શોધખોળ કરો
'તે દિવસ દરમિયાન અડધો કલાક મળવા માટે દબાણ કરતા અને સેક્સ કરીને નીકળી જતા'
1/5

યુવતીએ કરેલી અરજીમાં લખ્યું છે કે, વિજય રાઠોડ સૌ પ્રથમ વખત જન્મ દિવસ હોવાનું કહીને તે મને કોફી શોપમાં લઈ ગયો હતો, જ્યાં તેણે મારી મરજી વિરૂદ્ધ મને લીપ કીસ કરી હતી. એટલું જ નહીં, તે મારી સ્કૂલમાં આવ્યો હતો અને મને એક રૂમમાં લઈ જબરદસ્તી કરી હતી, મેં ના પાડી તો, તે કહેવા લાગ્યો હવે તુ મારી જ છે, બીજા સામે જોઈશ તો મોઢા પર એસીડ છાંટી દઈશ.
2/5

અમદાવાદઃ મૂળ ઉનાની અને અત્યારે અમદાવાદમાં રહીને જોબ કરતી એક યુવતીએ ભાજપના નેતાના પુત્ર પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે. એટલું જ નહીં, યુવતીનો આરોપ છે કે, ભાજપના નેતોનો પુત્ર તેને મોઢા પર એસિડ ફેંકવાની અને તેના અશ્લીલ ફોટા ફેસબૂક પર મૂકીને બદનામ કરવાની ધમકી આપે છે. એટલું જ નહીં યુવતીના લગ્ન ન થવા દેતો હોવાનો પણ આરોપ તેણે લગાવ્યો છે. આ અંગે યુવતીએ અમદાવાદ મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરી છે. (અહેવાલઃ અનિતા પટણી)
Published at : 22 Sep 2016 12:54 PM (IST)
View More




















