Gayatri Jayanti 2022: ક્યારે છે ગાયત્રી જયંતી ? જાણો તિથિ, પૂજા માટે શુભ મુહૂર્ત અને વિધિ
Gayatri Jayanti: પંચાગ અનુસાર ગાયત્રી જયંતીનો તહેવાર દર વર્ષે જેઠ સુદ એકાદશી તિથિ પર ઉજવવામાં આવે છે. કહેવાય છે કે આ તિથિએ વેદોની માતા ગાયત્રીની ઉત્પતિ થઈ હતી.
Gayatri Jayanti 2022 Date: હિંદુ ધર્મમાં માતા ગાયત્રીને હિંદુ ભારતીય સંસ્કૃતિના જન્મદાતા માનવામાં આવે છે. પંચાગ અનુસાર ગાયત્રી જયંતીનો તહેવાર દર વર્ષે જેઠ સુદ એકાદશી તિથિ પર ઉજવવામાં આવે છે. કહેવાય છે કે આ તિથિએ વેદોની માતા ગાયત્રીની ઉત્પતિ થઈ હતી. જો કે ગાયત્રી જયંતીને લઇને અનેક મત છે. કેટલાક લોકો તેને ગંગા દશેરા માને છે. સાથે જ કેટલાક લોકો દર વર્ષે શ્રાવણ માસની પૂનમની તિથિએ ગાયત્રી જયંતી ઉજવે છે.
હિન્દુ પંચાગ મુજબ આ વર્ષે જેઠ સુદ એકાદશી તિથિ 10 જૂન શુક્રવારે આવે છે. આ દિવસે નિર્જળા એકાદશી પણ છે. નિર્જળા એકાદશીના દિવસે લોકો પાણી લીધા વગર વ્રત રાખે છે અને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરે છે.
ગાયત્રી જયંતી 2022 શુભ મુહૂર્ત
તિથિ પ્રારંભઃ 10 જૂન, 2022 શુક્રવાર, સવારે 7.25 કલાક
તિથિ સમાપ્તઃ 11 જૂન, 2022 શનિવાર, સવારે 5.45 કલાક
પૂજા વિધિ
ગાયત્રી જયંતિના દિવસે ભક્તે સવારે ઉઠીને સ્નાન વગેરેથી નિવૃત્ત થઈ ઘરમાં પૂજા સ્થળ પર બેસવું જોઈએ. ત્યાર બાદ માતા ગાયત્રીની મૂર્તિને પૂજા ચોકી પર સ્થાપિત કરી ગંગાજળથી પવિત્ર કરવી જોઈએ. શુદ્ધિકરણ કર્યા બાદ માતા ગાયત્રીને અક્ષત, ફૂલો, મીઠાઈઓ, ચંદન વગેરે અર્પણ કરો. ત્યારબાદ ધૂપનો દીવો પ્રગટાવો. હવે ગાયત્રી મંત્રનો જાપ ઓછામાં ઓછા 108 વાર કરો. છેવટે ગાયત્રી ચાલીસા અને આરતી કરો. અંતે વિસર્જન કરો અને હાથ જોડીને પ્રણામ કરો. પ્રસાદનું વિતરણ કરો.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો.