શોધખોળ કરો

Vegetables Farming: ઓગસ્ટમાં કરો આ ત્રણ શાકભાજીની ખેતી, થશે જબરદસ્ત કમાણી

Vegetables Farming: મોનસૂનની આ સિઝનમાં સાચા શાકભાજી પસંદ કરીને તમે તહેવારોની સિઝનમાં બમ્પર નફો કમાઈ શકો છો. જાણો તે 3 પાક વિશે જે તમને આપાવશે તગડો ફાયદો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ઓગસ્ટમાં શાકભાજી વાવી તહેવારોમાં સારી કમાણી કરો.
  • વહેલી ફૂલગોભી, મરચાંની ખેતી બમણો ભાવ અપાવશે.
  • કોથમરીનો પાક ૩૫-૪૦ દિવસમાં તગડો નફો આપશે.
  • પાણી નિકાલ, ઊંચી ક્યારીઓ, યોગ્ય જાત પસંદ કરો.

Vegetables Farming: ઓગસ્ટ મહિનો ખેડૂતો માટે માત્ર વરસાદની સિઝન નથી પરંતુ કમાણી કરવાનો એક જબરદસ્ત મોકો લઈને આવે છે. અવારનવાર ખેડૂતો વિચારે છે કે મોનસૂનમાં ખેતી કરવી જોખમી છે. પરંતુ ખેડૂતો આ સમયનો ફાયદો ઉઠાવીને સારી કમાણી કરી શકે છે જો તમે આ મહિને સાચા શાકભાજી વાવી દો તો આવનારા તહેવારો જેવા કે નવરાત્રિ, દશેરા અને દિવાળી દરમિયાન જ્યારે બજારમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચી રહ્યા હશે.

 

ત્યારે તમે શાકભાજી વેચીને સારી કમાણી કરી શકો છો. આ સિઝનમાં વહેલી શાકભાજીની ડિમાન્ડ ખૂબ વધારે હોય છે અને સપ્લાય ઓછી, જેના લીધે ભાવમાં તગડો ઉછાળો જોવા મળે છે. બસ તમારે સાચી જાત, ઊંચી ક્યારીઓ અને પાણીના નિકાલનું ધ્યાન રાખવું પડશે. જો તમારી પાસે જમીન ઓછી હોય તો પણ કોઈ ટેન્શન નથી. ચાલો તમને જણાવીએ ઓગસ્ટ મહિનામાં તે કઈ ત્રણ શાકભાજી છે જેની ખેતી તમને ખૂબ જ ઓછા સમયમાં બમ્પર નફો અપાવી શકે છે.

આ પણ વાંચો...Flood: પૂરનું વળતર લેવા માટે કેટલા દિવસનો સમય આપે છે સરકાર, જાણો નિયમ

ફૂલગોભી ઉગાડો

ઓગસ્ટમાં વહેલી ફ્લાવરની રોપણી કરવી તમને માલામાલ બનાવી શકે છે. આ સમયે રોપવામાં આવેલા છોડ ઓક્ટોબર સુધીમાં તૈયાર થઈ જાય છે જ્યારે સામાન્ય સિઝનનું ફ્લાવર બજારમાં આવ્યું પણ હોતું નથી. શરૂઆતમાં આવક ઓછી હોવાના કારણે મંડીમાં તમને સામાન્ય દિવસો કરતાં બે થી ત્રણ ગણો વધારે ભાવ સરળતાથી મળી જાય છે. ખેતી કરતી વખતે બસ એટલું ધ્યાન રાખો કે ખેતરમાં વરસાદનું પાણી ન ભરાય, આ માટે હંમેશા પાળા  બનાવીને જ રોપણી કરો.

પૂસા કાતકી કે પૂસા દીપાલી જેવી વહેલી પાકતી જાતોની પસંદગી કરો, જે ભેજ અને હળવી ગરમી સહન કરી શકે છે. સાચું ખાતર અને સંભાળથી ફૂલની સાઈઝ અને સફેદી ખૂબ જ સરસ આવે છે. જ્યારે ડાઘ વગરનું ફ્લાવર મંડીમાં પહોંચશે ત્યારે વેપારીઓ કોઈ પણ ભાવતાલ વગર મોંમાગ્યા દામે તમારો પૂરો પાક ખરીદી લેશે, જેનાથી તમારી મહેનતનો પૂરો અને તગડો ફાયદો સીધો તમને મળશે.

લીલા મરચાંથી સારી કમાણી

જો તમે એવો બિઝનેસ ઈચ્છો છો જ્યાંથી દર અઠવાડિયે તમારા ખિસ્સામાં પૈસા આવતા રહે, તો ઓગસ્ટમાં લીલા મરચાંની રોપણીથી ઉત્તમ કંઈ નથી. આ સિઝનમાં મળતું પાણી છોડના ગ્રોથને અચાનક વધારી દે છે. મરચાંની સૌથી મોટી ખાસિયત એ છે કે એકવાર છોડ સેટ થઈ ગયા, તો તે સતત કેટલાક મહિનાઓ સુધી ઉતારો આપતા રહે છે. તીખા અને ચમકદાર મરચાંની માંગ ઘરોથી લઈને મોટી-મોટી હોટલો અને પ્રોસેસિંગ યુનિટ્સમાં આખું વર્ષ રહે છે.

લીફ કર્લ વાયરસ અને રસ ચૂસતી જીવાતોથી બચવા માટે હાઇબ્રિડ બિયારણનો જ ઉપયોગ કરો અને મલ્ચિંગ શીટ જરૂર પાથરો. મલ્ચિંગથી નીંદણની ઝંઝટ ખતમ થઈ જાય છે અને છોડમાં મરચાંનું ઉત્પાદન પણ બમણું થઈ જાય છે. દર અઠવાડિયે મંડી જઈને મરચાં વેચવા અને તુરંત કેશ ફ્લો મેળવવો તમારા ફાર્મિંગ મોડેલને ખૂબ મજબૂત બનાવી દે છે, જેનાથી તમારી ખેતીનો ખર્ચ પણ સરળતાથી નીકળતો રહે છે.

કોથમરી ઉત્તમ ઓપ્શન

ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં લીલી કોથમરીની વાવણી કરવી ઓછા સમયમાં તગડો નફો કમાવાની સૌથી બેસ્ટ ટ્રિક્સમાંથી એક છે. મોનસૂનના કારણે બજારમાં લીલી કોથમરીની ભારે અછત સર્જાય છે, જેનાથી તેના ભાવ 150 થી 200 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી જાય છે. કોથમરીનો પાક માત્ર 35 થી 40 દિવસમાં લણણી માટે તૈયાર થઈ જાય છે, એટલે કે સૌથી ઝડપી રિટર્ન! જોકે આ સિઝનમાં કહોવાઈ જવાનો  રોગ થવાનું જોખમ રહે છે,

તેથી શેડ નેટનો ઉપયોગ કરો અથવા ઊંચી ક્યારીઓ પર જ વાવણી કરો. વાવણી કરતા પહેલા બિયારણને બે ભાગમાં તોડીને બીજોપચાર જરૂર કરી લો જેથી ફૂગનું જોખમ ન રહે. જો તમે થોડી સાવચેતી રાખીને કોથમરીના પાકને વરસાદથી બચાવી લીધો તો નાના પ્લોટમાંથી પણ તમે લાખોનો શુદ્ધ નફો કમાઈ લેશો. આ ઓછી લાગતમાં સૌથી વધુ રિટર્ન આપતો અગેતી પાક છે.

Frequently Asked Questions

ઓગસ્ટ મહિનામાં શાકભાજીની ખેતી કરવાથી ખેડૂતોને શું ફાયદો થાય છે?

ઓગસ્ટમાં વાવેલા શાકભાજી તહેવારોના સમયે ઊંચા ભાવ મેળવે છે, કારણ કે ત્યારે બજારમાં તેની માંગ વધુ અને સપ્લાય ઓછી હોય છે. આ ખેડૂતોને ઓછો સમયમાં સારી કમાણી કરવાની તક આપે છે.

ઓગસ્ટમાં ફૂલગોભીની ખેતી કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?

વરસાદી પાણી ભરાતું અટકાવવા પાળા બનાવીને રોપણી કરવી જોઈએ. પૂસા કાતકી કે પૂસા દીપાલી જેવી વહેલી પાકતી જાતો પસંદ કરવી અને યોગ્ય ખાતર તથા સંભાળ રાખવાથી સારી ગુણવત્તા મળે છે.

લીલા મરચાંની ખેતીથી ખેડૂતોને કેવો ફાયદો થાય છે અને શું સાવચેતી રાખવી?

લીલા મરચાંની ખેતી દર અઠવાડિયે આવક આપે છે. વાયરસ અને જીવાતોથી બચવા હાઇબ્રિડ બિયારણ અને મલ્ચિંગ શીટનો ઉપયોગ કરવાથી ઉત્પાદન બમણું થાય છે.

ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં કોથમરીની વાવણી કરવાથી શું ફાયદા થાય છે?

આ સમયે બજારમાં કોથમરીની અછત હોવાથી ઊંચા ભાવ મળે છે. તે માત્ર 35-40 દિવસમાં તૈયાર થઈ જાય છે, જે સૌથી ઝડપી રિટર્ન આપે છે.

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
PM Kisan 24th Installment: દિવાળી પહેલા ખેડૂતોના ખાતમાં આવશે 2000 રુપિયા? જાણો 24માં હપ્તાનું અપડેટ
PM Kisan 24th Installment: દિવાળી પહેલા ખેડૂતોના ખાતમાં આવશે 2000 રુપિયા? જાણો 24માં હપ્તાનું અપડેટ
PM કિસાન યોજનાના 24મા હપ્તા પહેલા કરી લો આ ચાર કામ, નહીં તો અટકી જશે 2000 રૂપિયા
PM કિસાન યોજનાના 24મા હપ્તા પહેલા કરી લો આ ચાર કામ, નહીં તો અટકી જશે 2000 રૂપિયા
PM Kisan: આ ખેડૂતોના ખાતામાં નહીં આવે 2000 રૂપિયા ? કરો આ કામ
PM Kisan: આ ખેડૂતોના ખાતામાં નહીં આવે 2000 રૂપિયા ? કરો આ કામ
Advertisement

વિડિઓઝ

Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ
Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?
RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?
Vi એ લોન્ચ કર્યો શાનદાર ફેમિલી પ્લાન, રિચાર્જ પર મળશે ડેટા શેર કરવાની મંજૂરી
Vi એ લોન્ચ કર્યો શાનદાર ફેમિલી પ્લાન, રિચાર્જ પર મળશે ડેટા શેર કરવાની મંજૂરી
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને શું જાન્યુઆરી 2026 થી એરિયર્સ મળશે? જાણો
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને શું જાન્યુઆરી 2026 થી એરિયર્સ મળશે? જાણો
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
Embed widget