Navratri upay: નવરાત્રિમાં ભૂલથી પણ કિચનમાં ન રાખો આ ચીજ, ઘરમાં દરિદ્રતાને નોતરશો
Vastu Tips for Kitchen: વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં દરેક વસ્તુ રાખવાના નિયમો ઘરના રસોડામાં ક્યારેય ખાસ કરીને નવરાત્રિ દરમિયાન આ વસ્તુ ન રાખવી જોઇએ
Vastu Tips for Kitchen: શારદિય નવરાત્રિના પર્વમાં કેટલાક નિયમોને અનુસરવાથી દેવીમાની કૃપા ઘરના સભ્યો પર વરશે છે અને આપ માની અનુકંપાના પાત્ર બની શકો છો. આ પાત્રતા કેળવવા માટે કેટલાક નિયમો અનુસરવા જરૂરી છે. આપ રસોડાને નવરાત્રિ પહેલા ક્લિન કરી દો. રસોડામાં લસણ ડુંગળી કે માંસ માછલી એગ જેવી કોઇ વસ્તુ ન રાખો. રસોડાને લઇને વાસ્તુમાં કેટલાક નિયમો આપવામાં આવ્યાં છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર આપણા ઘરમાં વસ્તુઓ રાખવાની દરેક દિશા અને યોગ્ય સ્થાન જણાવવામાં આવ્યું છે. કઈ વસ્તુનું મહત્વ ક્યાં ક્યાં રાખવું જોઈએ તે પણ સમજાવવામાં આવ્યું છે. આ વસ્તુઓ સાથે આપણું ભાગ્ય જોડાયેલું છે, જેની અસર આપણા ઘરની આર્થિક સ્થિતિ પર પણ પડે છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડામાં રાખવામાં આવેલી કેટલીક વસ્તુઓ નકારાત્મક અસર કરે છે. રસોડું એ આપણા ઘરનું સૌથી મહત્વનું સ્થાન છે. ત્યાં દેવી લક્ષ્મી અને માતા અન્નપૂર્ણા નિવાસ કરે છે અને તેમના આશીર્વાદથી આપણને ભોજન મળે છે. તેથી રસોડાની જાળવણી અને તેમાં રાખવામાં આવતી વસ્તુઓને લઈને વાસ્તુશાસ્ત્રમાં ઘણા મહત્વપૂર્ણ નિયમો જણાવવામાં આવ્યા છે. જેને આપણે અનુસરવું જોઈએ અને તેનું પાલન ન કરવાથી ગરીબી, આર્થિક સ્થિતિ બગડે છે અને ઘરમાં કલહ થઈ શકે છે.
ઘરના રસોડામાં ન રાખો આ વસ્તુઓ-
તૂટેલા વાસણો ક્યારેય રસોડામાં ન રાખો, જો કોઈ વ્યક્તિ ખાવા-પીવા માટે તૂટેલા વાસણોનો ઉપયોગ કરે છે, તો આવું કરવાથી તે વ્યક્તિનું દુર્ભાગ્ય થઈ શકે છે.
તમારા રસોડામાં સાવરણી ક્યારેય ન રાખવી જોઈએ. સાવરણી હંમેશા દેખાઇ નહિ તેમ છુપાવીને રાખવી. ખોટી જગ્યાએ રાખવાથી વ્યક્તિનું કામ બગડી શકે છે અને વ્યક્તિ ગરીબ બની શકે છે.
રસોડામાં પ્લાસ્ટિકના કન્ટેનર પણ ન રાખવા જોઈએ. આ નકારાત્મક ઊર્જાના સ્ત્રોત બની જાય છે, તેના બદલે આપણે સ્ટેનલેસ સ્ટીલ, લાકડા અને અન્ય પ્રકારના કન્ટેનરનો ઉપયોગ કરવો જોઈએ જે નકારાત્મક ઊર્જાને ઘટાડી શકે છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના રસોડાની અંદર ક્યારેય પણ મંદિરની સ્થાપના ન કરવી જોઈએ કારણ કે રસોડામાં રસોઇ બને કેટલીક વખત ખાધેલો ખોરાક પણ પડેલો હોય છે આવો જુઠો ખારોક હોય ત્યા માનું સ્થાપન નથી થતું , તે મૂર્તિનું અપમાન છે.
રસોડામાં અરીસો રાખવાથી તે સ્થાનની વાસ્તુ બગડી શકે છે. તેથી, તમારે પહેલા વાસ્તુશાસ્ત્રના નિષ્ણાતની સલાહ લેવી જોઈએ કે અરીસો ક્યાં રાખવો જેથી તે નકારાત્મક ઊર્જાને દૂર રાખે.
વાસ્તુ અનુસાર રસોડામાં દવાઓ પણ ન રાખવી જોઈએ, તેનું કારણ એ છે કે દવાઓ નકારાત્મક ઉર્જા આકર્ષે છે અને ઘરમાં નકારાત્મકતા પેદા કરી શકે છે.