SmartPhon Offer: નવો સ્માર્ટફોન લેવાનુ પ્લાનિંગ કરી રહ્યાં છે, તો તમારા માટે અત્યારે બેસ્ટ મોકો છે. હાલમાં કેટલાક બેસ્ટ ફિચર્સ વાળા ફોન પર ઓફર ચાલી રહી છે. આ ઓફર અલગ અલગ ઓનલાઇન પ્લેટફોર્મ્સ પર અલગ અલગ હોઇ શકે છે. જો તમે Redmi Note 10 Pro Max ખરીદવા માંગતા હોય તો આને સસ્તી કિંમતે આસાનીથી ખરીદી શકો છો.


કિંમત અને ઓફર વિશે.....
અમેઝોન પર Redmi Note 10 Pro Maxની કિંમત 19,999 રૂપિયા છે. આના પર 14900 રૂપિયા સુધીની એક્સચેન્જ ઓફર આપવામાં આવી રહી છે. એક્સચેન્જ ઓફરમાં કયા ફોનની કિંમત કેટલી મળશે આ ફોનની કન્ડિશન અને મૉડલ પર નિર્ભર કરે છે. આ ઉપરાંત અમેરિકન એક્સપ્રેસના કાર્ડથી ખરીદવા પર 7.5 ટકાનુ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ રીતે જો તમને પુરેપુરુ એક્સચેન્જ ઓફર અને કાર્ડ ડિસ્કાઉન્ટ મળી જાય છે, તો આ ફોન તમને માત્ર 4716 રૂપિયામાં મળી જશે. 


રેમ અને ડિસ્પ્લે-
આ ફોનમાં 6GBની રેમની સાથે 128GBની ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. જેને મેમરી કાર્ડથી 512GB સુધી વધારી શકાય છે. ફોનને પાવર આપવા માટે આમાં 5020 mAH ની બેટરી આપવામાં આવી છે. જે 33 વૉટ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ફોનમાં 6.67 ઇંચની ડિસ્પ્લે છે. ફોન ડ્યૂલ સિમ સપોર્ટ છે અને 4G કનેક્ટિવિટીની સાથે આવે છે. સ્ક્રીનની સુરક્ષા માટે કૉર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 3 આપવામાં આવ્યો છે. ફોનમાં ઓક્ટાકૉર સ્નેપડ્રેગન 732G પ્રૉસેસર આપવામાં આવ્યુ છે. રેડમીનો આ ફોન એન્ડ્રોઇડ 11 બેઝ્ડ MIUI 12ની સાથે આવે છે. 


કેમેરા-
ફોનનુ સૌથી ખાસ ફિચર આમાં આપવામાં આવેલો રિયર કેમેરા સેટઅપ છે. ફોનમાં 108 મેગાપિક્સલનો સેમસંગ HM2 પ્રાઇમર વાળો કેમેરો આપવામાં આવ્યો છે. ફોનમાં 5 મેગાપિક્સલ સુપર મેક્રો, 8 મેગાપિક્સલ અલ્ટ્રા વાઇડ એન્ગલ અને 2 મેગાપિક્સલ  ડેપ્થ સેન્સર પણ છે. સેલ્ફી માટે વીડિયો કૉલિંગ માટે હેન્ડસેટમાં 16 મેગાપિક્સલ ફ્રન્ટ સેન્સર આપવામાં આવ્યુ છે. 


 


આ પણ વાંચો


Omicron Cases in Maharashtra: મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના 7 નવા કેસ સામે આવ્યા, રાજ્યમાં કુલ કેસની સંખ્યા 17 થઈ


Gujarat Corona Cases: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 63 નવા કેસ, કોરોના સંક્રમણથી 3 લોકોના મોત 


અનામત આંદોલનના પાટીદારોના કેસ પરત ખેંચવા માંગ, પાટીદાર સાંસદોએ મુખ્યમંત્રી સાથે કરી મુલાકાત


26 વર્ષની નર્સને 29 વર્ષના ડોક્ટર સાથે બંધાયા શરીર સંબંધ, પછી ડોક્ટરની પત્નિ સાથે પણ બંધાયા સંબંધ ને......