New PUC Rules: કાર માલિકો માટે મોટા સમાચાર! હવે વારંવાર PUC કરાવવાની ઝંઝટ ખતમ
New PUC Rules: કેન્દ્ર સરકારે વાહનો માટે PUC મેળવવાના નિયમોમાં ફેરફાર કર્યો છે. નવા BS-6 ધરાવતા ખાનગી વાહનોને હવે વારંવાર PUC રિન્યૂ કરાવવાની જરૂર રહેશે નહીં

New PUC Rules: કેન્દ્ર સરકારે વાહનો માટે PUC મેળવવાના નિયમોમાં ફેરફાર કર્યો છે. નવા BS-6 ધરાવતા ખાનગી વાહનોને હવે વારંવાર PUC રિન્યૂ કરાવવાની જરૂર રહેશે નહીં. જો તમારું ખાનગી વાહન 6 વર્ષ સુધી જૂનું હોય તો એક જ PUC 3 વર્ષ માટે માન્ય રહેશે. વધુમાં વાહન જૂનું થતાં PUC રિન્યૂ કરાવવાનો સમયગાળો ઘટતો જશે. તેથી વાહન માલિકો માટે તેમના વાહન માટેના નવા નિયમોને સમજવું મહત્વપૂર્ણ છે.
ખાનગી વાહનો માટેના નિયમો હેઠળ
નવા નિયમો હેઠળ BS-VI સુસંગત ખાનગી વાહનો માટે PUCની માન્યતા તેમના સમયના આધારે નક્કી કરવામાં આવે છે.
જો વાહન 6 વર્ષ સુધી જૂનું હોય તો એક જ PUC પ્રમાણપત્ર 3 વર્ષ માટે માન્ય રહેશે.
વધુમાં 6 થી 10 વર્ષ જૂના વાહનોને વાર્ષિક ધોરણે તેમના PUC પ્રમાણપત્ર રિન્યુ કરાવવાની જરૂર પડશે.
10 વર્ષથી વધુ જૂના વાહનોને દર 6 મહિને નવા PUC પ્રમાણપત્રની જરૂર પડશે.
આનો અર્થ એ થયો કે જો તમારી કાર 5 વર્ષ જૂની છે તો તમારે દર 6 મહિને કે દર વર્ષે PUC પ્રમાણપત્ર લેવાની જરૂર રહેશે નહીં. એકવાર તમે પ્રમાણપત્ર મેળવી લો પછી તે 3 વર્ષ માટે માન્ય રહેશે.
કોમર્શિયલ વાહનો માટે બદલાયેલી સિસ્ટમ
સરકારે BS-VI કોમર્શિયલ વાહનો એટલે કે પરિવહન વાહનો માટે એક અલગ સમય મર્યાદા નક્કી કરી છે. ડ્રાઇવરોએ તેમના વાહનના આધારે આ બાબતની જાણ રાખવી જોઈએ.
જો તમારું વાહન 6 વર્ષ સુધી જૂનું છે તો PUC પ્રમાણપત્ર 2 વર્ષ માટે માન્ય રહેશે.
વધુમાં જો વાહન 6 થી 10 વર્ષ જૂનું છે તો તમારે દર વર્ષે PUC રિન્યુ કરવાની જરૂર પડશે.
ઉપરાંત 10 વર્ષથી વધુ જૂના વાહનો માટે દર 6 મહિને એક નવું PUC પ્રમાણપત્ર જરૂરી રહેશે.
નિયમો ક્યારે અમલમાં આવ્યા?
સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે આ નિયમો ક્યારે લાગુ થયા છે. મંત્રાલયે 13 નવેમ્બર, 2026ના રોજ એક જાહેરનામું બહાર પાડ્યું હતું અને તે સરકારી ગેઝેટમાં પ્રકાશિત થયા પછી આજે 19 નવેમ્બર, 2026ના રોજ અમલમાં આવ્યું.
નિયમોને ઝડપથી સમજો:
6 થી 10 વર્ષ જૂના વાહનો માટે દર વર્ષે અને 10 વર્ષથી વધુ જૂના વાહનો માટે દર 6 મહિને પીયુસી જરૂરી રહેશે.
કોમર્શિયલ બીએસ-6 વાહનોની માન્યતા 6 વર્ષ માટે ૨ વર્ષની રહેશે, ત્યારબાદ દર વર્ષે અને 10 વર્ષ પછી દર 6 મહિને તપાસ કરવામાં આવશે.
જૂના બીએસ-1, 2 અને 3 વાહનો માટે 3 મહિનાનો નિયમ અમલમાં રહેશે અને બીએસ-4 માટે 6 મહિનાનો નિયમ અમલમાં રહેશે.





















