શોધખોળ કરો
નવરાત્રી દરમિયાન શરીરમાં નબળાઈ ન આવે તેના માટે અપનાવો આ ડાયેટ ચાર્ટ
નવરાત્રીના નવ દિવસ સુધી વ્રત કરનારાઓએ કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું જરૂરી હોય છે નહીંતર તેમના સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર થઈ શકે છે અને શરીરમાં નબળાઈ પણ આવી શકે છે.

નવી દિલ્હીઃ આજથી નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે. નવ દિવસના આ તહેવાલમાં દેવીના નવ અલગ અલગ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. નવરાત્રીના નવ દિવસ સુધી વ્રત કરનારાઓએ કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું જરૂરી હોય છે નહીંતર તેમના સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર થઈ શકે છે અને શરીરમાં નબળાઈ પણ આવી શકે છે.
જોકે જે લોકો વ્રત કરે છે તેમના માટે ભૂખા રહેવું એટલું પડકારજનક કામ નથી પરંતુ ઘણી વખત ઉત્સાહમાં વ્રત રાખનારા ભોજનના સમયમાં એટલો બધો ગેપ રાખે છે કે તેમના સ્વાસ્થ્ય પર તેની અસર જોવા મળે છે. માટે અહીં તમને એવી વાતો વિશે જણાવી રહ્યા છે જે તમને વ્રત દરમિયાન સ્વાસ્થ્ય સાથે સમજૂતી ન કરવાનો પણ ફાયદો આપશે.
1. ખાતા સમયે ખૂબ લાંબો ગેપ ન રાખો અને થોડા થોડા સમયે કંઈને કંઈ ખાતા રહો.
2. તેમાં એક સમય છાશ, એક સમયે કોઈ ફળ અને ક્યારેક ડ્રાય ફ્રૂટ્સ જેવા વિકલ્પનો અપનાવી શકાય છે.
3. દિવસની શરૂઆતમાં તમે ગ્રીન ટી લઈ શકો છો અને ત્યાર બાદ એક અથવા બે ખજૂર પણ લઈ શકાય છે.
4. જો તમે વ્રત દરમિયાન નાશ્તો ન કરો તો આ દરમિયાન પૂરી રીતે ખાલી પેટ ન રહેવું જોઈએ અને ડ્રાઈ ફ્રૂટ્સનું સેવન કરી શકાય છે.
5. દિવસના ભોજનમાં સાબૂદાણાની ટિક્કી અથવા ખિચડી, અથવા છાશ લઈ શકો છો.
6. આખો દિવસ ખાલી પેટ રહીને સાંજે વ્રતમાં ભારે ભોજન ન લેવું જોઈએ.
7. સાંજના સમયે વ્રત ખોલતા સમયે બટેટા લઈ શકાય છે અને તેમાં સીંધવ મીઠાંનો ઉપયોગ તમે કરી શકો છો.
8. જો કોઈને સાંજે વ્રત ખોલતા સમયે ભારે ભોજન ન લેવું હોય તો તેએ સલાડ અને સૂપ પણ લઈ શકે છે.
9. રાત્રે સુતા સમયે તમે એક ગ્લાસ દૂધ લેશો તો વ્રત દરમિયાન તમારા શરીરમાં તે નબળાઈ નહીં આવવા દે.
10. વ્રત દરમિયાન એક વાતનું ખાસ ધ્યાન રાખો કે શરીરમાં પાણી ઓછું ન થવું જોઈએ. આવું થવા પર તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. વ્રત દરમિયાન થોડા થોડા સમયે પાણી જરૂર પીતા રહેવું જોઈએ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement
