શોધખોળ કરો
રાશિફળ 2 ફેબ્રુઆરીઃ આ 5 રાશિના જાતકોએ રાખવી પડશે સાવધાની, જાણો તમારું આજનું રાશિફળ
Today Horoscope: આજે હસ્ત નક્ષત્ર અને ચંદ્ર કન્યા રાશિમાં છે. સૂર્ય મકર રાશિમાં છે.

આજનું રાશિફળઃ પંચાગ અનુસાર આજે પોષ વદ પાંચમની તિથિ છે. આજે હસ્ત નક્ષત્ર અને ચંદ્ર કન્યા રાશિમાં છે. સૂર્ય મકર રાશિમાં છે. આજે કટેલીક રાશિના જાતકોએ ખાસ સાવધાની રાખવાની જરૂર છે. મેષ (અ.લ.ઇ.) : આજે મહેનતનું કામ કરવા ટેક્નોલોજીનો સહારો લો. તેનાથી કામની ગુણવત્તા વધશે અને સમય પણ બચશે. પરિવારમાં તમામનો સ્નેહ અને સહયોગ મળશે. વૃષભ (બ.વ.ઉ.): આજે રોકાણને લઈ ઉતાવળા ન બનતાં, નહીંતર નુકસાન થઈ શકે છે. પાલતું જાનવરોને ભોજન કરાવવાથી લાભ થશે. પરિવારમાં વડીલોની સલાહ ધ્યાનમાં રાખીને મોટા નિર્ણય લેજો. મિથુન (ક.છ.ઘ.) આજના દિવસે બિનજરૂરી ખર્ચને લઇ સતર્ક રહેજો. ઘરમાં મોટા અખર્ચ અચાનક આવી પડશે, ખુદને માનસિક રીતે તૈયાર રહેજો. કર્ક (ડ.હ.) આજે પેંડિંગ કાર્ય પૂરા થવાની સંભાવના છે. સમયનો પૂરો સદુપયોગ કરો અને મહત્વપૂર્ણ કારોય માટે પ્લાનિંગ કરો. મિત્રોનો સહયોગ મળશે. સિંહ (મ.ટ.) આજે ઉર્જાનો યોગ્ય ઉપયોગ તમને આગળ લઈ જશે. પરિવારના ભવિષ્યની ચિંતા સતાવી શકે છે. વિચાર વિમર્શ કર્યા બાદ નિર્ણય લેજો. કન્યા (પ.ઠ.ણ.) આજે અજાણતાં પણ કોઈની મજાક ન કરતાં. ભવિષ્યમાં તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. તુલા (ર.ત.) આજે કાર્યસ્થળ પર વર્ક લોડ વધી શકે છે. તેથી જરૂરી કામમાં બેદરકારી ન દાખવતાં. પરિવારમાં તમામ સાથે સ્નેહ અને સહયોગ ભર્યો વ્યવહાર કરજો. આર્થિક ખર્ચને લઈ સાવધાની રાખજો. વૃશ્ચિક (ન.ય.) આજે સમજી વિચારીને કરવામાં આવેલા કાર્યો માટે નજીકના લોકોનો સહારો લેવો પડશે. આર્થિક નુકસાનના પ્રબળ સંભાવના છે. ધન (ભ.ધ.ફ.ઢ.) આજના દિવસે ખુદને જેટલા સક્રિય અને ઉર્જાવા રાખશો તેટલું તમારા માટે સારું રહેશે. ઘરનું વાતાવરણ પ્રફુલ્લિત રાખજો. મકર (ખ.જ.) આજના દિવસે કેટલીક પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. ગુસ્સોથી બચજો, ધીરજથી કામ લેજો. ઘરમાં વડીલોની સેવા કરજો. કુંભ (ગ.શ.ષ.સ.) આજના દિવસે માનસિક તણાવ વધી શખે છે. મનને શાંત રાખવા મેડિટેશન કરવું લાભદાયી રહેશે. નાની વાતોને લઇ વિવાદ ન કરતાં. મીન (દ.ચ.ઝ.થ) આજના દિવસે અટકેલા કાર્યો ફરી શરૂ થઈ શકે છે. દવા લેતા હો તો ભૂલ્યા વગર અચૂક લેજો.
વધુ વાંચો




















