શોધખોળ કરો
Advertisement
Vasant Panchami 2021: 19 વર્ષ પછી રચાશે અનોખો સંયોગ, નહીં થાય કોઇ લગ્ન
Vasant Panchami 2021: પંચાગ અનુસાર વર્ષ 2021માં વસંત પંચમીનું પર્વ 16 ફેબ્રુઆરીએ મનાવવામાં આવશે. આ દિવસે રેવતી નક્ષત્ર રહેશે અને ચંદ્ર મીન રાશિમાં રહેશે.
Vasant Panchami 2021: પંચાગ અનુસાર વર્ષ 2021માં વસંત પંચમીનું પર્વ 16 ફેબ્રુઆરીએ મનાવવામાં આવશે. આ દિવસે રેવતી નક્ષત્ર રહેશે અને ચંદ્ર મીન રાશિમાં રહેશે. વસંત પંચમીના દિવસે સરસ્વતીની પૂજા કરવાથી જીવનમાં વિશેષ લાભ પ્રાપ્ત થશે. આ દિવસે લગ્ન કરવા માટે મુહૂર્ત જોવાની જરૂર પડતી નથી તેમ કહેવાય છે.
જ્યોતિષાચાર્ય રાજેન્દ્ર દવેના જણાવ્યા મુજબ, આ વર્ષે વસંત પંચમીએ લગ્નનું મુહૂર્ત નથી. ગુરુ શુક્ર અસ્ત તેમજ ભાગી તીથી હોવાથી 19 વર્ષ પછી લગ્નનું મુહૂર્ત નથી. મકરસંક્રાંતિએ સૂર્યના ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ સાથે ધનુમાસ પૂર્ણ થઇ જાય અને માંગલિક કાર્યની શરૂઆત થઈ ગઈ છે ત્યાર બાદ ૧૮ જાન્યુઆરીએ વર્ષનું પહેલું શુભ મુહુર્ત હતું. ૧૬ ફેબ્રુઆરીએ શુક્ર ગ્રહ પણ અસ્ત થઇ જશે, જે 17 એપ્રિલ સુધી અસ્ત રહેશે. આ બંને ગ્રહો અસ્ત થઈ જવાથી કોઈ લગ્ન મુહૂર્ત રહેશે નહીં એટલે વર્ષનું લગ્ન મુહુર્ત 22 એપ્રિલ ગણાશે. બે ગ્રહ થતા હોવાથી વસંત પંચમીના વણજોયું મુહૂર્ત લગ્ન થઈ શકશે નહીં. 19 વર્ષ પછી આવો સંયોગ રચાયો છે.
પંચાગ અનુસાર 16 ફેબ્રુઆરીએ સવારે 3.36 મિનિટે પંચમીની તિથિ શરૂ થશે અને તેનું સમાપન 17 ફેબ્રુઆરીએ સવારે 5.46 મિનિટે થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement