શોધખોળ કરો

ધનતેરસના દિવસે આ વસ્તુ જરૂર ખરીદો, જાણો ખરીદીનું શુભ મૂહર્ત

ધર્મઃ આજે ધનતેરસની ઉજવણી આખા દેશમાં મનાવવામાં આવશે. ધનતેરસ કાર્તિક કૃષ્ણ તેરસના દિવસે ઉજવવામાં આવે છે. માનવામાં આવે છે કે આ દિવસે સમુદ્ધ મંથન દરમિયાન અમૃતનો કળશ લઇને ધન્વંતરી પ્રગટ થયા હતા. ધન્વંતરી દેવતાઓના વૈધ પણ છે. સ્વાસ્થ્ય રક્ષા અને આરોગ્ય માટે આ દિવસે ધન્વંતરી દેવની ઉપાસના કરવામાં આવે છે. ધનતેરસના દિવસે માતા લક્ષ્‍મીજીની પૂજા કરવામાં આવે છે અને ધનના દેવતા કુબેરની પૂજા કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં ધનતેરસ સુખ-સમૃદ્ધિ અને ધનના યોગનું પર્વ માનવામાં આવે છે. આ દિવસોમાં ઘરને સાફ સફાઈ કરીને રાખવું. તેમજ સાંજના સમયે મા લક્ષ્‍મી પૂજા-અર્ચના કરવામાં આવે છે. દીવા પ્રગટાવવામાં આવે છે. આ દિવસે લોકો મૂલ્યવાન ધાતુ જેવી કે નવા વાસણો અને ઘરેણાની ખરીદી કરે છે. આ દિવસે લોકો ભગવાન ગણેશ અને લક્ષ્‍મીજીની મૂર્તિ ખરીદે છે. જેથી ધન સંપત્તિ પ્રાપ્ત થાય છે. તેમજ આખા વર્ષ દરમિયાન ધન અને અન્નની અછત રહે નહીં. ધનતેરસની ખરીદીનું મૂહર્ત શું છે?  -ધનતેરસના દિવસે ખરીદી માટે બે મૂહર્ત વિશેષ શુભ રહેશે. -બપોરે 01:11થી 02 43 સુધી કુંભ લગ્ન -સાંજે 0549 થી 0746 સુધી વૃષ લગ્ન ધનતેરસના દિવસે કઇ રીતે પૂજા કરવામાં આવે છે -સાંજના સમયે ઉત્તર તરફ કુબેર અને ધન્વંતરીની સ્થાપના કરો. -બાદમાં બંન્ને સમક્ષ એક ઘીનો દીવો પ્રગટાવો. -કુબેરને સફેદ મીઠાઇ અને ધન્વંતરીને પીળા રંગની મીઠાઇ ચઢાવો. - પ્રથમ ॐ ह्रीं कुबेराय नमःનો જાપ કરો. -બાદમાં "धन्वन्तरि स्तोत्र"નો પાઠ કરો. -બાદમાં પ્રસાદ ગ્રહણ કરો. -પૂજા બાદ દિવાળી પર કુબેરને ધન સ્થાન પર અને ધન્વંતરીને પૂજા સ્થાન પર સ્થાપિત કરો. ધનતેરસના દિવસે શું ખરીદી કરવી જરૂરી છે? -ધાતુનું વાસણ, જો પાણીનું વાસણ હોય તો ખૂબ સારુ રહેશે. -ગણેશ- લક્ષ્મીજીની મૂર્તિઓ, બંન્ને અલગ અલગ હોવી જરૂરી છે. - અંકોનો બનેલું ધનનું કોઇ યંત્ર ખરીદો.  ધનતેરસના દિવસે શું કરવું જોઇએ અને કઇ બાબતોનું ધ્યાન રાખવું જોઇએ -આ દિવસે ફક્ત કુબેરની પૂજા ના કરો. ધન્વંતરી દેવતાની ઉપાસના પણ જરૂરી છે. -આ દિવસે સોનું, પીતળ, ચાંદી અથવા સ્ટીલની ખરીદી કરો. -દિવાળી માટે ગણેશજી-લક્ષ્મીજીની મૂર્તિઓ અને અન્ય પૂજન સામગ્રી પણ આ દિવસે ખરીદો. -ધનતેરસના દિવસે લોખંડ ખરીદવાનું ટાળો. -આ દિવસે થોડું દાન પણ કરવું જોઇએ અને આ દાન ગરીબોમાં કરો તો વધુ સારું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શનિ નક્ષત્ર પરિવર્તન! 20 ઓગસ્ટ બાદ આ 3 રાશિના જાતકોને કરવો પડશે મુશ્કેલીઓનો સામનો! 
શનિ નક્ષત્ર પરિવર્તન! 20 ઓગસ્ટ બાદ આ 3 રાશિના જાતકોને કરવો પડશે મુશ્કેલીઓનો સામનો! 
Guru Nakshatra Gochar: 12 કલાકમાં બદલાશે ભાગ્ય,  ગુરુ 3 રાશિઓ પર થશે મહેરબાન!
Guru Nakshatra Gochar: 12 કલાકમાં બદલાશે ભાગ્ય,  ગુરુ 3 રાશિઓ પર થશે મહેરબાન!
20 ઓગસ્ટે શનિ બુધ નક્ષત્રમાં કરશે પ્રવેશ, આ 4 રાશિઓ માટે ખૂબ જ ફળદાયી
20 ઓગસ્ટે શનિ બુધ નક્ષત્રમાં કરશે પ્રવેશ, આ 4 રાશિઓ માટે ખૂબ જ ફળદાયી
શ્રાવણમાં આ રીતે કરો શિવ પૂજા, તમામ ઈચ્છાઓ ભોળાનાથ કરશે પૂર્ણ
શ્રાવણમાં આ રીતે કરો શિવ પૂજા, તમામ ઈચ્છાઓ ભોળાનાથ કરશે પૂર્ણ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Embed widget