શોધખોળ કરો

Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ

Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ

Gujarat Heavy Rain Alert:
આગામી બે દિવસ અત્યંત ભારે વરસાદની આગાહીને પગલે પાવાગઢ મંદિર ટ્રસ્ટે શ્રદ્ધાળુઓને કરી અપીલ. આગામી બે દિવસ પંચમહાલ અને વડોદરા જિલ્લામાં અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જે આગાહીને પગલે પાવાગઢ મંદિર ટ્રસ્ટે વીડિયોના માધ્યમથી આગામી બે દિવસ પાવાગઢ આવવાનું ટાળવાની શ્રદ્ધાળુઓને અપીલ કરી છે. મંદિર ટ્રસ્ટે અતિભારે વરસાદની આગાહીને લીધે શ્રદ્ધાળુઓને ઘરે પોતાના પરિવાસ સાથે સુરક્ષિત રહેવાની અપીલ કરી છે.

ગુજરાતમાં આવતીકાલે ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને રાજ્યના અમદાવાદ, વડોદરા, નવસારી અને આણંદ જિલ્લામાં શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરોના આદેશ બાદ જિલ્લા શિક્ષણ અધિકારીઓ (DEO) દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓની સુરક્ષા અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.

ભારે વરસાદની આગાહીને પગલે લેવાયો મહત્વનો નિર્ણય

હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહીને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે. વિદ્યાર્થીઓને વરસાદ દરમિયાન મુશ્કેલી ન પડે અને સલામત રીતે ઘરે રહી શકે તે માટે ચાર જિલ્લાઓમાં તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટરના આદેશ બાદ જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. આ પરિપત્ર અનુસાર આવતીકાલે જિલ્લાની શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે.

ગત સપ્તાહની સ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય

ગત સપ્તાહ દરમિયાન પડેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. અનેક વિદ્યાર્થીઓ અને વાલીઓ શાળાએ જતાં અને ઘરે પરત ફરતાં મુશ્કેલીમાં મુકાયા હતા. કેટલીક જગ્યાએ ટ્રાફિક જામ અને રસ્તાઓ બંધ થવાને કારણે વિદ્યાર્થીઓ લાંબા સમય સુધી ફસાઈ ગયા હતા. આવી સ્થિતિ ફરી સર્જાય નહીં તે માટે અગાઉથી સાવચેતીના ભાગરૂપે રજા જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ પણ જાહેર કરી રજા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળ આવતી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ પણ ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને આવતીકાલે પોતાની તમામ શાળાઓમાં રજા જાહેર કરી છે. વિદ્યાર્થીઓની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી હોવાનું તંત્રએ જણાવ્યું છે.

મ્યુનિસિપલ કમિશનરના આદેશ બાદ કાર્યવાહી

મ્યુનિસિપલ કમિશનરના આદેશને અનુસરીને કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં પણ આવતીકાલે રજા રહેશે. ભારે વરસાદ દરમિયાન વિદ્યાર્થીઓને અનાવશ્યક મુસાફરી કરવી ન પડે અને કોઈ જોખમ ઊભું ન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.

ગુજરાત વિડિઓઝ

Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
1 જાન્યુઆરી 2026 થી લાગુ થશે 8મું પગાર પંચ? દિલ્હી બેઠકમાંથી સામે આવ્યા મોટા સમાચાર
1 જાન્યુઆરી 2026 થી લાગુ થશે 8મું પગાર પંચ? દિલ્હી બેઠકમાંથી સામે આવ્યા મોટા સમાચાર
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
માત્ર ₹5,000 મહિનાના રોકાણથી બની શકે છે કરોડોનું  ફંડ, જુઓ PPF માં રોકાણનો કમાલ 
માત્ર ₹5,000 મહિનાના રોકાણથી બની શકે છે કરોડોનું  ફંડ, જુઓ PPF માં રોકાણનો કમાલ 
Advertisement
Advertisement
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Embed widget