શોધખોળ કરો

21 જૂને મંગળનું વૃષભ રાશિમાં ગોચર: આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય, થશે બમ્પર ધનલાભ

mars transit in taurus 2026: 11 દિવસ બાદ ગ્રહોના સેનાપતિ મંગળ શુક્રની રાશિમાં પ્રવેશ કરશે, જાણો કઈ રાશિઓને થશે ફાયદો અને શું છે તેના સચોટ ઉપાયો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • 21 જૂન 2026 મંગળ વૃષભમાં, 5 રાશિને લાભ.
  • વૃષભ, કર્ક, સિંહ, ધનુ, મીન માટે સુવર્ણ કાળ.
  • કારકિર્દી, નાણાકીય સ્થિતિ સુધરશે; આત્મવિશ્વાસ વધશે.
  • હનુમાન પૂજા, મંગળવારે દાન કરવાથી વિશેષ લાભ.

mars transit in taurus 2026: જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના ગોચરનું (એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ) ખૂબ મોટું મહત્વ હોય છે. આગામી 21 જૂન 2026 ના રોજ હિંમત અને ઊર્જાનો કારક ગ્રહ મંગળ શુક્રની રાશિ વૃષભમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. મંગળ અને શુક્રની ઊર્જાનું આ મિલન જ્યોતિષીય દૃષ્ટિએ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ ગોચરની અસરથી 5 ભાગ્યશાળી રાશિઓ (વૃષભ, કર્ક, સિંહ, ધનુ અને મીન) ના લોકોના જીવનમાં મોટા અને સકારાત્મક ફેરફારો આવવાના છે. તેમની કરિયરથી લઈને બેંક બેલેન્સ સુધી બધું જ બદલાઈ જશે. ચાલો જાણીએ આ 5 રાશિઓ માટે કેવો રહેશે સમય અને કયા ઉપાયોથી થશે બમણો લાભ.

મંગળ ગોચર આ 5 રાશિઓ માટે લાવશે "સુવર્ણ કાળ"

1. વૃષભ: પર્સનાલિટી ખીલશે અને બમ્પર પ્રગતિ થશે

સૌથી વધુ ફાયદો આ રાશિના લોકોને જ થશે કારણ કે મંગળ તમારી જ રાશિમાં આવી રહ્યો છે.

કરિયર: નોકરી-ધંધામાં મોટા અને સારા ફેરફારો જોવા મળશે.

આર્થિક સ્થિતિ: નવા લોકો સાથે મુલાકાત થશે જે ભવિષ્યમાં પૈસા કમાવવાના નવા રસ્તા ખોલશે.

અંગત જીવન: તમારો આત્મવિશ્વાસ સાતમા આસમાને રહેશે. લવ લાઈફ શાનદાર રહેશે અને પાર્ટનર સાથેનો સંબંધ વધુ મજબૂત બનશે.

2. કર્ક: તમારી સખત મહેનત રંગ લાવશે

આ ગોચર કર્ક રાશિવાળા માટે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે.

નોકરી-ધંધો: જો લાંબા સમયથી પ્રમોશન કે પગાર વધારો (ઈન્ક્રીમેન્ટ) અટકેલો હોય, તો હવે તે ફાઈનલ થઈ જશે. વેપારમાં પણ નવા મોટા ઓર્ડર મળી શકે છે.

રોકાણ: જૂના રોકાણમાંથી હવે સારું એવું રિટર્ન મળવાની પૂરી શક્યતા છે, જેનાથી આર્થિક સ્થિતિ મજબૂત થશે.

આ પણ વાંચોઃ 22 જૂને સૂર્યનો આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશ: આ વર્ષે 56 દિવસ જ વરસી શકે છે વરસાદ, જાણો કયા મહિનામાં કેટલો?

3. સિંહ: આવકમાં અને માન-સન્માનમાં મોટો વધારો થશે

સિંહ રાશિવાળા લોકો માટે મંગળનું આ ગોચર બંધ રસ્તાઓ ખોલી નાખશે.

અટકેલા કામ પૂરા થશે: છેલ્લા કેટલાક મહિનાઓથી જે કામ અટવાઈ પડ્યા હતા, તે હવે ફટાફટ ગતિ પકડશે.

ઓફિસ પોલિટિક્સથી મુક્તિ: ઓફિસમાં તમારી મહેનતની કદર થશે અને ખુદ બોસ પણ તમારા વખાણ કરશે.

બજેટનું ધ્યાન રાખજો: આવકના નવા રસ્તા તો ખુલશે, પણ સામે ખર્ચો પણ વધી શકે છે, એટલે બજેટ સાચવીને ચાલજો.

આ પણ વાંચોઃ શુક્ર-શનિની મહાયુતિથી બન્યો દ્વિ-સપ્તામસ યોગ, આજથી આ 4 રાશિઓનું ભાગ્ય ચમકશે!

4. ધનુ: પૈસાની તમામ તકલીફો દૂર થશે

આ ગોચર ધનુ રાશિના લોકોની પૈસાની તકલીફ દૂર કરશે અને માનસિક શાંતિ આપશે.

પરિવારનો સાથ: ઘરના લોકોનો પૂરો સપોર્ટ મળશે, જેનાથી તમે ખુશખુશાલ રહેશો.

અટવાયેલા પૈસા પાછા મળશે: ધીમે ધીમે આર્થિક સમસ્યાઓ દૂર થશે અને ક્યાંક ફસાયેલા પૈસા પાછા મળવાના ચાન્સ છે.

પોઝિટિવ બદલાવ: નોકરીયાત વર્ગને નવી અને મોટી જવાબદારીઓ મળી શકે છે, જે ફ્યુચરમાં બહુ ફાયદો કરાવશે.

5. મીન: કામમાં ફોકસ વધશે, રોકાણથી બખ્ખાં થશે

મીન રાશિના લોકોમાં એક નવી જ એનર્જી જોવા મળશે.

લક્ષ્ય પૂરા થશે: તમે તમારા ગોલ પર એકદમ ફોકસ રહેશો અને એક્ટિવ થઈને કામ કરશો.

ધીરજનાં ફળ મીઠાં: આ સમયમાં કોઈ પણ ઉતાવળિયો નિર્ણય લેવાનું ટાળજો. શાંતિ રાખશો તો બધું આપોઆપ સેટ થઈ જશે.

નફો: જો તમે શેરબજાર કે પ્રોપર્ટીમાં પૈસા રોકવાનું વિચારી રહ્યા છો, તો આ સમય તમને તગડો નફો કરાવી શકે છે.

મંગળ ગોચરના બમણા લાભ માટે આટલું ચોક્કસ કરો

જો તમે ઈચ્છતા હોવ કે મંગળ દેવની પૂરી કૃપા તમારા પર વરસે અને નકારાત્મક અસર દૂર થાય, તો આ 3 સિમ્પલ ઉપાય ચોક્કસ કરજો:

હનુમાનજીની ભક્તિ: દર મંગળવારે નિયમિતપણે હનુમાનજીની મંદિરે જઈ પૂજા કરો અને હનુમાન ચાલીસાના પાઠ કરો.

મંગળવારે ખાસ દાન: આ સમયગાળામાં કોઈ જરૂરિયાતમંદને લાલ મસૂરની દાળ, ગોળ અને લાલ કપડાંનું દાન કરવાથી તમારી કુંડળીમાં મંગળ ગ્રહ મજબૂત બને છે.

વાણી પર કંટ્રોલ રાખો: મંગળ એ ઉર્જા અને ગુસ્સાનો કારક છે, એટલે વાત-વાતમાં ગુસ્સો આવી શકે છે. ખોટી માથાકૂટમાં પડવાનું ટાળજો અને મગજ શાંત રાખજો.

(ખાસ નોંધ: અહીં આપેલી માહિતી જ્યોતિષીય ગણતરીઓ અને સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. કોઈપણ ઉપાય અજમાવતા પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી હિતાવહ છે.)

Frequently Asked Questions

મંગળ ગ્રહનું વૃષભ રાશિમાં ગોચર ક્યારે થશે?

આગામી 21 જૂન 2026 ના રોજ હિંમત અને ઊર્જાનો કારક ગ્રહ મંગળ શુક્રની રાશિ વૃષભમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. આ ગોચર જ્યોતિષીય દૃષ્ટિએ ખૂબ જ ખાસ માનવામાં આવે છે.

મંગળના વૃષભ ગોચરથી કઈ રાશિઓને વિશેષ લાભ થશે?

આ ગોચરથી વૃષભ, કર્ક, સિંહ, ધનુ અને મીન રાશિના લોકોના જીવનમાં મોટા અને સકારાત્મક ફેરફારો આવવાના છે. તેમની કરિયરથી લઈને બેંક બેલેન્સ સુધી બધું જ બદલાઈ શકે છે.

મંગળ ગોચરના શુભ પ્રભાવ માટે કયા ઉપાયો કરી શકાય છે?

મંગળના શુભ પ્રભાવ માટે દર મંગળવારે હનુમાનજીની પૂજા કરવી અને હનુમાન ચાલીસાના પાઠ કરવા. જરૂરિયાતમંદને લાલ મસૂરની દાળ, ગોળ અને લાલ કપડાંનું દાન કરવું જોઈએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Lucky Rashi: 2 ઓગસ્ટે મંગળ-રાહુ વચ્ચે બનશે નવપંચમ યોગ, આ 4 રાશિને થશે અચાનક ધનલાભ
Lucky Rashi: 2 ઓગસ્ટે મંગળ-રાહુ વચ્ચે બનશે નવપંચમ યોગ, આ 4 રાશિને થશે અચાનક ધનલાભ
Today's Horoscope: શનિવારનો દિવસ કઇ રાશિ માટે નિવડશે શુભ અને કઇ રાશિને રહેવું સાવધાન
Today's Horoscope: શનિવારનો દિવસ કઇ રાશિ માટે નિવડશે શુભ અને કઇ રાશિને રહેવું સાવધાન
Bhadra Mahapurush Rajyog: ભદ્ર મહાપુરુષ રાજયોગમાં શરુ થશે ઓગસ્ટ મહિનો, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત 
Bhadra Mahapurush Rajyog: ભદ્ર મહાપુરુષ રાજયોગમાં શરુ થશે ઓગસ્ટ મહિનો, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત 
August Horoscope 2026: ઓગસ્ટ માસમાં આ 6 રાશિના ખૂલશે પ્રગતિના માર્ગ, જાણો કઇ છે લકી રાશિ
August Horoscope 2026: ઓગસ્ટ માસમાં આ 6 રાશિના ખૂલશે પ્રગતિના માર્ગ, જાણો કઇ છે લકી રાશિ
Advertisement

વિડિઓઝ

Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ
મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
રેશન મળવામાં તકલીફ છે? હવે WhatsApp પર કરો ફરિયાદ, આ રહ્યો સરકારી નંબર
રેશન મળવામાં તકલીફ છે? હવે WhatsApp પર કરો ફરિયાદ, આ રહ્યો સરકારી નંબર
Gujarat Rain Live Update: રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ, 720 રસ્તા જળમગ્ન, કેટલાક ગામડા સંપર્ક વિહોણા
Gujarat Rain Live Update: રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ, 720 રસ્તા જળમગ્ન, કેટલાક ગામડા સંપર્ક વિહોણા
Embed widget