શહેરના વિનોબા ભાવેનગરમાં રહેતા દંપતી પર ગઈ કાલે હુમલો થયો હતો. યુવતીના પરિવારજનોએ આ હુમલો કર્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પતિ સાથે છૂટાછેડા પછી યુવતીએ પ્રેમી સાથે લગ્ન કરી લેતાં મામલો બીચક્યો હતો. ચાર દિવસ પહેલાં યુવતીએ વસ્ત્રાલ પોલીસચોકીમાં પરિવારજનોના ત્રાસથી ઝેર પીને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી.
2/10
દર્શનાએ આ અંતિમ પગલું ભરતાં પેહલાં એક ચિઠ્ઠી લખી હતી, જેમાં તેના માતા-પિતા અને સાવકા ભાઇ જે મુકુંદ રહેવર પોલિસ કર્મી છે તેના નામનો કઉલ્લેખ કર્યો હતો. બન્ને પતિ-પત્નીને અગાઉના સંતાનો સાથે રાખીને આ મહિનામાં જ કયા કોર્ટ મેરેજ કર્યા છે.
3/10
દર્શના અને અજયસિંહ કનકસિંહ વાઘેલા(ઉ.વ.34)એ પોતપોતાના છૂટાછેડા પછી ૬-૪-૨૦૧૭ એ કોર્ટ મેરેજ કરી લીધા હતા. દર્શના રામોલ-હાથીજણ વોર્ડમાં ભાજપના મહિલા મોરચાના મહામંત્રીની દીકરી છે. લગ્ન પછી પરિવારની કનડગત પછી પોલીસે યોગ્ય કાર્યવાહી ન કરતા વસ્ત્રાલની પોલીસ ચોકીની અંદર જ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
4/10
અમદાવાદઃ તાજેતરમાં રામોલ-હાથીજણ વોર્ડમાં ભાજપ મહિલા મોરચાના મહામંત્રીની દીકરી દર્શનાબેન વાઘેલા(ઉ.વ.25)એ પોલીસ ચોકીની અંદર જ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કરતાં હોબાળો મચી ગયો હતો. યુવતીએ પતિને છોડી પ્રેમલગ્ન કરતાં પરિવારની કનડગતથી કંટાળી આ પગલું ભર્યું હતું. ત્યારે હવે પ્રેમલગ્ન કરનાર આ દંપતી પર ગઈ કાલે મોડી રાતે હુમલો થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
5/10
6/10
આ મામલે દંપતી પોલીસ કમિશનર એ. કે. સિંઘ પાસે મદદ માગવા માટે ગયાં હતાં. જ્યાં પોલીસ કમિશનરે વટવા જીઆઇડી પોલીસને મદદ કરવા માટે સૂચના આપી હતી. ગઇ કાલે મોડી રાતે અજય અને દર્શના તેમના ઘરે હતા ત્યારે કેટલાક લોકોએ તેમના પર લાકડીઓ વડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં બન્ને જણાને ગંભીર ઇજા પહોંચતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.