શોધખોળ કરો
Advertisement
રાશિફળ 2 જાન્યુઆરીઃ આ રાશિના જાતકોને થઈ શકે છે નુકશાન, જાણો તમામ રાશિઓનું આજનું રાશિફળ
Today Horoscope: આજે ચંદ્ર કર્ક રાશિમાં ગોચર કરી રહ્યો છે. સૂર્ય ધન રાશિમાં બિરાજમાન છે. આજે કેટલીક રાશિએ વિશેષ સાવધાની રાખવાની જરૂર છે.
આજનું રાશિફળઃ આજે માગશર વદ ત્રીજ છે. આજે ચંદ્ર કર્ક રાશિમાં ગોચર કરી રહ્યો છે. સૂર્ય ધન રાશિમાં બિરાજમાન છે. આજે કેટલીક રાશિએ વિશેષ સાવધાની રાખવાની જરૂર છે. આજે લાભની સાથે નુકસાનનો પણ યોગ બની રહ્યો છે.
મેષઃ આજનો દિવસ સકારાત્મક વિચારોથી ભરેલો રહેવાના કારણે આત્મવિશ્વાસ વધશે. પરિવારમાં પરસ્પર વાદ વિવાદથી બચજો.
વૃષભઃ આજના દિવસે રચનાત્મ વિચારોથી તમે કેટલીક વાતોને સમજી શકશો. જીવનસાથીને પ્રસન્ન રાખવા પડશે. ઘરમાં કે બહાર કોઇ પણ જગ્યાએ કોઇના વિશે ખરાબ ન બોલતા. કારણકે નકારાત્મક ગ્રણ વાણીના માધ્યમથી ષડયંત્રમાં બિનજરૂરી રીતે તમને ફસાવી શકે છે.
મિથુનઃ આજના દિવસે માનસિક સમસ્યમાંથી નિકળવા માટે કામમાં વ્યસ્ત અને મસ્ત રહેજો. જે લોકોએ લોન લીધી હોય તેમણે ખાસ સાવધાની રાખવી.
કર્કઃ આજના દિવસે જ્ઞાનને અપડેટ અને આધ્યાત્મિક નોલેજના વધારા પર ફોક્સ કરવું પડશે. તમારો શાંત અને જવાબદારીભર્યો વ્યવહાર અન્ય લોકોથી અલગ કરી રહ્યો છે. જો કોઈ મિત્રો સાથે લાંબા સમયથી સંપર્ક ન કર્યો હોય તો તેમના પર ફોનથી વાત કરો.
સિંહઃ આજના દિવસે શક્ય હોય તો વડીલોની સેવા કરો. વર્તમાન સમયમાં તેમના આશીર્વાદ એક કવચની જેમ તમને દરેક મુશ્કેલીમાંથી બહાર નીકળવામાં મદદ કરશે.
કન્યાઃ આજે આત્મવિશ્વાસ ઓછો ન થવા દેતા. વર્તમાન સમયમાં ચાલી રહેલી મુશ્કેલ પરિસ્થિતિને જોતાં ધીરજ અને શાંતિ બનાવી રાખજો. જમીન સાથે જોડાયેલો કોઇ વિવાદ સમાપ્ત થશે.
તુલાઃ આજના દિવસની શરૂઆત મનગમતા કાર્યથી કરો. અચાનક મૂડ સ્વિંગ જેવી સ્થિતિ બનશે. મિત્રો અને જીવનસાથીનો પૂર્ણ સહયોગ મળષે.
વૃશ્ચિકઃ આજનો દિવસ ખૂબ શુભ રહી શકે છે. જૂની મનોકામના પૂર્ણ થશે. સગા સંબંધી સાથે શાંતિથી વાત કરજો, નહીંતર મુશ્કેલી ઉભી થઈ શકે છે.
ધનઃ આજના દિવસે તણાવમાંથી મુક્તિ મળશે. ઓફિસમાં તમામ સાથે તાલ મેલ જાળવી રાખવો. વેપાર કરતાં લોકો મોટા પ્રમાણમાં ખરીદીનું પ્લાન કરી રહ્યા હોય તો તેમના માટે સારો દિવસ છે.
મકરઃ આજના દિવસે ખૂબ મહેનત કરવી પડશે. જેનું પરિણામ દિવસના અંતે જોવા મળશે. સ્વાસ્થ્ય માટે સારો દિવસ નથી. ઘરમાં કોઇ ઇલેક્ટ્રોનિક વસ્તુની ખરીદી સમજી વિચારીને કરો.
કુંભઃ આજના દિવસે તમારું ભાગ્ય સાથ આપી રહ્યું છે. ધંધામાં ગ્રાહકો સાથે છેતરપિંડી કે બિનજરૂરી લોભ-લાલચથી નુકસાન થઈ શકે છે. પરિવારને લઇ થોડા વ્યસ્ત તથા ચિંતિત રહેશો.
મીનઃ આજના દિવસે મન પરેશાન તથા ભયગ્રસ્ત રહેતું નજરે પડી શકે છે. ઓફિસમાં પોલિટિક્સથી બચીને રહેજો. પરિવારમાંથી શુભ સમાચાર મળી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
સમાચાર
ગુજરાત
દેશ
Advertisement