સત્યના પ્રયોગોઃ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી વિનોદભાઈ મોરડિયા સાથે ખાસ વાતચીત
gujarati.abplive.com
Updated at:
13 Mar 2022 05:12 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી વિનોદભાઈ મોરડિયાએ ધર્મો રક્ષતિ રક્ષિત: ની વિચારધારાથી પ્રેરાઈને વિશ્વ હિંદુ પરિષદના પાયાના કાર્યકર તરીકે શરૂઆત કરી. માત્ર 4 વર્ષની ઉંમરે માતાની છત્રછાયા ગુમાવી. બાળપણ ખુબ જ ગરીબીમાં વિત્યું. પણ ખેડૂતપુત્ર હોવાથી મહેનત કરવામાં ક્યાંય પાછળ ન પડ્યા. બોટાદના સરવાઈ ગામમાં જન્મેલા વિનુભાઈએ રૂપિયા કમાવવા માટે ગુજરાતના આર્થિક પાટનગર કહેવાતા સુરતમાં હિરા ઘસવાનું કાર્ય પણ કર્યું. પણ જોઈએ એવી સફળતા ન મળતા આખરે બિલ્ડીંગ કંસ્ટ્રક્શનનો વ્યવસાય શરૂ કર્યો. ક્યારેય રાજકારણમાં આવવાની કલ્પના પણ નહોતી કરી પરંતુ પહેલી જ વાર ધારાસભ્યની ચૂંટણી લડી અને પ્રથમ ટર્મમાં જ મંત્રી બન્યા