Shrawan 2024: શ્રાવણના સોમવારે ભગવાન શિવના આ 108 નામનું કરો સ્મરણ, મનોકામનાની થશે પૂર્તિ
Shrawan 2024:આજે શ્રાવણ માસનો બીજો સોમવાર છે. આ અવસરે કેટલાક ઉપાય કરવાથી અને માત્ર શિવના નામ સ્મરણથી કામનાની પૂર્તિ થાય છે,
Shrawan 2024: ભગવાન શિવનો મહિમા અને સ્વરૂપ શાશ્વત અને અનંત છે. શ્રાવણ મહિનો ખાસ કરીને ભગવાન શિવની પૂજા માટે સમર્પિત છે. શ્રાવણના સોમવારે કેટલીક વિધિ વિધાનથી પૂજન અર્ચન કરવાથી કામનાની પૂર્તિ થાય છે. પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવના 108 સ્વરૂપોનું સ્મરણ કરવાથી જીવનની સઘળી ઇચ્છાઓ પૂર્ણ થાય છે.
દંતકથા અનુસાર, ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજી પણ ભગવાન શિવની શરૂઆત અને અંત શોધી શક્યા નથી. તેથી, ત્રિદેવતામાં ભગવાન શિવનું વિશેષ સ્થાન છે. ભગવાન શિવ બ્રહ્માંડના સર્જક, પાલનહાર અને સંહારક છે. શિવ મહાકાલ છે, શિવ શાશ્વત અને શુભ છે. ભગવાન શિવના અનંત સ્વરૂપમાં વિલીન થઈને શુભ શિવના અનંત આશીર્વાદ પ્રાપ્ત કરવાનું મનુષ્ય માટે જ શક્ય છે. શ્રાવણ મહિનો ખાસ કરીને ભગવાન શિવની પૂજા માટે સમર્પિત છે. આવો અમે તમને પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવના 108 સ્વરૂપોનો પરિચય કરાવીએ...
શ્રાવણના સોમવારે કરો આ ઉપાય
સામાન્ય રીતે ભક્તો ભગવાન શિવની પૂજામાં બેલપત્ર અને શમીના પાન ચઢાવે છે, શમી શિવને પ્રિય છે. શમી અર્પણ કરવાથી જીવનના સઘળા કષ્ટોથી મુક્તિ મળે છે. શ્રાવણના સોમવારે લોટની નાની નાની ગોળી બનાવી માછલીઓને ખવડાવો. આ ઉપાય કરવાથી ભોલોનાથ પ્રસન્ન થશે અને તમારા પરિવાર પર તેમના આશીર્વાદ વરસાવશે. શ્રાવણના સોમવારે બેલપત્ર પર ભગવાન રામનું નામ લખો અને તેને ભગવાન શિવ અથવા શિવલિંગને અર્પણ કરો. ધાર્મિક માન્યતા છે કે, ભગવાન રામ વિના શિવ અધૂરા છે અને ભગવાન શિવ વિના અધૂરા છે. આ ઉપાયથી ભગવાન શિવની સાથે ભગવાન રામ પણ ખૂબ જ પ્રસન્ન થશે. શ્રાવણના ચોથા સોમવારે આ ઉપાયો કરશો તો તમારી આર્થિક સમસ્યાઓ દૂર થશે અને તમે હંમેશા દેવા મુક્ત રહેશો, શ્રાવણ દરમિયાન આર્થિક સંકટને દૂર કરવા મહાદેવને શેરડીનો રસ અર્પણ કરો. આ ઉપાયથી ઘરમાં ધનની તંગી દૂર થશે અને ધન સંપત્તિમાં વૃદ્ધિ થશે.