Pratap Dudhat Vs Nilesh Kumbhani | મરદ માણસ હોય તો જાહેરમાં રહેવુ જોઈએ, છુપાઈને નહી

અમરેલી ખાતે મળેલી બેઠકમાં પ્રતાપ દુધાત દ્વારા સ્માર્ટ મીટર સામેની લડાઈની જાહેરાત કરી હતી. આ સાથે નીલેશ કુંભાણી પરનો પલટવાર નવો વળાંક સર્જે તો નવાઈ નહીં.

અમરેલી ખાતે મળેલી ઈંડીયા ગઠબંધન ની બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતાં જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે જાહેર જીવન માં કોઈ ને મારી નાંખવાની વાત નો હોય માઈ નો લાલ હાથ અડાશે કે નહિ એ સુરત ની જનતા છે સુરતના નીલેશ કુંભાણી પર પલટવાર કર્યો હતો.. અને જણાવ્યું હતું કે મર્દ માણસ હોય તો જાહેરમાં રહેવુ જોઈએ.. છુપાઈ ને નહી. નોંધનીય છે કે, નિલેશ કુંભાણીએ કોંગ્રેસના ઉમેદવાર તરીકેનું ફોર્મ પરત ખેંચ્યા બાદ ભારે વિવાદ સર્જાયો હતો. આ પછી કુંભાણી એકવાર મીડિયા સામે આવ્યા હતા. આ પછી તેઓ દેખાયા નથી ત્યારે ફરી દૂધાતે તેમને ચેલન્જ કરી છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola