શોધખોળ કરો
અમદાવાદમાં ‘ધ ગીર’, પ્રવાસીઓને સાંભળવા મળશે સિંહની ત્રાડ
1/6

આ અમદાવાદ એરપોર્ટના ડાયરેક્ટર મનોજ ગંગલે જણાવ્યું હતું કે, “દેશની બહારના આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ધોરણે એસ.વી.પી.આઇ. એરપોર્ટ, અમદાવાદના સૌંદર્યીકરણનો પ્રોજેક્ટ મારા હૃદયની ખૂબ જ નજીક છે. સિંગાપોર એરપોર્ટ પર આવેલી બટરફ્લાય પાર્કની પ્રતિકૃતિએ મને આ પ્રકારનો પ્રોજેક્ટ અમદાવાદમાં કરવાની પ્રેરણા આપી. જો કે, જીવંત સિંહને લાવવા મુશ્કેલ હોવાથી અમે એરપોર્ટ પર ધ ગીરમાં સિંહની પ્રતિકૃતિ તૈયાર કરાવી. મને ખાતરી છે કે ઇન્ટરએક્ટિવ મીડિયા ઉપકરણની સાથે-સાથે આબેહૂબ પ્રતિકૃતિઓ તમામ ઉંમરના પ્રવાસીઓ અને મુલાકાતીઓને આકર્ષશે.”
2/6

લોકસભા સાંસદ પરેશ રાવલે જણાવ્યું હતું કે, “ગુજરાતના ગીર જંગલને એરપોર્ટ પર પ્રોત્સાહન આપવા માટે આ પ્રકારની અનોખી સંકલ્પના માટે હું પરિમલભાઈ નથવાણીનો આભાર વ્યક્ત કરું છું. ભારતીય એવિએશન ઉદ્યોગના ઇતિહાસમાં પોતાના રાજ્યની ઓળખ અને ખાસિયતને પોતાના એરપોર્ટ પર પ્રદર્શિત કરવામાં આવી હોય તેવું પહેલીવાર આટલી સરસ રીતે આ ગીર પ્રોજેક્ટ થકી શક્ય બન્યું છે.”
Published at : 27 Jun 2018 10:59 AM (IST)
View More





















