શોધખોળ કરો

15 ઓગસ્ટથી ગુજરાતમાં ડિજિટલ ક્રોપ સર્વે: ખેડૂતો મોબાઈલથી જાતે કરી શકશે નોંધણી, જાણો પ્રોસેસ

ખરીફ સીઝન 2026 માં રાજ્યના 18,197 ગામોના 95 લાખ પ્લોટનો સર્વે થશે, ખેડૂતો મોબાઈલ એપથી જાતે પણ પાકની નોંધણી કરી શકશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગુજરાતમાં 15 ઓગસ્ટ, 2026થી ડિજિટલ ક્રોપ સર્વે શરૂ થશે.
  • સર્વેયર 18,197 ગામોના 95 લાખ પ્લોટની નોંધણી કરશે.
  • નોંધાયેલા ખેડૂતો મોબાઈલ એપથી જાતે પાક નોંધાવશે.
  • 30 સપ્ટેમ્બર, 2026 પહેલા સર્વે પૂર્ણ કરવા ખેડૂતોને અપીલ.

Digital Crop Survey Gujarat 2026: જો તમે પણ ખેતી સાથે જોડાયેલા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. ભારત સરકારના 'એગ્રીસ્ટેક' પ્રોજેક્ટ હેઠળ વર્ષ 2024-25 થી સમગ્ર ગુજરાતમાં ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરી ચાલી રહી છે. ત્યારે હવે, ચાલુ ખરીફ સીઝન 2026 માટે આગામી 15 ઓગસ્ટ, 2026 થી રાજ્યભરમાં 'ડિજિટલ ક્રોપ સર્વે' મહાઅભિયાનનો વિધિવત પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ આધુનિક ઝુંબેશ સળંગ 45 દિવસ સુધી ચાલશે.

કેવી રીતે અને કેટલા વિસ્તારમાં થશે સર્વે?

આ કોઈ સામાન્ય પ્રોજેક્ટ નથી. આ મહાઅભિયાનમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાં આવેલા 18,197 ગામડાઓને આવરી લેવામાં આવશે. જેમાં અંદાજિત 95 લાખથી પણ વધુ ખેતીલાયક પ્લોટ (ખેતરો) નો સર્વે થવાનો છે. હવે સવાલ એ થાય કે આ સર્વે થશે કેવી રીતે? તો વાત જાણે એમ છે કે, સરકાર દ્વારા નિયુક્ત કરાયેલા સત્તાવાર સર્વેયરો દરેક ખેડૂતના ખેતર કે સર્વે નંબર પર રૂબરૂ જશે. ત્યાં જઈને તમે જે પાક વાવ્યો હશે તેના જીઓ-ટેગ્ડ (લોકેશન સાથેના) ફોટોગ્રાફ્સ લેશે અને ડિજિટલ એપ્લિકેશન દ્વારા આ સચોટ માહિતી સીધી જ ઓનલાઈન અપલોડ કરી દેશે.

ખેડૂતો જાતે પણ કરી શકશે પોતાના પાકની નોંધણી

જો તમે સર્વેયરની રાહ જોવા નથી માંગતા, તો સરકાર તમારા માટે એક સ્માર્ટ ઓપ્શન પણ લાવી છે! જે ખેડૂત મિત્રોની નોંધણી 'ફાર્મર રજિસ્ટ્રી' માં અગાઉથી જ થઈ ગઈ છે, તેઓ સીધા જ પોતાના સ્માર્ટફોનમાં 'ડિજિટલ ક્રોપ સર્વે' નામની એપ ડાઉનલોડ કરી શકે છે. આ એપની મદદથી ખેડૂતો જાતે જ પોતાના ખેતરે ઉભા રહીને પોતાના પાકની નોંધણી કરી શકશે, જે એકદમ સરળ અને ઝડપી પ્રક્રિયા છે.

આ પણ વાંચોઃ ખેડૂતો માટે રાહતના સમાચાર: ખાતરની કાળાબજારી રોકવા સરકારનો મોટો નિર્ણય, થશે કડક તપાસ

સરકારની ખેડૂતોને ખાસ અપીલ

આ સમગ્ર સર્વે ઝુંબેશ 15 ઓગસ્ટથી શરૂ થઈને 30 સપ્ટેમ્બર, 2026 સુધી કાર્યરત રહેશે. આ અંગે રાજ્ય સરકારની ખેતી નિયામકની કચેરી દ્વારા ગુજરાતના તમામ ખેડૂત મિત્રોને ખાસ અપીલ કરવામાં આવી છે કે તેઓ આ ડિજિટલ સુવિધાનો પૂરેપૂરો લાભ લે. તમે તમારા ગામના સર્વેયર મારફતે અથવા તો જાતે જ મોબાઈલ એપનો ઉપયોગ કરીને 30 સપ્ટેમ્બર પહેલા તમારા તમામ સર્વે નંબરનો ડિજિટલ ક્રોપ સર્વે ચોક્કસથી પૂર્ણ કરાવી લો, જેથી ભવિષ્યમાં સરકારી સહાય કે યોજનાઓનો લાભ લેવામાં કોઈ મુશ્કેલી ન પડે.

Frequently Asked Questions

ડિજિટલ ક્રોપ સર્વે ક્યારે શરૂ થશે અને કેટલા સમય સુધી ચાલશે?

ચાલુ ખરીફ સીઝન 2026 માટે 'ડિજિટલ ક્રોપ સર્વે' 15 ઓગસ્ટ, 2026 થી રાજ્યભરમાં શરૂ થશે. આ મહાઅભિયાન સળંગ 45 દિવસ સુધી ચાલશે અને 30 સપ્ટેમ્બર, 2026 ના રોજ પૂર્ણ થશે.

ખેડૂતો પોતાના પાકનો સર્વે કેવી રીતે કરાવી શકે છે?

સરકાર દ્વારા નિયુક્ત સર્વેયરો ખેતરોની રૂબરૂ મુલાકાત લઈને જીઓ-ટેગ્ડ ફોટોગ્રાફ્સ દ્વારા સર્વે કરશે. 'ફાર્મર રજિસ્ટ્રી' માં નોંધણી થયેલા ખેડૂતો 'ડિજિટલ ક્રોપ સર્વે' એપ દ્વારા જાતે પણ નોંધણી કરી શકે છે.

ડિજિટલ ક્રોપ સર્વેમાં ગુજરાતના કેટલા ગામડાં અને ખેતરો આવરી લેવામાં આવશે?

આ મહાઅભિયાનમાં ગુજરાતના તમામ જિલ્લાઓના 18,197 ગામડાઓને આવરી લેવામાં આવશે. જેમાં અંદાજિત 95 લાખથી પણ વધુ ખેતીલાયક પ્લોટ (ખેતરો) નો સર્વે થવાનો છે.

ડિજિટલ ક્રોપ સર્વે કરાવવાથી ખેડૂતોને શું ફાયદો થશે?

ડિજિટલ ક્રોપ સર્વે પૂર્ણ કરાવવાથી ભવિષ્યમાં ખેડૂતોને સરકારી સહાય કે વિવિધ યોજનાઓનો લાભ લેવામાં કોઈ મુશ્કેલી પડશે નહીં. તે સચોટ પાક માહિતી સુનિશ્ચિત કરે છે.

ટોપ સ્ટોરી

'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ
'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ
Idar: ઈડરની PTC કૉલેજમાં ઘોર બેદરકારી, પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, 30થી વધુ વિદ્યાર્થિનીઓ હૉસ્પિટલ ખસેડાઈ
Idar: ઈડરની PTC કૉલેજમાં ઘોર બેદરકારી, પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, 30થી વધુ વિદ્યાર્થિનીઓ હૉસ્પિટલ ખસેડાઈ
Dwarka Mandir: દ્વારકા જગત મંદિરમાં મંજૂરી વિના ફોટોગ્રાફી પર રોક, ભોગ-મનોરથ-ધજાજી ઉત્સવની ફોટોગ્રાફી માટે 2500 ફી
Dwarka Mandir: દ્વારકા જગત મંદિરમાં મંજૂરી વિના ફોટોગ્રાફી પર રોક, ભોગ-મનોરથ-ધજાજી ઉત્સવની ફોટોગ્રાફી માટે 2500 ફી
Cold Wave: રાજ્યમાં ઠંડીનો ચમકારો, 11.4 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુ, નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન
Cold Wave: રાજ્યમાં ઠંડીનો ચમકારો, 11.4 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુ, નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પોલીસે શરૂ કર્યા ભડાકા
Paresh Dhanani Statement : પરેશ ધાનાણીનો મોટો નિર્ણય! 2027ની ચૂંટણી નહીં લડવાનો કર્યો સંકલ્પ
Prashant Korat: કોળી સમાજની CM પદની માગ પર ભાજપની પ્રથમ પ્રતિક્રિયા, પ્રશાંત કોરાટે શું કહ્યું?
Paresh Dhanani: કોંગ્રેસમાં પાટીદારોના સ્થાનને લઈ પૂર્વ નેતા વિપક્ષ ધાનાણીનો ઘટસ્ફોટ
Hun To Bolish : હું તો બોલીશ : બસ આટલું જ બાકી હતું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ
'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ
Idar: ઈડરની PTC કૉલેજમાં ઘોર બેદરકારી, પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, 30થી વધુ વિદ્યાર્થિનીઓ હૉસ્પિટલ ખસેડાઈ
Idar: ઈડરની PTC કૉલેજમાં ઘોર બેદરકારી, પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, 30થી વધુ વિદ્યાર્થિનીઓ હૉસ્પિટલ ખસેડાઈ
Dwarka Mandir: દ્વારકા જગત મંદિરમાં મંજૂરી વિના ફોટોગ્રાફી પર રોક, ભોગ-મનોરથ-ધજાજી ઉત્સવની ફોટોગ્રાફી માટે 2500 ફી
Dwarka Mandir: દ્વારકા જગત મંદિરમાં મંજૂરી વિના ફોટોગ્રાફી પર રોક, ભોગ-મનોરથ-ધજાજી ઉત્સવની ફોટોગ્રાફી માટે 2500 ફી
Cold Wave: રાજ્યમાં ઠંડીનો ચમકારો, 11.4 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુ, નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન
Cold Wave: રાજ્યમાં ઠંડીનો ચમકારો, 11.4 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુ, નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન
Surat: સુરતમાં 6 કિમી ખાડી પહોળી કરવાનું અભિયાન શરૂ, 2.45 લાખ ઘનમીટર માટી બહાર કઢાઈ
Surat: સુરતમાં 6 કિમી ખાડી પહોળી કરવાનું અભિયાન શરૂ, 2.45 લાખ ઘનમીટર માટી બહાર કઢાઈ
Ahmedabad: અમદાવાદમાં 'નૉ ડ્રગ્સ' મેગા ડ્રાઈવ, એક જ રાતમાં પોલીસે ગાંજાની હેરાફેરી કરતા ત્રણને દબોચ્યા
Ahmedabad: અમદાવાદમાં 'નૉ ડ્રગ્સ' મેગા ડ્રાઈવ, એક જ રાતમાં પોલીસે ગાંજાની હેરાફેરી કરતા ત્રણને દબોચ્યા
નીતિશ કુમારે પટના એરપોર્ટ પર PM મોદીનું કર્યું સ્વાગત, 'કેબલ બ્રિજ'નું ઉદ્ઘાટન
નીતિશ કુમારે પટના એરપોર્ટ પર PM મોદીનું કર્યું સ્વાગત, 'કેબલ બ્રિજ'નું ઉદ્ઘાટન
એનાલોગ પનીર પર પ્રતિબંધ તો ફ્રોઝન ડેઝર્ટ પર કેમ નહીં? MLA કુમાર કાનાણીએ ઉઠાવ્યો સવાલ
એનાલોગ પનીર પર પ્રતિબંધ તો ફ્રોઝન ડેઝર્ટ પર કેમ નહીં? MLA કુમાર કાનાણીએ ઉઠાવ્યો સવાલ
Embed widget