(Source: ECI/ABP News/ABP Majha)
Vastu Tips: ભાડાના કે પીજીના રૂમમાં રહો છો તો સાવધાન, આપની આ ભૂલો જીવનમાં વધારશે મુશ્કેલી
જ્યારે આપ ભાડા કે પીજીના કોઇ રૂમમાં રહો છો ત્યારે પણ વાસ્તુના કેટલાક નિયમોને અનુસરવા જરૂરી છે. નહિતો વાસ્તુ દોષ સર્જાતા પ્રગતિમાં અવરોધ આવે છે.
Vastu Tips: વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ઘરમાં વાસ્તુ સંબંધિત થોડો પણ દોષ હોય તો તેની અસર તમામ સભ્યોના જીવન પર પડે છે. તમે ભાડાના મકાનમાં રહેતા હોવ કે પીજીમાં, વાસ્તુ સાથે જોડાયેલી બાબતોને નજરઅંદાજ ન કરો.જે લોકો વાસ્તુ નિયમોનું પાલન કરે છે તેઓ જીવનમાં સ્થિરતા લાવે છે અને માનસિક તણાવથી દૂર રહે છે. પ્રગતિમાં કોઈ અવરોધો આવતા નથી. જો તમે પણ આ વાસ્તુના નિયમોને અનુસરવા માંગો છો તોઆ ટિપ્સ જાણી લો
પીજી કે ભાડાના મકાનમાં રહેતા લોકો આ વાતું ખાસ રાખે ધ્યાન
ગંદકી - દરેક વ્યક્તિ પોતાના ઘરને સુંદર અને સુરક્ષિત રાખવા ઇચ્છે છે, જો ઘરમાં ક્યાંક કંઇક તૂટે તો તરત જ તેને સુધારી લઇએ છીએ. એવું કહેવામાં આવે છે કે તમે જ્યાં રહો છો તે સ્થાનથી તમારું જીવન પ્રભાવિત થાય છે, તેથી જે લોકો પીજી અથવા ભાડાના મકાનમાં રહે છે તેઓએ ઘરમાં સ્વચ્છતાનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ, નહીં તો તેમને દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થતી નથી અને પ્રગતિમાં અવરોધ આવે છે.
રૂમમાં ન કરો આ ભૂલ - ઘણી વખત ભાડાના આવાસ અને પીજીમાં રહેતા યુવક-યુવતીઓ પોતાના ભવિષ્યને ઘડવાના પ્રયાસોમાં કેટલીક એવી ભૂલો કરે છે જે તેમનો સંઘર્ષ વધારે છે. સમયની અછત કે બેદરકારીના કારણે આવા લોકો પોતાના ઘર કે દેખાવને વેરવિખેર રાખે છે, વાસ્તુ અનુસાર આપણે જ્યાં રહીએ છીએ અને સૂઈએ છીએ ત્યાં વસ્તુઓ વેરવિખેર રાખવાથી લક્ષ્મી નારાજ થાય છે અને પ્રગતિમાં અવરોધ આવે છે. માનસિક અને શારીરિક સમસ્યાઓ ઉભી થવા લાગે છે.
ભોજન કરવામાં ગલતી - ઘરમાં પલંગ પર બેસીને ક્યારેય ભોજન ન કરવું જોઈએ, તેનાથી આર્થિક નુકસાન થાય છે. દેવાનો બોજ સતત વધતો જાય છે. માતા લક્ષ્મી તમારાથી નારાજ થઈ શકે છે અને માતા અન્નપૂર્ણાના શ્રાપને કારણે પૈસા અને અનાજની તંગી થઈ શકે છે.
મુખ્ય દ્વાર પર ન રાખો આ વસ્તુઓ - રાહુ ઘરના ઉંબરા પર રહેનાર માનવામાં આવે છે, તેથી જ ઘરની ઉંબરીને સાફ રાખવાનું કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં ભૂલથી પણ તમારા જૂતા અને ચપ્પલને ઘરના મુખ્ય દ્વાર પર ફેલાવીને ન રાખો. ઘરની બહાર પણ સ્વચ્છતા જાળવો.