શોધખોળ કરો

Ganesh Chaturthi 2026: ગણેશ ચતુર્થી પર કેવી રીતે કરશો બાપ્પાનું સ્થાપન, જાણો વિધિ અને શુભ મુહૂર્ત

ભાદરવા સુદ પક્ષની ગણેશ ચતુર્થી પર હિન્દુ પરિવારમાં ગણપતિની સ્થાપના કરવામાં આવે છે. ગણેશ સ્થાપના સાચી વિધિ અને નિયમોથી કરવી જ શુભ માનવામાં આવે છે. મૂર્તિની દિશાથી લઈને ભોગ સુધી, સ્થાપના સમયે કેટલીક ખાસ વાતો સમજવી જરૂરી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગણેશ ઉત્સવ ૧૪ સપ્ટેમ્બરથી શરૂ, ડાબી સૂંઢવાળી મૂર્તિ શુભ.
  • પૂજા માટે સ્વચ્છ સ્થાને લાલ વસ્ત્ર પાથરી સ્થાપના કરો.
  • ધ્યાન કરી ફૂલ, દૂર્વા, મોદક અર્પણ કરી આરતી કરો.
  • તુલસી, કેતકી ટાળો; સ્વચ્છતા, શ્રદ્ધાથી પૂજા કરો.

Ganesh Chaturthi 2026: ગણેશ ચતુર્થીની સાથે ઘર-ઘર ગણપતિ બાપ્પાના સ્વાગતની તૈયારીઓ શરૂ થઈ જાય છે. આ દરમિયાન શ્રદ્ધાળુઓ ભગવાન ગણેશની પ્રતિમા ઘર લાવીને વિધિ-વિધાનથી તેમની સ્થાપના કરે છે. આ દરમિયાન પૂજાની સાચી વિધિ અને નિયમોનું ધ્યાન રાખવું જરૂરી છે. આ વર્ષે 10 દિવસીય ગણેશ ઉત્સવની શરૂઆત 14 સપ્ટેમ્બર, સોમવારથી થઈ રહી છે. આવો જાણીએ કે ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરવાની સાચી વિધિ શું છે અને કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

મૂર્તિ પસંદ કરતી વખતે શું ધ્યાન આપશો
વાસ્તુ માન્યતાઓ અનુસાર, ઘરમાં ગણેશજીની ડાબી તરફ વળેલી સૂંઢવાળી પ્રતિમા રાખવી શુભ જણાવવામાં આવી છે. તેને સુખ અને પ્રસન્નતા સાથે જોડીને જોવામાં આવે છે. વળી, જમણી તરફ વળેલી સૂંઢવાળી પ્રતિમાની પૂજામાં વિશેષ નિયમોનું પાલન કરવું જરૂરી છે. ઘર માટે બેઠેલા ગણેશજીની પ્રતિમાને પણ શુભ માનવામાં આવે છે. તેને લલિતાસન મુદ્રા કહેવામાં આવે છે. માન્યતા છે કે આ ઘરમાં શાંત વાતાવરણ જાળવી રાખવામાં સહાયક હોય છે.

ગણપતિ સ્થાપનાનું શુભ મુહૂર્ત

ગણપતિ બાપ્પાની મૂર્તિની સ્થાપના માટે મધ્યાહ્નનો સમય સૌથી શુભ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા પ્રમાણે ભગવાન ગણેશનો જન્મ પણ મધ્યાહ્ન સમયે થયો હતો. 14 સપ્ટેમ્બર 2026ના રોજ ગણેશ પૂજા અને મૂર્તિ સ્થાપના માટેનો શુભ સમય સવારે 11:02 વાગ્યાથી બપોરે 1:31 વાગ્યા સુધી રહેશે. ભક્તો આ સમય દરમિયાન વિધિપૂર્વક બાપ્પાની સ્થાપના કરી શકે છે.

ગણેશ સ્થાપનાની પૂજા વિધિ

સ્નાન અને પૂજાની તૈયારી: ગણેશ ચતુર્થીના દિવસે સવારે જલ્દી ઉઠીને સ્નાન કરો અને સાફ કપડાં પહેરો. આ પછી ઘરના સ્વચ્છ સ્થાન પર પૂજાની તૈયારી કરો.

ચોકી: પૂર્વ દિશા તરફ મુખ કરીને બેસો. હવે બાજોટ પર  લાલ અથવા પીળા રંગનું સાફ કપડું પાથરો.

સ્વાસ્તિક: એક થાળી લો અને તેમાં ચંદન અથવા કુમકુમથી સ્વાસ્તિક બનાવો. હવે આ જ સ્વાસ્તિકની ઉપર ભગવાન ગણેશની પ્રતિમા સ્થાપિત કરો.

રિદ્ધિ-સિદ્ધિની સ્થાપના: ગણેશજીની પ્રતિમાની બંને ઓર રિદ્ધિ-સિદ્ધિના પ્રતીક તરીકે સોપારી રાખો.

કલશ સ્થાપના: ગણેશજીની જમણી તરફ માટી, તાંબા અથવા પીતળનો કલશ રાખો. તેમાં જળ ભરો અને ઉપર આંબાના પાન લગાવીને નાળિયેર રાખો.

ગણપતિનું ધ્યાન: હાથમાં અક્ષત લઈને ભગવાન ગણેશનું ધ્યાન કરો અને પછી અક્ષત તેમના ચરણોમાં અર્પણ કરો.

પૂજા સામગ્રી અને ભોગ: ગણપતિ બાપ્પાને ફૂલોની માળા, દૂર્વા, હળદર, મોલી, ચંદન અને નાળિયેર વગેરે અર્પણ કરો. ભગવાન ગણેશને મોદક અથવા લાડુનો ભોગ લગાવો.

મંત્રનો જાપ કરો: આ પછી ઘીનો દીપક અને ધૂપ પ્રગટાવીને ભગવાન ગણેશના મંત્રનો જાપ કરો. પૂજા દરમિયાન આ મંત્રનો જાપ કરોઃ
વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભઃ। નિર્વિઘ્નં કુરુ મે દેવઃ સર્વકાર્યેષુ સર્વદા॥

ચાલીસા અને આરતી: અંતમાં ગણેશ ચાલીસાનો પાઠ કરો અને વિધિ-વિધાનથી ભગવાન ગણેશની આરતી કરો.

આ પણ વાંચો : પ્રાકૃતિક માટીથી બનેલા ભગવાન શ્રીગણેશનું વિસર્જન શા માટે કરવામાં આવે છે?

ગણેશ સ્થાપનાના જરૂરી નિયમો

ઘરમાં ગણેશજીની ડાબી તરફ વળેલી સૂંઢવાળી પ્રતિમા રાખવી શુભ માનવામાં આવે છે.

ઘર માટે બેઠેલી મુદ્રાવાળા ગણેશજીની પ્રતિમાને શુભ માનવામાં આવી છે.

ગણેશ પૂજામાં તુલસીના પાન અર્પણ કરવા જોઈએ નહીં.

પૂજામાં કેતકીનું ફૂલ, તૂટેલા કે સૂકા અક્ષત ન ચઢાવો.

પૂજા સ્થળની સાફ-સફાઈ અને પવિત્રતાનું વિશેષ ધ્યાન રાખો.

ગણપતિ બાપ્પાને સવાર-સાંજ ભોગ લગાવવાની પરંપરા છે.

ભગવાનને એક લોટો જળ જરૂર અર્પણ કરો.

જેટલા દિવસ ગણેશજી ઘરમાં બિરાજમાન રહે, તેટલા દિવસ બંને સમય આરતી કરો.

ગણપતિની પ્રતિમાને ઘરમાં રાખતી વખતે ઘરને સંપૂર્ણપણે ખાલી ન છોડો.

આ દરમિયાન ઘરમાં ડુંગળી-લસણનો ઉપયોગ ન કરવાની માન્યતા છે.

ગણેશજીની પ્રતિમાને અપવિત્ર હાથેથી સ્પર્શ ન કરો.

પૂજા હંમેશાં પૂરી શ્રદ્ધા અને શાંતિપૂર્વક કરો.

Frequently Asked Questions

ઘર માટે ગણેશજીની કઈ પ્રકારની મૂર્તિ શુભ માનવામાં આવે છે?

વાસ્તુ અનુસાર, ઘરમાં ડાબી તરફ વળેલી સૂંઢવાળી અને બેઠેલી મુદ્રાવાળા ગણેશજીની પ્રતિમા શુભ મનાય છે. આ સુખ, પ્રસન્નતા અને શાંત વાતાવરણ જાળવવામાં મદદરૂપ થાય છે.

ગણેશ પૂજામાં કઈ વસ્તુઓનો ઉપયોગ ટાળવો જોઈએ?

ગણેશ પૂજામાં તુલસીના પાન, કેતકીનું ફૂલ અને તૂટેલા કે સૂકા અક્ષત ચઢાવવા ન જોઈએ. આ વસ્તુઓ ભગવાન ગણેશને અર્પણ કરવી અશુભ મનાય છે.

ગણેશજીને ઘરમાં બિરાજમાન રાખતી વખતે કયા નિયમોનું પાલન કરવું જોઈએ?

ગણપતિ બાપ્પાને સવાર-સાંજ ભોગ લગાવવો અને બંને સમય આરતી કરવી. ઘરને સંપૂર્ણપણે ખાલી ન છોડવું અને ડુંગળી-લસણનો ઉપયોગ ટાળવો જોઈએ.

2026 માં ગણેશ ચતુર્થી ક્યારે શરૂ થાય છે?

વર્ષ 2026 માં 10 દિવસીય ગણેશ ઉત્સવની શરૂઆત 14 સપ્ટેમ્બર, સોમવારથી થઈ રહી છે.

Advertisement

ટોપ સ્ટોરી

Today's horoscope: ગુરૂવારનો દિવસ આ 5 રાશિના ફળશે, જાણો 12 રાશિફળનું રાશિફળ
Today's horoscope: ગુરૂવારનો દિવસ આ 5 રાશિના ફળશે, જાણો 12 રાશિફળનું રાશિફળ
Today's Horoscope: ગોપાષ્ટમીના અવસરે 4 રાશિને થશે લાભ, જાણો કઇ છે લકી રાશિ
Today's Horoscope: ગોપાષ્ટમીના અવસરે 4 રાશિને થશે લાભ, જાણો કઇ છે લકી રાશિ
તુલસી વિવાહ બાદ શરૂ થશે લગસરાની સિઝન, જાણો નવેમ્બર અને ડિસેમ્બરમાં ક્યાં છે લગ્નના શુભ મૂહૂર્ત
તુલસી વિવાહ બાદ શરૂ થશે લગસરાની સિઝન, જાણો નવેમ્બર અને ડિસેમ્બરમાં ક્યાં છે લગ્નના શુભ મૂહૂર્ત
Today's Horoscope: કર્ક સહિત આ રાશિના જાતકને થશે ધનલાભ, જાણો રવિવારનું ભવિષ્યકથન
Today's Horoscope: કર્ક સહિત આ રાશિના જાતકને થશે ધનલાભ, જાણો રવિવારનું ભવિષ્યકથન
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આઈસ્ક્રીમ કે ફ્રોઝન ડેઝર્ટ ?
Hun To Bolish : હું તો બોલીશ : બંદૂકિયો ઉપસરપંચ
Hun To Bolish : હું તો બોલીશ : કેનાલોનું પાણી કોના પાપે આફત ?
Randeep Surjewala : ગુજરાતના 6.53 લાખ પરિવારોના પૈસા ફસાયા? SD Pay કૌભાંડ મુદ્દે સુરજેવાલાનો દાવો
Bharuch Canal Breach: ભરૂચમાં કેનાલમાં ગાબડું શાહુડીએ પાડ્યું કે તંત્રની બેદરકારીએ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'12 લાખ રૂપિયાની આવક પર ટેક્સ રાહત આપી, શું તમે પગાર વધાર્યો?' PM મોદીનો ઉદ્યોગ જગતને સવાલ
'12 લાખ રૂપિયાની આવક પર ટેક્સ રાહત આપી, શું તમે પગાર વધાર્યો?' PM મોદીનો ઉદ્યોગ જગતને સવાલ
વોકલ ફોર લોકલના અભિયાન વચ્ચે AMCનો વિવાદીત નિર્ણય, હોસ્પિટલ માટે ચાઈનાથી મશીનની કરશે ખરીદી
વોકલ ફોર લોકલના અભિયાન વચ્ચે AMCનો વિવાદીત નિર્ણય, હોસ્પિટલ માટે ચાઈનાથી મશીનની કરશે ખરીદી
New PUC Rules: કાર માલિકો માટે મોટા સમાચાર! હવે વારંવાર PUC કરાવવાની ઝંઝટ ખતમ
New PUC Rules: કાર માલિકો માટે મોટા સમાચાર! હવે વારંવાર PUC કરાવવાની ઝંઝટ ખતમ
પાકિસ્તાની વિદ્યાર્થીએ પૂછ્યું- ભારત સાથે મળીને કામ કરી શકીએ? રાહુલ ગાંધીએ શું આપ્યો જવાબ?
પાકિસ્તાની વિદ્યાર્થીએ પૂછ્યું- ભારત સાથે મળીને કામ કરી શકીએ? રાહુલ ગાંધીએ શું આપ્યો જવાબ?
EPFO New Rules: કર્મચારીઓ માટે મોટી રાહત, હવે 55 વર્ષ અગાઉ ઉપાડી શકાશે પીએફના 90 ટકા પૈસા
EPFO New Rules: કર્મચારીઓ માટે મોટી રાહત, હવે 55 વર્ષ અગાઉ ઉપાડી શકાશે પીએફના 90 ટકા પૈસા
Vadodara News: વડોદરાના પંડ્યા બ્રિજ પર હિટ એન્ડ રન, ડમ્પરની ટક્કરે દંપતીનું કરુણ મોત
Vadodara News: વડોદરાના પંડ્યા બ્રિજ પર હિટ એન્ડ રન, ડમ્પરની ટક્કરે દંપતીનું કરુણ મોત
વાવાઝોડું અકવાનના કારણે 10 રાજ્યોમાં એલર્ટ, 23 ટ્રેનનો બદલાયો સમય, 110KMની ઝડપે ફૂંકાશે પવન
વાવાઝોડું અકવાનના કારણે 10 રાજ્યોમાં એલર્ટ, 23 ટ્રેનનો બદલાયો સમય, 110KMની ઝડપે ફૂંકાશે પવન
રાહુલના આર્થિક સંકટના નિવેદન પર PM મોદીનો જવાબ, FICCIના મંચ પરથી કહ્યું- ભારત પ્રગતિના સાચા માર્ગે
રાહુલના આર્થિક સંકટના નિવેદન પર PM મોદીનો જવાબ, FICCIના મંચ પરથી કહ્યું- ભારત પ્રગતિના સાચા માર્ગે
Embed widget