શોધખોળ કરો

PM Kisan Scheme: થોડીવારમાં ખેડૂતોના ખાતામાં આવશે 2000 રૂપિયાનો 11મો હપ્તો

પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લાયક ખેડૂત પરિવારોને દર વર્ષે 6,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. આ રકમ બે-બે હજાર રૂપિયાના ત્રણ સરખા હપ્તામાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે

PM Kisan Scheme:  મોદી સરકાર પોતાની આઠમી વર્ષગાંઠ ઉજવી રહી છે. પ્રસંગે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂતોને મોટી ભેટ આપવા જઈ રહ્યા છે. પીએમ મોદી બટન દબાવીને 10 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં 21 હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કરશે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ અત્યાર સુધી ખેડૂતોના બેંક ખાતામાં 1.80 લાખ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

શું છે PM કિસાન યોજના?

પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લાયક ખેડૂત પરિવારોને દર વર્ષે 6,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. આ રકમ બે-બે હજાર રૂપિયાના ત્રણ સરખા હપ્તામાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આ હપ્તા દર ચાર મહિને આવે છે એટલે કે આ યોજના હેઠળ વર્ષમાં ત્રણ વખત ખેડૂતોના ખાતામાં 2000-2000 રૂપિયા મોકલવામાં આવે છે.  અત્યાર સુધીમાં બે-બે હજાર રૂપિયાના 10 હપ્તા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. 1 જાન્યુઆરી, 2022 ના રોજ 10 મો હપ્તો ખેડૂતોના બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. આ પૈસા સીધા ખેડૂતના બેંક ખાતામાં ટ્રાન્સફર થાય છે. અત્યાર સુધીમાં સરકારે આ યોજના હેઠળ ખેડૂતોના બેંક ખાતામાં 1.8 લાખ કરોડ રૂપિયાનું ટ્રાન્સફર કર્યા છે.

લાભાર્થીની યાદીમાં તમારું નામ કેવી રીતે તપાસવું?

PM કિસાનની સત્તાવાર વેબસાઇટ https://pmkisan.gov.in ની મુલાકાત લો.

હોમ પેજ પર, ફાર્મર્સ કોર્નરમાં લાભાર્થી યાદી પર ક્લિક કરો.

હવે તેમાં રાજ્ય, જિલ્લો, સબ ડિસ્ટ્રિક્ટ, બ્લોક અને ગામ પસંદ કરો.

ગેટ રિપોર્ટ પર ક્લિક કર્યા પછી, લાભાર્થીઓની સંપૂર્ણ સૂચિ દેખાશે.

ગુજરાતમાં કેટલા લાખ ખેડૂતોના ખાતામાં જમા થશે 11મો હપ્તો

પ્રધાનમંત્રી મોદી દ્વારા પીએમ કિસાન સન્માન નિધિનો 11મો હપ્તો આજે જાહેર કરવામાં આવશે. રાજ્યમાં આ યોજના અંતર્ગત અત્યાર સુધી 10 હપ્તાની રકમ મળી લાભાર્થી ખેડુત કુટુંબોને કુલ રૂ. 10334.76 કરોડ તેમના બેન્ક એકાઉન્ટમાં ચૂકવણી કરવામાં આવી છે.  જ્યારે 28.90 લાખ ખેડૂત પરિવારોને અગિયારમો હપ્તો ચુકવવા માટે કુલ રૂ. 11809.30 કરોડની ચુકવણી માટે આદેશ કરવામાં આવ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!

આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

Embed widget