અમદાવાદઃ ગુજરાત રાજ્યના DGPની છબી એક કડક પોલીસ અધિકારી તરીકેની છે તે સૌ બધાં પોલીસ અધિકારીઓ ખબર જ છે. પરંતુ DGPની માનીતી એજન્સી અમદાવાદ ક્રાઈમ બ્રાંચના સીનિયર અધિકારીઓ જ DGPના આદેશની અવગણના કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે જેના દ્રશ્યો તમે પોતે જ જોઈ શકો છો.
2/5
પરંતુ આ વખતે તો આ અધિકારીએ ડીજીપી ના જાહેરનામા નો પણ ઉલ્લઘંન કરી નાખ્યો છે. હવે જોવાનું એ રહ્યું કે રાજ્યના ડીજીપી આ અધિકારીઓ પર કોઈ કાર્યવાહી કરે છે કે નહીં.
3/5
જ્યારે તેમની બાજુમાં બેઠેલા અધિકારીને પૂછે છે કે, મેં યુનિફોર્મ નથી પહેર્યો તો કોઈ તકલીફ નહીં તો નહીં થાય ને, ત્યારે જોડે બેઠેલા અધિકારી ક્રાઈમ બ્રાંચના ડીસીપી દીપેન ભદ્રન સમજાવે છે કે, વાંધો નહીં ડીજી તો રજા ઉપર છે, અવાર-નવાર અમદાવાદ ક્રાઈમ બ્રાંચના સીનિયર અધિકારીઓ કંઈક ના કંઈક વિવાદમાં સપડાતાં જ રહ્યાં છે.
4/5
પરંતુ ક્રાઈમ બ્રાંચના મોસ્ટ સીનિયર પોલીસ અધિકારી અને તાજેતરમાં જ સ્પેશિયલ પોલીસ કમિશનર તરીકેની બઢતી મેળવેલા જે.કે ભટ્ટ યુનિફોર્મ વગર જ મીડિયા ને બ્રિફિંગ કરતા નજરે પડ્યાં છે.
5/5
આ વાત છે અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં ફરજ બજાવતા સ્પેશિયલ પોલીસ કમિશનર જે.કે ભટ્ટની તાજેતરમાં જ ગુજરાત રાજ્યના DGP શિવાનંદ ઝા દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે મીડિયા સમક્ષ તમામ પોલીસ અધિકારીઓ યુનિફોર્મમાં જ રહેવું.