Dadra Nagar Haveli । દાદરા નગર હવેલીના ખેરારબારી ગામમાં પીવાના પાણીની સમસ્યાથી લોકો પરેશાન
abp asmita
Updated at:
22 May 2024 12:38 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppDadra Nagar Haveli । દાદરા નગર હવેલીના ખેરારબારી ગામમાં પીવાના પાણીની સમસ્યાથી લોકો પરેશાન
Dadra Nagar Haveli । દાદરા નગર હવેલીના ખેરારબારી ગામમાં પીવાના પાણીની સમસ્યાથી લોકો પરેશાન, દાદરા નગર હવેલીના ખેરારબારી ગામે ગવનપાડામાં પીવાના પાણી માટે સૌથી મોટી સમસ્યા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર હાલમાં પીવાના પાણી માટે જે કૂવાઓ છે એ સુકાય ગયા છે અને અગાઉ જે બોર બનાવવામાં આવેલ જેમા પણ પાણી નથી આવતુ. આ સમસ્યા અંગે સરપંચને વારંવાર રજુઆત કરવા છતા પણ તેઓ ધ્યાન આપતા નથી અને ગામમા જે ઓપરેટર છે એમને પણ જ્યારે પાણી માટે કહીએ છીએ તો તે ગામના લોકોને જ ધમકાવે છે.હાલમાં ગામમાં સરપંચને ફોન કરીએ ત્યારે માંડ એક ટેન્કર પાણી આવે છે જેથી અમારે પીવા માટે અને ઘર વપરાશ માટે આવી રીતે ખાડા ખોદી પાણી શોધવાનો પ્રયાસ કરીએ છીએ.અમારી આ સમસ્યા અંગે જીલ્લા પંચાયતના અધિકારીઓ અને પ્રશાસનના અધિકારીઓને પણ વારંવાર લેખિત અને મૌખિક રજુઆત કરીએ છીએ પણ અમારી સમસ્યા તરફ ધ્યાન આપવામા આવતુ નથી.હાલમા જે જમીનમાંથી પાણી મળે છે તે પણ ડોહળું હોય છે પરંતુ અમારી પરિસ્થિતિ એવી છે કે અમે જઈએ તો ક્યાં જઈએ? પ્રશાસન દ્વારા અમારી સમસ્યા અંગે યોગ્ય ઉકેલ લાવવામા આવે એવી અમારી માંગ છે.