Harsh Sanghavi : હર્ષ સંઘવીએ તાત્કાલિક ફોન કરી કહી દીધું, કાલ સવારથી 2 બસ ચાલું થઈ જવી જોઈએ
Harsh Sanghavi : હર્ષ સંઘવીએ તાત્કાલિક ફોન કરી કહી દીધું, કાલ સવારથી 2 બસ ચાલું થઈ જવી જોઈએ
આણંદમાં ABVPના 57મા ગુજરાત રાજ્ય અધિવેશનના ઉદ્ધાટન પ્રસંગે આવેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નવા બસ સ્ટેન્ડની ઓચિંતી મુલાકાત લીધી. જ્યાં આણંદ-બોરસદ બસમાં મુસાફરો સાથે વાતચીત કરી. એટલું જ નહીં, હર્ષ સંઘવીએ બસ અને બસ સ્ટેન્ડ પર સ્વચ્છતા જાળવવા પણ અપીલ કરી. સાથે જ વિદ્યાર્થીઓની રજૂઆતોએ પગલે નવી બે બસ ફાળવવાની જાહેરાત કરી. આણંદ-બોરસદ અને આણંદ-ડાકોર વચ્ચે આવતીકાલથી નવી બસ દોડશે.
ડ્રગ્સના નેટવર્કને લઈને આણંદમાં હર્ષ સંઘવીનું મોટું નિવેદન. પંજાબની જેલમાં ડ્રગ્સના નેટવર્કને તોડવા ગુજરાત પોલીસ સફળ. ABVPના આગેવાનોને ડ્રગ્સનું નેટવર્ક તોડવા પોલીસની મદદ કરવા કરી અપીલ. ડ્રગ્સના સપ્લાયરને પકડવા પોલીસની મદદ કરવા અપીલ.





















