PM Kisan: તમારા ખાતમાં PM કિસાન યોજનાનો 24મો હપ્તો આવ્યો કે નહીં, આ રીતે કરો ચેક
દેશના કરોડો ખેડૂતો માટે ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ કિસાન સન્માન નિધિ યોજના (PM-Kisan) નો 24મો હપ્તો સત્તાવાર રીતે જાહેર કર્યો છે.

- વડાપ્રધાને PM-કિસાનનો ૨૪મો હપ્તો ગુજરાતમાં કર્યો જાહેર.
- ૯.૩૪ કરોડ ખેડૂતોને ₹૧૯,૦૦૦ કરોડ સીધા ખાતામાં મળ્યા.
- લાભાર્થીઓ pmkisan.gov.in પર હપ્તાનું સ્ટેટસ ચકાસી શકે છે.
દેશના કરોડો ખેડૂતો માટે ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ કિસાન સન્માન નિધિ યોજના (PM-Kisan) નો 24મો હપ્તો સત્તાવાર રીતે જાહેર કર્યો છે. સરકારની આ મહત્વાકાંક્ષી યોજના હેઠળ દેશના પાત્ર ખેડૂતોના બેંક ખાતામાં સીધી આર્થિક સહાય ટ્રાન્સફર કરવામાં આવે છે. જેના કારણે તહેવારોની સિઝન અને ખેતીના સમયે ખેડૂતોને આર્થિક મદદ મળે છે.
9.34 કરોડ ખેડૂતોના ખાતામાં પહોંચ્યા ₹19,000 કરોડ
આ વખતે પીએમ કિસાન યોજનાના 24મા હપ્તા દ્વારા દેશભરના 9.34 કરોડથી વધુ પાત્ર ખેડૂતોને સીધો લાભ આપવામાં આવ્યો છે. સરકાર દ્વારા કુલ આશરે ₹19,000 કરોડની રકમ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) મારફતે લાભાર્થીઓના બેંક ખાતામાં જમા કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આ યોજના હેઠળ સરકાર દેશના ખેડૂતોને દર વર્ષે ₹6,000ની આર્થિક સહાય આપે છે. આ રકમ દર ચાર મહિને ₹2,000ના ત્રણ સમાન હપ્તામાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.
તમારા ખાતામાં ₹2,000 આવ્યા કે નહીં? આ રીતે ચેક કરો સ્ટેટસ
- જો તમે પણ પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો અને જાણવા માગો છો કે તમારા બેંક ખાતામાં 24મા હપ્તાના ₹2,000 જમા થયા છે કે નહીં તો તમે ઘરે બેઠા સરળતાથી તમારું સ્ટેટસ ચેક કરી શકો છો.
- સૌથી પહેલાં પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પર જાઓ.
- હોમપેજ પર જમણી બાજુ આપેલા 'Farmers Corner' વિભાગમાં જાઓ અને ત્યાં 'Beneficiary Status' વિકલ્પ પર ક્લિક કરો.
- હવે તમારો રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અથવા આધાર કાર્ડ નંબર દાખલ કરો.
- ત્યારબાદ સ્ક્રીન પર દેખાતો કેપ્ચા કોડ ભરીને 'Get Data' પર ક્લિક કરો.
- હવે સ્ક્રીન પર તમારું પેમેન્ટ સ્ટેટસ દેખાશે. અહીં તમે જાણી શકશો કે તમારા ખાતામાં 24મો હપ્તો જમા થયો છે કે નહીં.
લાભાર્થીઓ માટે જરૂરી સૂચનાઓ
જો કોઈ ખેડૂતના ખાતામાં હપ્તાની રકમ જમા થઈ નથી, તો તેનું મુખ્ય કારણ ઈ-કેવાયસી (e-KYC) પૂર્ણ ન થયું હોવું અથવા બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક ન હોવું હોઈ શકે છે. આવા ખેડૂતો નજીકના જન સેવા કેન્દ્ર (CSC) અથવા બેંકમાં જઈને જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરાવી શકે છે, જેથી આગામી હપ્તો મેળવવામાં કોઈ મુશ્કેલી ન પડે.





















