News
News
ટીવીabp shortsABP શોર્ટ્સવીડિયો રમતો
X

રાતોરાત સ્ટાર બનેલી રાનૂ મંડલ પર ફેન્સ કેમ એકાએક ભડક્યા ને પછી ટ્વીટર પર તતડાવી નાંખી, જાણો વિગતે

લોકોએ રાનૂને ટ્રૉલ કરતાં કહ્યું કે, હવે તેવર બદલાઇ ગયા. વળી કોઇએ રાનૂના એટીટ્યૂડને લઇને નિશાન તાક્યુ હતુ

FOLLOW US: 
Share:
મુંબઇઃ રાતોરાત સ્ટાર બની ગયેલી રાનૂ મંડલ પર ફેન્સ ભડક્યા છે, ટ્વીટર પર ફેન્સનો જબરદસ્ત ગુસ્સો રાનૂ મંડલ પર દેખાઇ રહ્યો છે. આ ગુસ્સો રાનૂના એટીટ્યૂડને લઇને ઉભો થયો છે. ખરેખરમાં સોશ્યલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં રાનૂ મંડલ એક ફેન સાથે ખરાબ એટીટ્યૂડથી વાત કરી રહી છે. વાયરલ થયેલા વીડિયોમાં રાનૂ મંડલ એક શૉપિંગ મૉલમાં દેખાઇ રહી છે, ત્યાં ખરીદી કરવા એક ફેન પણ આવી છે, આ મહિલા ફેને જ્યારે રાનૂ મંડલને જોઇ અને તેની સાથે સેલ્ફી લેવા માટે વાત કરી તો રાનૂએ પોતાનો એટીટ્યૂડ બતાવ્યો હતો. રાનૂએ ફેન્સ સાથે ખરાબ વર્તન કરીને સેલ્ફી લેવાની ચોખ્ખી ના પાડી દીધી અને ભડકી હતી. આ વીડિયો વાયરલ થતાં જ સોશ્યલ મીડિયામાં રાનૂ પર લોકોનો ગુસ્સો ફૂટ્યો હતો. લોકોએ રાનૂને ટ્રૉલ કરતાં કહ્યું કે, હવે તેવર બદલાઇ ગયા. વળી કોઇએ રાનૂના એટીટ્યૂડને લઇને નિશાન તાક્યુ હતુ. લોકો કહી રહ્યાં છે કે જ્યારે રેલવે સ્ટેશન પર ગીત ગાતી હતી ત્યારે વીડિયોને અમે સમર્થન કર્યુ હતુ, હવે અમારા જેવા ફેનની સામે જ એટીટ્યૂડ બતાવી રહી છે. આવો વ્યવહાર યોગ્ય નથી. નોંધનીય છે કે, રાનૂ મંડલ રેલવે સ્ટેશન પર લતા મંગેશકરનુ ગીત ગાઇને રાતોરાત સ્ટાર બની ગઇ, હિમેશ રેશમિયાએ તેની ફિલ્મ હેપી હાર્ડી એન્ડ હીરમાં ગીત ગાવા માટે ચાન્સ આપ્યો હતો. હવે રાનૂ મંડલ એક સેલિબ્રિટી બની ગઇ છે.
Published at : 06 Nov 2019 07:52 AM (IST) Tags: ranu mondal trolled twitter trolled twitter users ranu mondal misbehave ranu mondal with fans ranu mondal twitter

સંબંધિત સ્ટોરી

શાહરુખ ખાન રચશે ઈતિહાસ, આ એવોર્ડ મેળવનાર બનશે પ્રથમ ઈન્ડિયન એક્ટર 

શાહરુખ ખાન રચશે ઈતિહાસ, આ એવોર્ડ મેળવનાર બનશે પ્રથમ ઈન્ડિયન એક્ટર 

મેકઅપ વગર આવી દેખાય છે 'બિગ બોસ' ફેમ અર્ચના ગૌતમ, ફોટોગ્રાફર્સને જોઈ છુપાવ્યું મોઢું 

મેકઅપ વગર આવી દેખાય છે 'બિગ બોસ' ફેમ અર્ચના ગૌતમ, ફોટોગ્રાફર્સને જોઈ છુપાવ્યું મોઢું 

સલમાન ખાનને ફિલ્મના શૂટિંગ દરમિયાન લોરેન્સ બિશ્નોઈ મારવા માંગતો હતો, 25 લાખ રૂપિયામાં સોદો નક્કી થયો હતો, ચાર્જશીટમાં થયો ખુલાસો

સલમાન ખાનને ફિલ્મના શૂટિંગ દરમિયાન લોરેન્સ બિશ્નોઈ મારવા માંગતો હતો, 25 લાખ રૂપિયામાં સોદો નક્કી થયો હતો, ચાર્જશીટમાં થયો ખુલાસો

Anupamaa: 'અનુપમા' સીરિયલમાથી આ એક્ટ્રેસની વિદાય, હવે નહીં દેખાય, જાણો કેમ છોડ્યો શૉ

Anupamaa: 'અનુપમા' સીરિયલમાથી આ એક્ટ્રેસની વિદાય, હવે નહીં દેખાય, જાણો કેમ છોડ્યો શૉ

'કલ્કી 2898 એડી'ના બોક્સ ઓફિસ ના તુફાન થી અજય દેવગનએ તેની ફિલ્મ 'ઓરોં મેં કહાં દમ થા'ની રિલીઝ ડેટ મોકૂફ રાખી

'કલ્કી 2898 એડી'ના બોક્સ ઓફિસ ના તુફાન થી અજય દેવગનએ તેની ફિલ્મ 'ઓરોં મેં કહાં દમ થા'ની રિલીઝ ડેટ મોકૂફ રાખી

ટોપ સ્ટોરી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ