શોધખોળ કરો

પીએમ કિસાન યોજના: 24મો હપ્તો મેળવવા તરત કરો આ 2 કામ, નહીં તો પૈસા અટકશે

પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આગામી હપ્તાની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે ખુશખબર છે. તહેવારોની સિઝનમાં ખેડૂતોના ખાતામાં પૈસા જમા થવાની સંભાવના છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • પીએમ કિસાનનો 24મો હપ્તો ઓક્ટોબર મહિનામાં મળશે.
  • આ હપ્તા માટે ઈ-કેવાયસી અને જમીનની ચકાસણી ફરજિયાત છે.
  • બાકી પ્રક્રિયા પૂર્ણ કરનાર ખેડૂતોને ₹4000નો લાભ મળશે.
  • યોજનાની સ્થિતિ જાણવા pmkisan.gov.in વેબસાઇટની મુલાકાત લો.

PM Kisan 24th installment date: દેશભરના લાખો ખેડૂતો માટે ફરી એકવાર એક ખૂબ જ રાહત આપનારા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી મહત્ત્વાકાંક્ષી 'પીએમ કિસાન સન્માન નિધિ યોજના' હેઠળ ખેડૂતોને ટૂંક સમયમાં જ 24મા હપ્તાની રકમ મળવાની છે. પ્રાપ્ત થતી માહિતી અને યોજના સાથે સંકળાયેલા નિષ્ણાતોના મતે, આગામી ઓક્ટોબર મહિનામાં ખેડૂતોના બેંક ખાતામાં આર્થિક સહાયના 2000 રૂપિયા જમા કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર આ યોજના અંતર્ગત ખેડૂતોને વાર્ષિક કુલ 6000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે, જે 2000 રૂપિયાના 3 સમાન હપ્તામાં સીધા જ તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. અગાઉ સરકારે જૂન મહિનામાં 23મો હપ્તો જારી કર્યો હતો. હવે 4 મહિનાના અંતરાલ બાદ ઓક્ટોબરમાં નવરાત્રિ અને અન્ય હિન્દુ તહેવારોની શરૂઆત સાથે જ 24મો હપ્તો રિલીઝ થવાની પ્રબળ શક્યતાઓ રહેલી છે.

ઈ-કેવાયસી અને જમીન ચકાસણી વિના નહીં મળે પૈસા

આ વખતે સરકારે યોજનાના અમલીકરણ અને સમીક્ષા પ્રક્રિયાને વધુ કડક અને પારદર્શક બનાવી છે. જે ખેડૂતો આ આર્થિક સહાય મેળવવા માંગે છે, તેમના માટે ઈ-કેવાયસી (e-KYC) અને જમીનની ચકાસણી (Land Seeding) પૂર્ણ કરવી અત્યંત ફરજિયાત છે. આનો સીધો અર્થ એ છે કે ખેડૂતોની જમીનની સચોટ માહિતી પીએમ કિસાન પોર્ટલના રેકોર્ડ સાથે જોડાયેલી અને ચકાસાયેલી હોવી જોઈએ. ફક્ત તે જ ખેડૂતો પીએમ કિસાન યોજનાના 24મા હપ્તા માટે પાત્ર ગણાશે જેમની જમીનની વિગતો રાજ્ય સરકારના મહેસૂલ રેકોર્ડમાં સત્તાવાર રીતે નોંધાયેલી હશે.

કેટલાક ખેડૂતોને મળશે 4000 રૂપિયાનો લાભ

આ વખતના હપ્તાની એક સૌથી મોટી વિશેષતા એ છે કે કેટલાક પાત્ર ખેડૂતોને 2000 રૂપિયાના બદલે એકસાથે 4000 રૂપિયાની રકમ મળવાની સંભાવના છે. આ પાછળનું મુખ્ય કારણ એ છે કે અગાઉ 23મા હપ્તા વખતે ઘણા ખેડૂતોના ઈ-કેવાયસી અધૂરા હતા અથવા તેમની જમીનની ચકાસણી બાકી હતી, જેના કારણે તેમના ખાતામાં સહાયની રકમ જમા થઈ શકી ન હતી. પરંતુ હવે, જે ખેડૂતોએ પોતાની અટકાવેલી પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી લીધું છે, તેમને અગાઉનો બાકી રહેલો 23મો હપ્તો અને આગામી 24મો હપ્તો એમ બંને મળીને કુલ 4000 રૂપિયા ચૂકવવામાં આવશે.

આ રીતે ચકાસો તમારી ઓનલાઈન સ્થિતિ

જો કોઈ ખેડૂત ભાઈઓને તેમની જમીનની સ્થિતિ કે નોંધણીને લઈને કોઈ સમસ્યા જણાય, તો તેમણે સૌથી પહેલા પોતાના જિલ્લાના મહેસૂલ વિભાગનો સંપર્ક કરી સરકારી રેકોર્ડમાં જરૂરી સુધારા કરાવવા પડશે. આ ઉપરાંત, તમે ઘેરબેઠા પણ તમારું સ્ટેટસ ચેક કરી શકો છો:

સૌ પ્રથમ પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઈટ pmkisan.gov.in ની મુલાકાત લો.

હોમપેજ પર 'તમારી સ્થિતિ જાણો' (Know Your Status) વિકલ્પ પર ક્લિક કરો.

ત્યારબાદ તમારો નોંધણી (રજિસ્ટ્રેશન) નંબર અને સ્ક્રીન પર દેખાતો કેપ્ચા કોડ દાખલ કરો.

છેલ્લે, તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવતો OTP દાખલ કરીને લોગ-ઈન કરો.

અહીં તમને તમારા હપ્તા અને ખાતાની સંપૂર્ણ માહિતી મળી જશે.

Frequently Asked Questions

પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો ક્યારે જમા થશે?

પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો ઓક્ટોબર મહિનામાં ખેડૂતોના બેંક ખાતામાં જમા થવાની શક્યતા છે. આ રકમ 2000 રૂપિયાની હશે.

24મો હપ્તો મેળવવા માટે ખેડૂતોએ કઈ શરતો પૂરી કરવી ફરજિયાત છે?

24મો હપ્તો મેળવવા માટે ખેડૂતોએ ઈ-કેવાયસી (e-KYC) અને જમીનની ચકાસણી (Land Seeding) પૂર્ણ કરવી ફરજિયાત છે. આ વિના પૈસા જમા થશે નહીં.

કેટલાક ખેડૂતોને 2000 ને બદલે 4000 રૂપિયા શા માટે મળી શકે છે?

જે ખેડૂતોના 23મા હપ્તાની રકમ ઈ-કેવાયસી કે જમીન ચકાસણી બાકી હોવાથી જમા નહોતી થઈ, તેમને હવે 23મો અને 24મો એમ બંને હપ્તાના 4000 રૂપિયા મળી શકે છે.

ખેડૂતો પીએમ કિસાન યોજનાનું સ્ટેટસ ઓનલાઈન કેવી રીતે ચકાસી શકે છે?

ખેડૂતો pmkisan.gov.in વેબસાઈટ પર 'તમારી સ્થિતિ જાણો' વિકલ્પ દ્વારા, નોંધણી નંબર અને OTP દાખલ કરીને તેમનું સ્ટેટસ ચકાસી શકે છે.

Advertisement

ટોપ સ્ટોરી

GMDC વાઇબ્રન્ટ નવરાત્રી હવે ફ્રી નહીં! ખેલૈયાઓના ખિસ્સા થશે ખાલી, ₹100 થી ₹1500 સુધીનો ચાર્જ, જાણો રેટ
GMDC વાઇબ્રન્ટ નવરાત્રી હવે ફ્રી નહીં! ખેલૈયાઓના ખિસ્સા થશે ખાલી, ₹100 થી ₹1500 સુધીનો ચાર્જ, જાણો રેટ
અમદાવાદથી દેશની પ્રથમ LNG ટ્રેનનો પ્રારંભ, ગૃહમંત્રી અમિત શાહે આપી લીલીઝંડી
અમદાવાદથી દેશની પ્રથમ LNG ટ્રેનનો પ્રારંભ, ગૃહમંત્રી અમિત શાહે આપી લીલીઝંડી
બિલ ગેટ્સની ભયાનક ચેતવણી: AI થી 100 કરોડ લોકોના જીવ જોખમમાં? જાણો શું કહ્યું
બિલ ગેટ્સની ભયાનક ચેતવણી: AI થી 100 કરોડ લોકોના જીવ જોખમમાં? જાણો શું કહ્યું
Rajkot: ગોંડલ નજીક કારે એક્ટિવાને ટક્કર મારતા પતિ-પત્ની અને પુત્રનું ઘટનાસ્થળે જ મોત
Rajkot: ગોંડલ નજીક કારે એક્ટિવાને ટક્કર મારતા પતિ-પત્ની અને પુત્રનું ઘટનાસ્થળે જ મોત
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિશ્વ ફલક પર 'બોલ માડી અંબે'
Hun To Bolish: હું તો બોલીશ : માના ચરણોમાં 2000મો એપિસોડ
Hun To Bolish 2000th Episode: ‘હું તો બોલીશ’ના 2000 એપિસોડની શાનદાર સફર, CM એ પાઠવી શુભેચ્છા
Rajkot Call Center Scam: રાજકોટમાં ખેડૂતો સાથે કરોડોની છેતરપિંડી?, 2 કોલ સેન્ટરનો પર્દાફાશ
Gujarat Rain Alert: સૌરાષ્ટ્ર-કચ્છમાં આવશે વરસાદ ? હવામાન વિભાગની નવી આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GMDC વાઇબ્રન્ટ નવરાત્રી હવે ફ્રી નહીં! ખેલૈયાઓના ખિસ્સા થશે ખાલી, ₹100 થી ₹1500 સુધીનો ચાર્જ, જાણો રેટ
GMDC વાઇબ્રન્ટ નવરાત્રી હવે ફ્રી નહીં! ખેલૈયાઓના ખિસ્સા થશે ખાલી, ₹100 થી ₹1500 સુધીનો ચાર્જ, જાણો રેટ
અમદાવાદથી દેશની પ્રથમ LNG ટ્રેનનો પ્રારંભ, ગૃહમંત્રી અમિત શાહે આપી લીલીઝંડી
અમદાવાદથી દેશની પ્રથમ LNG ટ્રેનનો પ્રારંભ, ગૃહમંત્રી અમિત શાહે આપી લીલીઝંડી
બિલ ગેટ્સની ભયાનક ચેતવણી: AI થી 100 કરોડ લોકોના જીવ જોખમમાં? જાણો શું કહ્યું
બિલ ગેટ્સની ભયાનક ચેતવણી: AI થી 100 કરોડ લોકોના જીવ જોખમમાં? જાણો શું કહ્યું
Rajkot: ગોંડલ નજીક કારે એક્ટિવાને ટક્કર મારતા પતિ-પત્ની અને પુત્રનું ઘટનાસ્થળે જ મોત
Rajkot: ગોંડલ નજીક કારે એક્ટિવાને ટક્કર મારતા પતિ-પત્ની અને પુત્રનું ઘટનાસ્થળે જ મોત
'સર્જિકલ સ્ટ્રાઈકના 10 વર્ષ', PM મોદીએ 'મન કી બાત'માં પાકિસ્તાન વિશે શું કહ્યું?
'સર્જિકલ સ્ટ્રાઈકના 10 વર્ષ', PM મોદીએ 'મન કી બાત'માં પાકિસ્તાન વિશે શું કહ્યું?
IND Vs WI: ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી, નમન ધીરનું ડેબ્યૂ
IND Vs WI: ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી, નમન ધીરનું ડેબ્યૂ
ગુજરાતમાં ફરી થશે મેઘાનું આગમન, સૌરાષ્ટ્ર-કચ્છ માટે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
ગુજરાતમાં ફરી થશે મેઘાનું આગમન, સૌરાષ્ટ્ર-કચ્છ માટે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Asian Games 2026: ભારતે સ્ક્વોશમાં જીત્યા 2 સિલ્વર: અભય અને અનાહત પોતપોતાની ફાઈનલ મેચ હાર્યા
Asian Games 2026: ભારતે સ્ક્વોશમાં જીત્યા 2 સિલ્વર: અભય અને અનાહત પોતપોતાની ફાઈનલ મેચ હાર્યા
Embed widget