શોધખોળ કરો
Advertisement
પશ્ચિમ બંગાળ: મમતા બેનર્જીને લાગ્યો મોટો ઝટકો, TMCના 5 ધારાસભ્યો BJPમાં જોડાયા
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યની સત્તાધારી તૃણમૂલ કૉંગ્રેસના નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે. ટીએમસીના શીતલ કુમાર સરદાર સહિત પાંચ ધારાસભ્યો સોમવારે ભાજપમાં જોડાયા છે.
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યની સત્તાધારી તૃણમૂલ કૉંગ્રેસના નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે. ટીએમસીના શીતલ કુમાર સરદાર સહિત પાંચ ધારાસભ્યો સોમવારે ભાજપમાં જોડાયા છે. ટીએમસીના જે ધારાસભ્યો ભાજપમાં સામેલ થયા તેમાં સોનાલી ગુહા, દીપેન્દૂ બિસ્વાસ, રબિન્દ્રનાથ ભટ્ટાચાર્ય, જટૂ લહિરી, શીતલ કુમાર સરદાર અને ટીએમસીના હબીબપુર સરાલા મુર્મૂના ઉમેદવાર ભાજપમાં જોડાઈ ગયા છે. તમામ સોમવારે પશ્ચિમ બંગાળના પ્રદેશ અધ્યક્ષ દિલીપ ધોષ, શુભેંદુ અધિકારી અને મુકુલ રોયની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા.
રવિન્દ્રનાથ ભટ્ટાચાર્ય 2001થી સિંગુર વિધાનસભા સીટથી ટીએમસીના ધારાસભ્ય રહ્યા છે. તે સિંગુર આંદોલનના પ્રમુખ ચહેરાઓમાંના એક છે. આ વખતે ટીએમસીએ તેમને ટીકિટ આપી નહોતી.
પશ્ચિમ બંગાળની 294 સીટો માટે આઠ તબક્કામાં ચૂંટણી થવાની છે. પ્રથમ તબક્કામાં 30 બેઠકો પર 27 માર્ચે મતદાન થશે. 1 એપ્રિલે બીજા, 6 એપ્રિલે ત્રીજા, 10 એપ્રિલે ચોથા, 17 એપ્રિલે પાંચમા, 22 એપ્રિલે છઠ્ઠા, 26 એપ્રિલે સાતમા અને 29 એપ્રિલે 8મા તબક્કાનું મતદાન થશે. 2 મેના પરિણામ જાહેર થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ખેતીવાડી
દુનિયા
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion