શોધખોળ કરો

Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!

રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. રાસાયણિક ખાતર NPK ના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.  ઈફ્કોએ અત્યાર સુધીનો સૌથી મોટો વધારો કર્યો હોવાનો દાવો છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ઇફ્કોએ NPK ખાતરની થેલીના ભાવમાં ₹500નો વધારો કર્યો.
  • ખેડૂતોને હવે એક થેલી માટે ₹2450 ચૂકવવા પડશે.
  • આ ભાવવધારાથી ખેતી ખર્ચમાં મોટો વધારો, ખેડૂતોની ચિંતા વધી.
  • રવિ સિઝન પહેલા સબસિડી ઘટાડાથી રાહત આપવાની માંગ.

અમદાવાદ: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. રાસાયણિક ખાતર NPK ના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.  ઈફ્કોએ અત્યાર સુધીનો સૌથી મોટો વધારો કર્યો હોવાનો દાવો છે.  પ્રતિ થેલી ₹500 નો વધારો કરવામાં આવ્યો છે.  રાજ્યના ખેડૂતોએ   1950 ની જગ્યાએ હવે પ્રતિ થેલી 2450 રૂપિયા ચૂકવવા પડશે. ખેડૂતો પહેલેથી જ ખેતીના વધતા ખર્ચનો સામનો કરી રહ્યા છે, ત્યારે હવે રાસાયણિક ખાતરના ભાવમાં થયેલા વધારાને કારણે તેમની મુશ્કેલીઓમાં વધારો થવાની શક્યતા છે. 

ખેડૂતોની પોતાની કંપની ગણાતી ઇફકો (IFFCO) દ્વારા NPK ખાતરની પ્રતિ થેલીના ભાવમાં રૂ.500નો વધારો કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. અગાઉ રૂ 1,950માં મળતી NPK ખાતરની થેલીનો ભાવ વધીને હવે રૂ 2,450 થયો છે. આ ભાવ વધારાને લઈને ખેડૂત આગેવાન જયેશભાઈ દેલાડે વિરોધ નોંધાવ્યો છે.  

NPK ખાતરની થેલીમાં રૂ.500નો વધારો!

ખેડૂતો માટે રાસાયણિક ખાતર ખેતીનો એક મહત્ત્વનો ખર્ચ છે. NPK ખાતરના ભાવમાં પ્રતિ થેલી રૂ.500નો વધારો થતાં ખેડૂતોના કુલ ઉત્પાદન ખર્ચમાં વધારો થઈ શકે છે. ખાસ કરીને મોટા પ્રમાણમાં ખાતરનો ઉપયોગ કરતા ખેડૂતોને આ ભાવ વધારાની સીધી અસર પડશે. રવિ સીઝનની શરૂઆતના સમયે ખાતરના ભાવ વધવાથી ખેડૂતોના બજેટ પર વધારાનું ભારણ આવી શકે છે.

રવિ સીઝન પહેલાં ખેડૂતોની ચિંતામાં વધારો

રવિ સીઝનમાં વિવિધ પાકોના વાવેતર અને ઉછેર માટે ખેડૂતોને ખાતરની જરૂર પડે છે. આવી સ્થિતિમાં ખાતરના ભાવમાં મોટો વધારો થવાથી ખેતીનો ખર્ચ વધવાની ભીતિ છે. બિયારણ, જંતુનાશક દવાઓ, સિંચાઈ અને મજૂરીના ખર્ચ વચ્ચે ખાતર પણ મોંઘું થતાં ખેડૂતોના નફા પર અસર થઈ શકે છે. ખેડૂત આગેવાન જયેશભાઈ દેલાડે આ ભાવ વધારા સામે વિરોધ નોંધાવી ખેડૂતો પર પડનારા આર્થિક ભારણ અંગે ચિંતા વ્યક્ત કરી છે.

સબસિડીમાં ઘટાડાથી ખેડૂતોની મુશ્કેલી

ખાતરના ભાવ વધારાની સાથે સબસિડીનો મુદ્દો પણ મહત્ત્વનો બન્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા યુરિયા અને DAP સહિતનાં ખાતરો પર સબસિડી આપવામાં આવે છે, જેથી ખેડૂતોને રાહત મળી શકે. જોકે, ખાતરોની સબસિડી અને તેની વાસ્તવિક અસર ખાતરના પ્રકાર તથા સરકારની નીતિ પર આધારિત હોય છે. પોટાશ જેવા ખાતરોની આયાત કિંમતમાં વધારો અને સબસિડીમાં ઘટાડો થાય તો ખેડૂતો માટે ખાતર ખરીદવું વધુ મોંઘું બની શકે છે.

ખેતીનો ખર્ચ વધતાં ખેડૂતોને રાહત આપવાની માગ

ખાતરના ભાવમાં થયેલો વધારો ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે. રવિ સીઝન પહેલાં ખાતર મોંઘું થવાથી ખેડૂતોને વાવેતર માટે વધુ મૂડી ખર્ચવી પડી શકે છે. આવી સ્થિતિમાં ખાતરના ભાવ પર નિયંત્રણ રાખવા અને ખેડૂતોને પોસાય તેવા ભાવે ખાતર ઉપલબ્ધ કરાવવા માટે યોગ્ય પગલાં ભરવાની જરૂરિયાત ઊભી થઈ છે.

Advertisement

ટોપ સ્ટોરી

Rajkot: રાજકોટ પોલીસ ફરી વિવાદમાં, PI એમ.ડી.મકવાણા પર વકીલ પુત્ર સાથે ગેરવર્તનનો આરોપ
Rajkot: રાજકોટ પોલીસ ફરી વિવાદમાં, PI એમ.ડી.મકવાણા પર વકીલ પુત્ર સાથે ગેરવર્તનનો આરોપ
Air Pollution: દિવાળીએ અમદાવાદમાં પ્રદૂષણનો વિસ્ફોટ, ચાર વિસ્તારોમાં AQI 200ને પાર, હવા બની ઝેરી
Air Pollution: દિવાળીએ અમદાવાદમાં પ્રદૂષણનો વિસ્ફોટ, ચાર વિસ્તારોમાં AQI 200ને પાર, હવા બની ઝેરી
Air Pollution and heart disease: ફક્ત ફેફસા જ નહીં, હાર્ટ પર પણ થાય છે પ્રદૂષણની અસર
Air Pollution and heart disease: ફક્ત ફેફસા જ નહીં, હાર્ટ પર પણ થાય છે પ્રદૂષણની અસર
NA અરજીનો સમયસર નિકાલ ન કરવો પડ્યો ભારે, અમદાવાદ કલેક્ટરને હાઈકોર્ટે ફટકાર્યો દંડ
NA અરજીનો સમયસર નિકાલ ન કરવો પડ્યો ભારે, અમદાવાદ કલેક્ટરને હાઈકોર્ટે ફટકાર્યો દંડ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગુજ્જુભાઈના ગામમાં ખજૂરની મીઠાશ
Junagadh Civil Hospital: જૂનાગઢ સિવિલ હોસ્પિટલની બેદરકારીનો વીડિયો વાયરલ! દિવ્યાંગ મહિલાને રસ્તા પર ઢસડાવું પડ્યું
Ayodhya Deepotsav 2026: અયોધ્યામાં દિવ્ય દીપોત્સવનો પ્રારંભ! 30 લાખ દીવાઓથી ઝળહળ્યો સરયુ ઘાટ
Meet Mandakini Dadi: 100 વર્ષની ઉંમરે પણ યુવાનો જેવો જુસ્સો! અમદાવાદનાં મંદાકિની બાની પ્રેરણાદાયી કહાની
PM Modi: જવાનો સાથે દિવાળી મનાવશે પ્રધાનમંત્રી મોદી, દેશવાસીઓને આપ્યો ખાસ સંદેશ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: રાજકોટ પોલીસ ફરી વિવાદમાં, PI એમ.ડી.મકવાણા પર વકીલ પુત્ર સાથે ગેરવર્તનનો આરોપ
Rajkot: રાજકોટ પોલીસ ફરી વિવાદમાં, PI એમ.ડી.મકવાણા પર વકીલ પુત્ર સાથે ગેરવર્તનનો આરોપ
Air Pollution: દિવાળીએ અમદાવાદમાં પ્રદૂષણનો વિસ્ફોટ, ચાર વિસ્તારોમાં AQI 200ને પાર, હવા બની ઝેરી
Air Pollution: દિવાળીએ અમદાવાદમાં પ્રદૂષણનો વિસ્ફોટ, ચાર વિસ્તારોમાં AQI 200ને પાર, હવા બની ઝેરી
Air Pollution and heart disease: ફક્ત ફેફસા જ નહીં, હાર્ટ પર પણ થાય છે પ્રદૂષણની અસર
Air Pollution and heart disease: ફક્ત ફેફસા જ નહીં, હાર્ટ પર પણ થાય છે પ્રદૂષણની અસર
NA અરજીનો સમયસર નિકાલ ન કરવો પડ્યો ભારે, અમદાવાદ કલેક્ટરને હાઈકોર્ટે ફટકાર્યો દંડ
NA અરજીનો સમયસર નિકાલ ન કરવો પડ્યો ભારે, અમદાવાદ કલેક્ટરને હાઈકોર્ટે ફટકાર્યો દંડ
દિવાળી પર 1 સપ્તાહની રજા, કંપનીએ કર્મચારીઓને આપ્યો લાંબો બ્રેક
દિવાળી પર 1 સપ્તાહની રજા, કંપનીએ કર્મચારીઓને આપ્યો લાંબો બ્રેક
બસ્તરમાં જવાનો સાથે દિવાળી ઉજવશે PM મોદી, કહ્યુ- 'જવાનોના ત્યાગને નમન'
બસ્તરમાં જવાનો સાથે દિવાળી ઉજવશે PM મોદી, કહ્યુ- 'જવાનોના ત્યાગને નમન'
IND vs PAK U-19 Asia Cup: ગયા વર્ષની હારનો બદલો લેવાની તક! પાકિસ્તાન સામે થશે આર્યવીર સહેવાગની પરીક્ષા
IND vs PAK U-19 Asia Cup: ગયા વર્ષની હારનો બદલો લેવાની તક! પાકિસ્તાન સામે થશે આર્યવીર સહેવાગની પરીક્ષા
Share Market: મુહૂર્ત ટ્રેડિંગ: આજે માત્ર 1 કલાક માટે ખુલશે બજાર, નોંધી લો કમાણીનો શુભ સમય
Share Market: મુહૂર્ત ટ્રેડિંગ: આજે માત્ર 1 કલાક માટે ખુલશે બજાર, નોંધી લો કમાણીનો શુભ સમય
Embed widget