શોધખોળ કરો
Advertisement
રાશિફળ 9 જાન્યુઆરીઃ આજે છે સફલા એકાદશી, જાણો તમામ રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ
Today Horoscope: પંચાગ અનુસાર આજે માગશર વદ અગિયારસ છે. આ તિથિને સફલા એકાદશી કહે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા થાય છે.
આજનું રાશિફળઃ પંચાગ અનુસાર આજે માગશર વદ અગિયારસ છે. આ તિથિને સફલા એકાદશી કહે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા થાય છે. આજે કટેલીક રાશિને હાનિનો યોગ છે. જ્યારે અમુક રાશિને લાભ થશે.
મેષઃ આજે કામકાજમાં પૂરી સક્રિયતા દાખવવી પડશે અને ક્રોધ પર નિયંત્રણ રાખજો. નહીંતર વિવાદની સ્થિતિ ઉદભવી શકે છે. પરિવારમાં વૈચારિક મતભેદ થઈ શકે છે.
વૃષભઃ જો આજે તેમે તમારી પ્રતિભો યોગ્ય ઉપયોગ કરશો તો લક્ષ્ય સુધી પહોંચવામાં મુશ્કેલી નહીં પડે. કોઈ દિવ્યાંગ વ્યક્તિ સહયોગ માંગે તો મદદ કરજો. પરિવારમાં પિતાની સલાહ મહત્વપૂર્ણ છે.
મિથુનઃ આજના દિવસની શરૂઆથ દેવી ઉપાસનાથી કરો. ખરીદી માટે ઉત્તમ દિવસ છે. સંબંધો નિભાવવા મામલે તમે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવશે.
કર્કઃ આજના દિવસે વિચારવામાં આવેલા તમામ કામ સાંજ સુધીમાં પૂરા થઈ શકે છે. પારિવારિક બેઠકમાં હિસ્સો લેવાનો મોકો મળશે. તમામ પક્ષોને ગંભીરતાથી સાંભળ્યા બાદ પોતાનો મત રાખજો.
સિંહઃ આજના દિવસે માનસિક રીતે મન અશાંત રહી શકે છે. ક્રોધથી બચવાનો ઉપાય કરો. પરિવારના ભવિષ્યની ચિંતા રહેશે.
કન્યાઃ આજે જો આત્મવિશ્વાસ ડગમગે તો વડીલોનું માર્ગદર્શન લેજો. કોઈ નવું કામ શરૂ કર્યુ હશે તો સરળતાથી પૂરું નહીં થાય. ખર્ચ વધવાથી તણાવનો અનુભવ થઈ શકે છે.
તુલાઃ આજના દિવસે સકારાત્મક વિચાર જ તમારા સાચા મિત્ર બનશે. ઓફિશિયલ મામલામાં કોઇ દુવિધા હોય તો પરેશાન થતાં નહીં. પરિવાર અને મિત્રોનો સહયોગ મળશે.
વૃશ્ચિકઃ આજે ક્રિએટિવ કાર્યોને પ્રાથમિકતા આપવી જોઈએ. ઓફિસનો માહોલ પ્રસન્ન રાખશે. તમારી વાતોનો મહત્વ મળશે. જીવનસાથી સથે કોઈ વાત પર વિવાદ હોય તો સમાધાન શોધજો નહીંતર અવિશ્વાસ વધી શકે છે.
ધનઃ આજના દિવસે લાંબા સમયથી અટકેલા કામ પૂરા થઈ શકે છે. જૂની ભૂલોનું પુનરાવર્તન ન કરતાં, વડીલો નારાજ થઈ શકે છે. મતભેદથી ભવિષ્યની કાર્યયોજના પર અસર પડશે.
મકરઃ આજના દિવસે બીજાની મજાક ન કરતાં. સકારાત્મક વિચારોને આત્મસાત કરજો. દવા કે દિનચર્યામાં કોઇ બિનજરૂરી બદલાવ ન કરતાં.
કુંભઃ સકારાત્મક વિચાર આજના દિવસે ઉર્જાથી ભરપૂર રાખશે. કામકાજમાં તેજી રહેશે. ઘરમાં કઠોર ફેંસલા ભાવુક થઈને ન લો. તેનાથી નુકસાન થઈ શખે છે.
મીનઃઆજના દિવસે તમારું કામ ઈમાનદારીથી કરજો. આજીવિકાના ક્ષેત્રમાં લાભની સંભાવના છે. સ્વાસ્થ્ય પર ધ્યાન આપજો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
અમદાવાદ
બિઝનેસ
Advertisement