Hun To Bolish : હું તો બોલીશ : કોપી પેસ્ટ યુનિવર્સિટી પાર્ટ-3
Hun To Bolish : હું તો બોલીશ : કોપી પેસ્ટ યુનિવર્સિટી પાર્ટ-3
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વધુ એક બેદરકારી સામે આવી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બી.એ. વિથ હિસ્ટ્રી સેમ.3 નું પેપર બદલવુ પડ્યુ. હિસ્ટ્રીનું સૌરાષ્ટ્રના રાજવંશની જગ્યાએ બીજું પેપર આપી દેતા વિદ્યાર્થીઓ થયા પરેશાન. વિદ્યાર્થીઓને હિસ્ટ્રીનું બીજા ઓપ્શનનું પેપર આપી દેવાયું હતું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ના 300 વિદ્યાર્થીઓ હેરાન થયા. બી. એ. વિથ હિસ્ટ્રી સેમેસ્ટર - 3 માં વર્ષ 1820 થી 1948 સુધીના સૌરાષ્ટ્રના મહત્વપૂર્ણ રાજવંશો વૈકલ્પિક પેપર હતું. વિદ્યાર્થીઓએ જે વાંચ્યું હતું તેનાથી સદંતર અલગ જ પેપર પરીક્ષા કેન્દ્રો ઉપર આપવામાં આવતા વિદ્યાર્થીઓ મૂંઝાણા. 15 મિનિટ બાદ બાદમાં સૌરાષ્ટ્રના રાજવંશો નું પેપર આપવામાં આવ્યું. સૌથી મોટો સવાલ હવે ભૂલ કોની પેપર સેટ કરનાર પ્રોફેસરની કે પછી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા નિયામકની.





















