Horoscope Today 6 March 2022: આજે છે વિનાયક ચતુર્થી, ગણપતિની કૃપાથી આ રાશિના જાતકોને નોકરીમાં મળી શકે છે પ્રમોશન, જાણો તમામ રાશિનું રાશિફળ
Today Horoscope: કર્ક, વૃશ્ચિક અને મીન રાશિના જાતકો માટે આજનો દિવસ વિશેષ છે.
Horoscope Today 6 March 2022, Daily Horoscope: પંચાગ અનુસાર આજે 6 માર્ચ 2022 શનિવારને ફાગણ ચોથની તિથિ છે. આજનો દિવસ મહત્વપૂર્ણ છે. આજનો દિવસ ગણપતિને સમર્પિત છે. આ દિવસને વિનાયક ચતુર્થી પણ કહે છે. આજે ચંદ્ર મીન રાશિમાં ગોચર કરશે. આજે અશ્વિની નક્ષત્ર છે. આ દિવસે કેટલીક રાશિએ વિશેષ સાવધાની રાખવાની જરૂર છે. આ દિવસે ચંદ્ર મીન રાશિમાં ગોચર કરી રહ્યો છે. આજે રેવતી નક્ષત્ર છે. આવો જાણીએ કેવો રહેશે તમારો આજનો દિવસ
મેષ
આજના દિવસે પડકારનો સામનો કરવામાં સફળ રહેશો. વણઉકેલાયા પ્રશ્નોનો નિકાલ લાવી શકશો. માનસિક શાંતી જળવાય. કામકાજ અંગે યોગ્ય અને જરૂરી નિર્ણય લઇ શકાય. પરિવારના સભ્યો સાથે આનંદ, અનુભવી શકાશે. કરેલા રોકાણોના સારા ફળ મળતા જણાય. સુખ શાંતીમાં વધારો થાય.
વૃષભ
આજના દિવસે દ્રઢ ઈચ્છા શક્તિના બળે લક્ષ્ય સુધીમાં પહોંચમાં સફળ થશો. ઓફિસમાં સારું પ્રદર્શન પ્રમોશન સુધી લઈ જઈ શકે છે. ધન સાથે સંકળાયેલ બાબતો માટે નાણાંના જરૂરી, ખર્ચ ઘટાડવાના પ્રયત્નો કરવા. નાણાંના આયોજનમાં સાવધાની જરૂરી. વિદેશ સંબંધી બાબતો માટે શુભ, દામ્પત્ય ક્ષેત્રે આનંદ રહે.
મિથુન
આજના દિવસે માનસિક રીતે વ્યસ્ત રહેશો. નાણાંની વખતસર હેરફેર થતી જણાય. કાર્યક્ષેત્રે મિત્રોનો સાથ સહકાર મળે. સંતાનો તરફથી હર્ષ, સાંસારીક સંબંધોમાં તણાવ વધવાની શક્યતા. આરોગ્ય જળવાશે.
કર્ક
આજના દિવસે અધ્યાત્મ પર ધ્યાન આપીને ધર્મ કર્મ કરો, સૂર્યને અંજલિ આપો. નોકરી ધંધામાંથી સારા સમાચાર મળે. માતા-પિતાનું આરોગ્ય જળવાય તથા તેમની મદદ મળે. સ્નાયુના રોગોથી સાચવવું, જીવનસાથી સાથે આનંદ જળવાય. વાહન ચલાવતિ વખતે ધ્યાન રાખવું. ગ્રહોની નકારાત્મક સ્થિતિ દુર્ઘટના કરાવી શકે છે.
સિંહ
આજના દિવસે નિર્ણય લેતા પહેલા વડીલોના સલાહ અવશ્ય લેજો. આકસ્મિક ધનપ્રાપ્તીના યોગ બની રહ્યા છે. ભાગ્યના બળે ફસાયેલા નાણાં છૂટા થાય. પરિવારમાં આનંદ, કરેલા રોકાણોમાંથી આવક મળતી જણાય. દામ્પત્ય ક્ષેત્રે ગુસ્સો ટાળવો. પિતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે.
કન્યા
દિવસ દરમિયાન માનસિક પરિતાપ રહેશે અને ભાગ્યનો સાથ ઓછો મળશે. આવકનું પ્રમાણ ઘટતું જણાય. નોકરી-ધંધામાં દિવસ શાંતીથી પસાર કરી દેવો. સંતાનોની પ્રાપ્તી સંતોષકારક નીવડશે. જૂના મિત્રો સાથે ફોન પર વાત થઈ શકે છે.
તુલા
આજના દિવસે ઉતાવળમાં નિર્ણય લેતા બચજો. જીવનસાથી સાથે આનંદની અનુભૂતી કરી શકો. પ્રિયપાત્ર સાથે ઉત્તમ પ્રેમ જળવાશે. ભાગીદારીના સંબંધોમાં ફાયદો થતો અનુભવાય. આરોગ્ય જળવાશે. ભાગ્ય દ્વારા કાર્ય સફળતા અનુભવી શકાશે.
વૃશ્ચિક
આજના દિવસે સામાજિક કાર્યક્રમમાં હિસ્સો લેજો. આજે આરોગ્યની કાળજી રાખવી. શરદી-ખાંસીની સમસ્યા વધતી જણાય. પરિવાર માટે સામાન્ય દિવસ છે. નવા રોકાણો કરવાની શક્યતા વધતી જણાય. નોકરી-ધંધામાં પ્રગતીનો અનુભવ કરી શકાય. પરિવારજનો સાથે ભૂલથી તણાવની સ્થિતિ પેદા થઈ શકે છે.
ધન
આજના દિવસે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. થોડી માનસિક અશાંતિ અનુભવી શકાય. પરંતુ સંતાનની પ્રગતિથી આનંદ અનુભવાય. આદ્યાત્મિક પ્રગતિ શક્ય બનશે. વિદ્યાર્થીઓ માટે ઉત્તમ દિવસ. માન-સન્માનમાં વધારો થતો અનુભવાય. સંબંધોને લઈ સતર્ક રહેજો. એકબીજાનું સન્માન કરજો.
મકર
આજના દિવસે પડકારનો મક્કમતાથી સામનો કરજો. નોકરિયાત વર્ગને નવી ઉપલબ્ધિ હાંસલ કરવાનો અવસર મળશે. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. જમીન-મકાન વાહન સુખમાં વધારો થાય. ધંધાકીય રીતે દિવસ સારો પસાર થાય. સાંધાના દુઃખાવાથી સાચવવું. આદ્યાત્મિક પ્રગતિથી આનંદ થાય.
કુંભ
આજના દિવસે જૂના નિયમોને બદલવાની જરૂર છે. પરિવારમાં વિખવાદને કારણે માનસિક અશાંતી રહે. યાત્રા-પ્રવાસ ટાળવા. ભાગ્ય બે ડગલા પાછળ ચાલતું જણાય. મહેનત વધારે કરવી પડે. માન-સન્માન હણાતું જણાય. અગત્યના રોકાણો ટાળવા. પરિવાર તથા મિત્રો સાથે ફરવા જઈ શકો છો.
મીન
આજે આત્મવિશ્વાસ ઓછો ન થવા દેતા. આવકનું પ્રમાણ જળવાતાં આનંદ-ઉત્સાહ વધવા પામે. નાના ભાઇ-બહેનોનો સાથ સહકાર મળે. જૂના મિત્રનો મિલન મુલાકાત શક્ય બને. સ્વાસ્થ્ય સારૂં રહેશે. ઘરમાં કોઈ જન્મદિવસ હોય તો પ્રસન્નતાથી મનાવો.