Whatsapp New Feature : વૉટ્સએપ (Whatsapp) પર જ્યારે ક્યારેક કોઇ જુનો મેસેજ સર્ચ કરવાનો હોય છે, તો આપણને મોટી પરેશાનીનો સામનો કરવો પડે છે. આના માટે ઘણીવાર લાંબુ સ્ક્રૉલ કરવુ પડતુ હોય છે. પરંતુ હવે આ સમસ્યાના સમાધાન માટે વૉટ્સએપે એક ખાસ ફિચરનુ અપડેટ આપ્યુ છે. હાલ આ ફિચર પર કામ શરૂ થઇ ગયુ છે, અને બહુ જલદી તમામ યૂઝર્સ માટે રૉલઆઉટ કરી દેવામાં આવશે. Meta કંપની સતત પોતાના નવા નવા અપડેટ પર કામ કરતુ રહે છે.
'Search Message by Date' ફિચર -
Wabetainfoના રિપોર્ટ્સ અનુસાર, વૉટ્સએપ પર એક નવુ ફિચર આવવાનુ છે ‘Search message by date’. આના દ્વારા યૂઝર્સ ડેટથી જુના મેસેજ પણ સર્ચ કરી શકશે. Wabetainfo ના રિપોર્ટમાં આ ફિચર સંબંધિત સ્ક્રીનશૉટ પણ શેર કરવામાં આવ્યા છે. વૉટ્સએપ ચેટમાં એક નવુ કેલેન્ડર આઇકૉન જોડવામાં આવી શકે છે, આ કેલેન્ડર કંઇક એ રીતે કામ કરશે, એમાં તમે જ પણ ડેટ નાંખશો તે ડેટની કમ્પલેટ ચેટ તમને શૉ થવા લાગશે. આ રીતે યૂઝર્સ માટે ચેટથી જુના મેસેજોને સર્ચ કરવુ આસાન થઇ જશે.
WhatsApp પર અપડેટ થશે કેટલાક નવા ફિચર્સ -
વૉટ્સએપ જલદી જ કેટલાક ઇન્ટરેસ્ટિંગ ફિચર્સ લાવવા જઇ રહ્યું છે, આમાનું એક છે યૂઝર્સ વૉટ્સએપ પર પોતાનો અવતાર બનાવી શકશે. તેને સ્ટીકર્સ તરીકે પણ મોકલી શકશે, સાથે પ્રૉફાઇલ ફોટો પણ બનાવી શકશે.
આ ઉપરાંત વૉટ્સએપ એક in app surveys ફિચર પણ લાવવાનુ છે, જેમાં ઓફિશિયલ વૉટ્સએપ એકાઉન્ટ વાળા યૂઝર્સ સર્વેમાં ભાગ લઇ શકશે. આની સાથે જ જાણકારી સામે આવી હતી કે વૉટ્સએપમાં ગૃપ પૉલ ફિચર અને એડિટ ફિચર પણ આવવાનુ છે.
આ પણ વાંચો...........
Updates: Twitterની મોટી ગિફ્ટ, 30 મિનીટની અંજર યૂઝર પોતાના ટ્વીટમાં કરી શકશે આ ખાસ કામ, જાણો વિગતે
WhatsApp, Instagram અને Facebook વાપરવા માટે હવે આપવા પડશે પૈસા ? કંપની બનાવી રહી છે આ પ્લાન
Facebook યુઝર્સને ઝટકો, કંપની બંધ કરવા જઇ રહી છે આ ફિચર, યુઝર્સ નહી કરી શકે આ કામ
WhatsApp Big Update: આવતા મહિનાથી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, ચેક કરી લો ફોનનુ લિસ્ટ.......