PM kisan Yojana 24th Installment: ખેડૂતો માટે મોટા સમાચાર, PM કિસાન યોજનાનો 24મો હપ્તો આ તારીખે આવશે
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan Samman Nidhi Yojana)ના 24મા હપ્તાની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવ્યા છે.

- PM કિસાનનો 24મો હપ્તો 30 ઓક્ટોબરે, ₹2,000 ખેડૂતોને મળશે.
- અધૂરી e-KYC પ્રક્રિયાવાળા ખેડૂતોને હપ્તો મળવામાં મુશ્કેલી પડી શકે.
- ખેડૂતોએ તાત્કાલિક પોતાની e-KYC સ્થિતિ તપાસી પૂર્ણ કરવી જરૂરી.
PM kisan Yojana 24th Installment Date: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan Samman Nidhi Yojana)ના 24મા હપ્તાની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારે આગામી હપ્તો જાહેર કરવાની તારીખની જાહેરાત કરી છે. ખેડૂતોને આ મહિને જ 24મા હપ્તાના ₹2,000 મળવાના છે. ચાલો જાણીએ કે PM કિસાન સન્માન નિધિ યોજનાનો 24મો હપ્તો ક્યારે જાહેર થશે.
કયા દિવસે આવશે PM કિસાનનો 24મો હપ્તો?
PM કિસાન યોજનાના લાભાર્થી ખેડૂતોમાં 24મા હપ્તાને લઈને ચર્ચા તેજ બની છે. આ દરમિયાન PM કિસાનના એક્સ હેન્ડલ પર જણાવવામાં આવ્યું છે કે ખેડૂતોને 30 ઑક્ટોબરે 24મો હપ્તો આપવામાં આવશે. દિવાળી પહેલાં હપ્તાની રકમ મળવાની શક્યતાને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.
જોકે, જે ખેડૂતોની e-KYC પ્રક્રિયા પૂર્ણ થઈ નથી, તેમના બેંક ખાતામાં પૈસા જમા થવામાં મુશ્કેલી આવી શકે છે. તેથી તમામ ખેડૂતોએ 24મો હપ્તો જાહેર થાય તે પહેલાં એકવાર પોતાની e-KYCની સ્થિતિ તપાસી લેવી જોઈએ. જો કોઈ ખેડૂતની e-KYC બાકી હોય, તો તેમણે તાત્કાલિક આ પ્રક્રિયા પૂર્ણ કરવી જોઈએ. અન્યથા PM કિસાન યોજનાનો હપ્તો અટકી શકે છે.
PM કિસાન યોજના માટે e-KYC કેવી રીતે કરાવશો?
જો તમે PM કિસાન યોજના માટે e-KYC કરાવવા માગતા હોય તો નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરો
- 1. સૌપ્રથમ તમારા મોબાઇલમાં Google Play Store પરથી PM કિસાન એપ અને Aadhaar Face RD એપ ડાઉનલોડ કરો.
- 2. ત્યારબાદ PM કિસાન એપ ખોલીને તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબરથી લૉગિન કરો.
- 3. Beneficiary Status વિભાગમાં જઈને તમારી વિગતો તપાસો.
- 4. જો e-KYC સ્ટેટસ 'No' દેખાતું હોય તો તમારે e-KYCની પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે.
- 5. હવે e-KYCના વિકલ્પ પર ક્લિક કરીને તમારો આધાર નંબર દાખલ કરો.
- 6. ત્યારબાદ ચહેરો સ્કેન કરવા માટે જરૂરી પરવાનગી આપો.
- 7. ચહેરાનું સ્કેનિંગ સફળતાપૂર્વક પૂર્ણ થતાં તમારી e-KYC પ્રક્રિયા પૂર્ણ થઈ જશે.
તમને જણાવી દઈએ કે PM કિસાન સન્માન નિધિ યોજના કેન્દ્ર સરકારની સૌથી લોકપ્રિય યોજનાઓમાંની એક છે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર ખેડૂતોને દર વર્ષે કુલ ₹6,000ની આર્થિક સહાય આપે છે. આ રકમ ખેડૂતોના બેંક ખાતામાં સીધી ટ્રાન્સફર કરવામાં આવે છે. ખેડૂતોને આ સહાય ₹2,000ના ત્રણ સમાન હપ્તામાં આપવામાં આવે છે.
PM કિસાન યોજનાનો અગાઉનો હપ્તો ક્યારે આવ્યો હતો?
PM કિસાન યોજનાનો અગાઉનો હપ્તો જૂન મહિનામાં જાહેર કરવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 20 જૂન, 2026ના રોજ PM કિસાન સન્માન નિધિ યોજનાનો 23મો હપ્તો જાહેર કર્યો હતો.આ દરમિયાન ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા 9.44 કરોડથી વધુ ખેડૂતોના બેંક ખાતામાં ₹18,880 કરોડથી વધુની રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી.






















