાવી શકતા. જો ચલાવો છો તે તમારે નક્કી કરેલો દંડ ભરવો પડશે. હંમેશા એવુ થાય છે કે લાયસન્સ ક્યાં પડી જાય કે પછી ગુમ થઇ જાય છે. ત્યારે અનેક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. અહીં સવાલ એ થાય છે કે જો લાયસન્સ ગુમ થઇ જાય તો તેને ફરીથી પાછુ કેવી રીતે મેળવી શકાય છે. જો તમારા મનમાં પણ આ સવાલ છે તો આનો જવાબ અમે આપી રહ્યાં છીએ. જાણો વિગતે.......
ડુપ્લીકેટ લાયસન્સ માટે કરી શકો છો એપ્લાય-
ઓરિજીનલ ડ્રાઇવિંગ લાયસન્સ ખોવાઇ જાયે કે પછી તેનુ ડેમેજ થઇ જવા પર તમે ડુપ્લીકેટ લાયસન્સ માટે એપ્લાય કરી શકો છો. ડુપ્લીકેટ ડ્રાઇવિંગ લાયસન્સને ઓનલાઇન અને ઓફલાઇન બન્ને રીતે એપ્લાય કરવામાં આવી શકાય છે. તમને બતાવી રહ્યાં છીએ કે કઇ રીતે આને ઓનલાઇને અને ઓફલાઇન એપ્લાય કરી શકો છો.
ડુપ્લીકેટ ડ્રાઇવિંગ લાયસન્સ આ રીતે કરો એપ્લાય-
સૌથી પહેલા સ્ટેટ પરિવહન વિભાગની વેબસાઇટ પર જાઓ.
અહીં પર માંગવામાં આવેલી ડિટેલ્સ એન્ટર કરો અને LLD ફોર્મને ભરો.
ફોર્મ ભર્યા બાદ આની પ્રિન્ટ આઉટ લઇ લો.
હવે તમારા તમામ જરૂરી ડૉક્યૂમેન્ટ્સને એટેચ કરી દો.
આટલુ કર્યા બાદ હવે તમારે આ ફોર્મ અને પોતાના ડૉડ્યૂમેન્ટ્સ RTO ઓફિસમાં સબમિટ કરાવવા પડશે. આ ઓનલાઇન પણ સબમીટ કરી શકાય છે.
ડ્રાઇવિંગ લાયસન્સની ઓનલાઇન પ્રક્રિયા પુરી થયાના 30 દિવસ બાદ ડુપ્લીકેટ ડ્રાઇવિંગ લાયસન્સ પૉસ્ટ મારફતે તમારા એડ્રેસ પર આવી જશે.
ઓફલાઇન આ રીતે કરો એપ્લાય-
ડુપ્લીકેટ ડ્રાઇવિંગ લાયસન્સને ઓલાઇન એપ્લાય કર્યા બાદ જે RTOની તરફથી તમારે ઓરિજીનલ ડ્રાઇવિંગ લાયસન્સ ઇશ્યૂ કરવામા આવ્યુ હતુ, તમારે ત્યાં જવુ પડશે.
અહીં તમારે LLD ફોર્મ લઇને આને સબમીટ કરવુ પડશે.
આ ફોર્મની સાથે તમારે નિર્ધારિત ફી આપવી પડશે.
આ આખી પ્રક્રિયા બાદ તમારે 30 દિવસમાં ડુપ્લીકેટ ડ્રાઇવિંગ લાયસન્સ પૉસ્ટ મારફતે તમારા એડ્રેસ પર આવી જશે.
આ પણ વાંચો...........
શું હાર્દિક પટેલ AAPમાં જોડાશે? અરવિંદ કેજરીવાલ સાથે પ્રાથમિક વાટાઘાટો થઈ હોવાની ચર્ચા
Horoscope 20 March 2022: આ રાશિના જાતકો રહે સાવધાન, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
Income Tax Department Recruitment: આવકવેરા વિભાગમાં નોકરીનો શાનદાર મોકો, આ પદો પર નીકળી ભરતી
હાલ માત્ર 4,999 રૂપિયામાં તમારી થઈ શકે છે Hero ની આ શાનદાર બાઈક, જબરદસ્ત છે માઈલેજ
Car loan Information:
Calculate Car Loan EMI