શોધખોળ કરો
Advertisement
રાશિફળ 21 જાન્યુઆરીઃ મિથુન, સિંહ રાશિના જાતકો ન કરતાં આ કામ, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
Today Horoscope: ચંદ્ર આજે મીન રાશિમાં છે. આજે કેટલીક રાશિના જાતકોએ વિશેષ સાવધાની રાખવાની જરૂર છે.
આજનું રાશિફળઃ પંચાગ અનુસાર આજે પોષ વદ આઠમ છે. ચંદ્ર આજે મીન રાશિમાં છે. આજે કેટલીક રાશિના જાતકોએ વિશેષ સાવધાની રાખવાની જરૂર છે.
મેષ (અ.લ.ઇ.) : આજે કરેલા પરિશ્રમનું પરિણામ મળશે. મહિલાઓએ પરિવારમાં મહત્વપૂર્ણ વિષયોમાં આગેવાની લેવી પડી શકે છે. પરિવારના સભ્યો સાથે સમય વીતાવો.
વૃષભ (બ.વ.ઉ.) : આજના દિવસે હનુમાનજીને ભોગ લગાવો. સકારાત્મ ઉર્જા મળશે. આજે તણાવથી બચજો. સામાજિક મુલાકાત થઈ શકે છે.
મિથુન (ક.છ.ઘ.) આજના દિવસે કોઈપણ નિર્ણય લેતા પહેલા તમામનો અભિપ્રાય લેજો. સંયુક્ત પરિવારમાં રહેતા લોકોએ વિવાદ પ્રત્યે સજાગ રહેવું.
કર્ક (ડ.હ.) તમારો ગુસ્સો પરેશાનીનું કારણ બની શકે છે. આજે ખુદને તણાવપૂર્ણ સ્થિતિમાં જોઈને નિરાશ ન થતાં. માનસિક બીમારીઓ પ્રત્યે એલર્ટ રહેવું પડશે.
સિંહ (મ.ટ.) આજના દિવસે મન પરેશાન રહી શકે છે. કોઈપણ કામમાં મન નહીં લાગે. કોઈ નવા પ્રોજેક્ટ સાથે જોડાવા માંગતા હો તો વિસ્તારથી સમજ્યા બાદ નિર્ણય લેજો.
કન્યા (પ.ઠ.ણ.) આજના દિવસે તમારી ઉર્જા બચાવીને રાખજો. ભવિષ્યમાં મોટા પ્રોજેક્ટ સામે આવી શકે છે. પરિવારમાં પરિસ્થિતિ સુખદ અને પ્રસન્નતાપૂર્ણ રહેશે.
તુલા (ર.ત.) આજે કોઈ વિવાદ થવાની શક્યતા છે. ધીરજ સાથે પરિસ્થિતિનો સામનો કરજો. ભાવનાત્મક વાતો સાંભળીને કોઈ અજાણ્યા પર વિશ્વાસ ન કરતાં.
વૃશ્ચિક (ન.ય.) આજે ધર્મ કર્મ પર વધારે ધ્યાન આપજો. સ્થળાંતરની સંભાવના વધી રહી છે. માતા-પિતાની સેવા કરો, તેમના આશીર્વાદથી નોકરી, ધંધામાં લાભ થશે.
ધન (ભ.ધ.ફ.ઢ.) આજે પરિવારમાં કોઈ પણ નિર્ણય લેતા પહેલા અભિપ્રાય લેજો. બેદરકારી દાખવશો તો ગંભીર પરિણામ આવી શકે છે.
મકર (ખ.જ.) આજે તમારા કઠોર ફેંસલા બીજાની ભાવનાને ચોંટ પહોંચાડી શકે છે. પરંતુ યોગ્ય નિર્ણય કરજો. વિરોધી સક્રિય થતાં જોવા મળી રહ્યા છે, જેથી અપમાનજક સ્થિતિનો સામનો કરવો પડી શકે છે.
કુંભ (ગ.શ.ષ.સ.) આજે તમારી જૂની યોજનાઓનીસફળતાથી આત્મવિશ્વાસમાં વધારો થશે. કાર્યસ્થળ પર મિત્રોની મદદ મળશે.
મીન (દ.ચ.ઝ.થ.) આજના દિવસે મનમાં નકારાત્મક વિચાર આવી શકે છે. પરંતુ તેમ છતાં નિરાશ ન થતાં.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement