શોધખોળ કરો
Advertisement
JEE Main Result 2021: JEE મેઈન્સનું પરિણામ જાહેર થયું, આ રીતે જોઇ શકશો
JEE મેઈન્સનું પરિણામ જાહેર થયું છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે આ અંગે ટ્વિટ કરી જાણકારી આપી છે. જેઓ ફેબ્રુઆરી સેશન માટેની આયોજિત પરીક્ષામાં શામેલ થયા હતાં તેઓ ઓફિશિયલ વેબસાઇટ jeemain.nta.nic.in પર જઇને પોતાનું રિઝલ્ટ ચેક કરી શકે છે.
JEE મેઈન્સનું પરિણામ જાહેર થયું છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે આ અંગે ટ્વિટ કરી જાણકારી આપી છે. જેઓ ફેબ્રુઆરી સેશન માટેની આયોજિત પરીક્ષામાં શામેલ થયા હતાં તેઓ ઓફિશિયલ વેબસાઇટ jeemain.nta.nic.in પર જઇને પોતાનું રિઝલ્ટ ચેક કરી શકે છે. JEE Main 2021 સ્કોરકાર્ડ ડાઉનલોડ કરીને ડાયરેક્ટ લિંકની ઓફિશિયલ વેબસાઇટના હોમપેજ પર લાઇવ થઇ ગયું છે. જેથી ઉમેદવાર પોતાના રજિસ્ટ્રેશન નંબરની મદદથી લોગ ઇન કરીને ડાઉનલોડ કરી શકો છો.
પરીક્ષા 23થી 26 ફેબ્રુઆરી દરમ્યાન યોજાઈ હતી, જેમાં કુલ 6,71,776 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. ઉમેદવાઓએ ટાઈબ્રેકર નિયમો મુજબ જ મેરીટમાં જગ્યા આપવામાં આવી છે. જો કોઈ ઉમેદવાર પોતાના સ્કોરથી સંતુષ્ટ ન હોય તો તેની પાસે ત્રણ અટેમ્પ્ટ્સ બાકી છે.
JEE Main Feb 2021 Result આ રીતે કરી શકો છો ડાઉનલોડ
સત્તાવાર વેબસાઇટ jeemain.nta.nic.in પર જાઓ. હોમપેજ પર સ્ક્રોલ કરો અને નીચે બતાવેલ રિઝલ્ટના ડાયરેક્ટ લિંક પર ક્લિક કરો. હવે નવા પેજ પર તમારો રજીસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરો. સ્કોરકાર્ડ સ્ક્રીન પર દેખાશે, તેને ડાઉનલોડ કરો.
શિક્ષણ મંત્રી સ્પષ્ટ કરી ચુક્યા છે કે વિદ્યાર્થીઓ એક બે કે તમામ ચાર પરીક્ષાઓ આપી શકે છે. તમામ પરીક્ષાઓમાં જુદા જુદા સ્કોર આવે તો સૌથી વધુ સ્કોર જ માન્ય ગણાશે. એવામાં, જો વિદ્યાર્થી પોતાના ફેબ્રુઆરીના સ્કોરથી સંતુષ્ટ નથી તો તે માર્ચ એપ્રિલ અને મેં મહિનામાં પરીક્ષા આપવા માટે અરજી કરી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement