નવી દિલ્હીઃ ભારતીય ટેલિકૉમ કંપનીએ જિઓએ પોતાના ગ્રાહકોને એક મોટી સગવડ આપી છે. રિલાયન્સ અને નેશનલ પેમેન્ટ્સ કૉર્પોરેશન ઓફ ઇન્ડિયાએ (NPCI) ટેલિકૉમ ઇન્ડસ્ટ્રી માટે UPI ઓટો-પેની જાહેરાત કરી છે. કંપની આ સર્વિસથી કરોડો યૂઝર્સને વારંવાર રિચાર્જ કરાવવાની ઝંઝટમાંથી બહાર નીકળવા માટે સગવડ આપશે, એટલે કે મુક્તિ મળશે. જિઓ ગ્રાહકો પોતાના પસંદગીના ટેરિફ પ્લાન માટે UPI ઓટો-પેનો ઉપયોગ કરીને માયજિઓ (MyJio) એપ પર સ્થાયી ઓર્ડર સેટ કરી શકે છે. ગ્રાહકો માટે આ રીતની સર્વિસ શરૂ કરનારુ રિલાયન્સ જિઓ પહેલી ટેલિકૉમ ઓપરેટર બની ગઇ છે.
જિઓએ આ સેવા શરૂ કરવાની સાથે કહ્યું કે, NPCI દ્વારા શરૂ કરવામાં આવેલી અનોખી ઈ-જનાદેશ સુવિદ્યા સાથે લાઈવ થનારી ટેલિકોમ સેક્ટરનો પહેલી કંપની છે.
શું છે UPI ઓટો-પે
રિલાયન્સ જિઓએ UPI બેઝ્ડ ઓટો-પે સર્વિસને જિઓ ગ્રાહકોની સુવિધાને જોતા લૉન્ચ કરી છે. મોટાભાગના ગ્રાહકોને આગામી રિચાર્જની તારીખ યાદ રાખવાની હોય છે. જો સમય પર રિચાર્જ ના કરાવ્યુ તો સર્વિસ પણ બંધ થઇ જાય છે. આવામાં જિઓની નવી પહેલ UPI ઓટો-પે સર્વિસથી દર મહિને રિચાર્જનુ ટેન્શન ખતમ થઇ જશે. આ માટે ગ્રાહકોને UPI ઓટો-પે સર્વિસને પોતાના બેન્ક એકાઉન્ટ કે ડેબિટ કાર્ડ સાથે જોડવાનુ રહેશે.
આ પણ વાંચો...........
કયા કયા રાજ્યોમાં કોરોનાના કેરથી ડરી સરકાર ને સ્કૂલ-કૉલજો કરાવી દીધી બંધ, જુઓ લિસ્ટ.........