શોધખોળ કરો
Advertisement
રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત, આ પાંચ જિલ્લામાં ન નોંધાયો એક પણ કેસ
રાજ્યમાં કોરોના વાયરસે ફરી માથુ ઉંચક્યું છે. છેલ્લા 24 કલાકમાં 555 નવા કેસ નોંધાયા હતા જ્યારે 482 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી.
ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસે ફરી માથુ ઉંચક્યું છે. છેલ્લા 24 કલાકમાં 555 નવા કેસ નોંધાયા હતા જ્યારે 482 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આજે કોરોના સંક્રમણથી રાજ્યમાં અમદાવાદ કોર્પોરેશનમાં એક મૃત્યુ થયું હતું. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4416 લોકોના કોરોનાથી મોત થયા છે.
આજે રાજ્યના પાંચ જિલ્લામાં એક પણ નવો કોરોનાનો કેસ નોંધાયો નથી. આ જિલ્લામાં બનાસકાંઠા, બોટાદ, ડાંગ, પોરબંદર અને સુરેન્દ્રનગર જિલ્લાનો સમાવેશ થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,66,313 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.
રાજ્યમાં કોરોના સંક્રમણના નવા કેસોની સંખ્યા વધવાની સાથે-સાથે એક્ટિવ કેસોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા આજે વધીને 3200ને પાર પહોંચી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
દુનિયા
શિક્ષણ
Advertisement