Hu to Bolish | હું તો બોલીશ | હવે શાળા પણ નકલી
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનકલી ટોલનાકું...નકલી કચેરી...નકલી અધિકારી બાદ હવે રાજકોટમાંથી ઝડપાઈ નકલી શાળા. પીપળીયા ગામમાં પાછલા 6 વર્ષથી એટલે કે 2018થી શિક્ષણ વિભાગની માન્યતા વગર નકલી શાળા ધમધમતી હતી. તે પણ દુકાનમાં. ગૌરી પ્રિ-પ્રાઈમરી નામની શાળામાં એકથી દસ ધોરણના 29 વિદ્યાર્થી અભ્યાસ કરતા. નકલી શાળાનો પર્દાફાશ ત્યારે થયો... જ્યારે એક વાલીએ LC માગ્યું. પરંતુ સંચાલકોએ અનાકાની કરતા વાલીએ શિક્ષણ વિભાગને ફરિયાદ કરી. શિક્ષણ વિભાગની તપાસમાં ખુલ્યું કે, આવી કોઈ શાળાને મંજૂરી જ નથી અપાઈ. એટલું જ નહીં સ્કૂલના સંચાલકો પાસે કોઈપણ પ્રકારના ડોક્યુમેન્ટ જ નથી. શિક્ષણ વિભાગની તપાસમાં શાળામાંથી શહેરની ત્રણ ખાનગી સ્કૂલના લિવિંગ સર્ટિફિકેટ પણ મળી આવ્યા. પરંતુ તે ત્રણેય સ્કૂલ કઈ છે એ હજુ જાહેર કરવામાં આવ્યું નથી. હાલ નકલી સ્કૂલની 3 દુકાનો સીલ કરવામાં આવી છે. જો કે, અહીં સવાલ એ છે કે, છેલ્લા 6 વર્ષથી બોગસ સ્કૂલ ધમધમતી હતી તો શિક્ષણ વિભાગનું ધ્યાને શા માટે ન ગયું?. સમગ્ર મુદ્દે તાલુકા શિક્ષણાધિકારી વિમલ ગઢવીનું કહેવું છે કે, ગેરકાયદે શાળા ચલાવનારા સામે કાર્યવાહી કરાશે. જેટલા વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરતા. તેને સરકારી શાળામાં ટ્રાંસફર કરાશે. આ તરફ ગેરકાયદે શાળા ચલાવતા સંચાલકનું કહેવું હતું કે, આમ તો આસપાસના વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂ પણ વેચાય છે...અમે તો વિદ્યાર્થીઓને શિક્ષણ આપતા હતા.