Hu to Bolish | હું તો બોલીશ | કોની ચેલેન્જમાં કેટલો દમ?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ ગુજરાત ભાજપની બૃહદ કારોબારી બેઠક સાળંગપુરમાં યોજાઈ. 2 દિવસીય કારોબારીની અંદર 1300 જેટલા કાર્યકરો અને આગેવાનોએ હાજર રહ્યા. જેમાં સંગઠન મહામંત્રી રત્નાકરે રાહુલ ગાંધીએ આપેલી ચેલેન્જની વાત કરતા કહ્યું કે, રાહુલ ગાંધીએ ચેલેજ આપી છે કે ગુજરાતમાં હરાવીશું. આપણે બધાએ એક રહેવાનું છે... વિપક્ષમાં સેનાપતિઓની સંખ્યા વધુ છે. તો કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે પોતાના સંબોધનમાં નામ લીધા વગર રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા કે, રાષ્ટ્રપતિના અભિભાષણ પર એક બાળક બુદ્ધિના વ્યક્તિએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું. તે એ નથી સમજતા કે જનતાએ તેમને ત્રીજી વખત હરાવ્યા છે. 13 રાજ્યમાં કોંગ્રેસનું ખાતું નથી ખોલી શક્યા. 4 પ્રદેશની વિધાનસભા પેટાચૂંટણીમાં નથી જીતી શક્યા. સાથે પિયુષ ગોયલે કેન્દ્રની મોદી સરકારની 10 વર્ષની સિદ્ધિઓ વર્ણવી. ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી ચૂંટણીઓ અને લોકસભાની ચૂંટણીના પરિણામો અંગે પણ કારોબારી બેઠકમાં ચર્ચા થઈ...આવનારા સમયમાં 2 જિલ્લા પંચાયત..17 તાલુકા પંચાયત...75 નગરપાલિકા અને 6 હજારથી વધુ ગામડાઓની ચૂંટણી યોજાવાની છે.