Navratri 2024 6th Day:નવરાત્રિના છઠ્ઠા નોરતે, માતા કાત્યાયનીની પૂજાનું શુભ મૂર્હૂત, વિધિ અને મંત્ર જાણો
Shardiya Navratri 2024 Sixth Day: નવરાત્રિનો છઠ્ઠો દિવસ માતા કાત્યાયનીને સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે માતા કાત્યાયનીની પૂજા કરવાથી ભક્તોને જીવનમાં સુખ, સમૃદ્ધિ અને કીર્તિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.
Navratri 2024 6th Day:નવરાત્રિનો છઠ્ઠો દિવસ માતા કાત્યાયનીને સમર્પિત છે. આ સ્વરૂપમાં માતા ભક્તોને શત્રુઓ પર વિજયનું વરદાન આપે છે. એવું માનવામાં આવે છે કે દેવી દુર્ગાની છઠ્ઠી શક્તિ માતા કાત્યાયનીનો જન્મ મહર્ષિ કાત્યાયનીના ઘરે થયો હતો, તેથી તેમનું નામ કાત્યાયની પડ્યું. વહેલા લગ્ન, વૈવાહિક જીવનમાં સુખ અને શત્રુઓ પર વિજય મેળવવા માટે માતા કાત્યાયનીની પૂજા સિધ્ધ માનવામાં આવે છે. માતા કાત્યાયની સમગ્ર બ્રજમંડળના પ્રમુખ દેવતા છે. તેમના આશીર્વાદથી ભક્તને ઈચ્છિત જીવનસાથી મળે છે.
માતા કાત્યાયનીના પૂજાનું શુભ મૂહૂર્ત
વૈદિક કેલેન્ડર અનુસાર, દેવી કાત્યાયનીની પૂજા કરવાનો શુભ સમય સવારે 11:40 થી 12:30 સુધીનો રહેશે. આ શુભ મુહૂર્તમાં પૂજા કરવી શુભ રહેશે.
નવરાત્રિના છઠ્ઠા દિવસે કાત્યાયની દેવીની પૂજા કરવા માટે, સવારે ઉઠીને સ્નાન કરો અને પૂજા સ્થાનને સાફ કરો. આ પછી, કલશની પૂજા કર્યા પછી, તમારા હાથમાં ફૂલ લઈને માતા દુર્ગા અને માતા કાત્યાયનીનું ધ્યાન કરો અને માતાના ચરણોમાં ફૂલ અર્પણ કરો. આ પછી દેવી માતાને અક્ષત, કુમકુમ, ફૂલ અને સોળ શણગાર અર્પણ કરો. તે પછી માતા કાત્યાયનીને મધ અને મીઠાઈ ચઢાવો. દેવી માતાને જળ ચઢાવો અને દુર્ગા ચાલીસા અને દુર્ગા સપ્તશતીનો પાઠ કરો.
મા કાત્યાયનીનો ભોગ
માતા કાત્યાયનીની પૂજામાં દેવીને મધ અથવા મધમાંથી બનાવેલો હલવો અર્પણ કરો. ધાર્મિક માન્યતા છે કે તેનાથી સુંદરતા વધે છે. વૈવાહિક જીવનમાં મધુરતા આવે છે અને ધનમાં પણ વધારો થાય છે.
મા કાત્યાયનીનો પ્રિય રંગ
મા દુર્ગાના છઠ્ઠા સ્વરૂપ મા કાત્યાયનીનો પ્રિય રંગ લાલ છે. આ રંગ હિંમત અને શક્તિ દર્શાવે છે. આ દિવસે લાલ રંગ પહેરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે.
માતા કાત્યાયનીનો સિદ્ધ મંત્ર
પ્રથમ મંત્ર
સર્વમંગલ્ય માંગલ્યે શિવે સર્વાધ સાઘિકે
શરણ્યે ત્ર્યમ્બિકે ગૌરી નારાયણિ નમોસ્તુતે ।
બીજો મંત્ર
ઓમ ક્લીં કાત્યાયની મહામાયા મહાયોગિન્યા ઘીશ્વરી,
નન્દ ગોપ સુતાન દેવી પતિ મે કુરુતે નમઃ ।
ત્રીજો મંત્ર
પત્નીનું મનોરમા દેહિ,મનો વૃત્તિ અનુસાણિમ
તારિણી દુર્ગ સંસાર સાગરસ્ય કુલોદ્ભવમ્ ।