Vastu Tips: ઘરના આ ખૂણામાં હોય છે લક્ષ્મીનો વાસ, ભૂલથી પણ આ વસ્તુ ન રાખો આવશે દરિદ્રતા
Vastu Tips For Lakshmi Ji: વાસ્તુમાં સુખ અને સમૃદ્ધિ માટે સ્વચ્છતાનું વિશેષ મહત્વ છે. ઘરના કેટલાક ભાગો એવા હોય છે જેને બિલકુલ પણ નજરઅંદાજ ન કરવા જોઈએ અને હંમેશા સાફ રાખવા જોઈએ.
Vastu Tips For Lakshmi Ji: વાસ્તુમાં સુખ અને સમૃદ્ધિ માટે સ્વચ્છતાનું વિશેષ મહત્વ છે. ઘરના કેટલાક ભાગો એવા હોય છે જેને બિલકુલ પણ નજરઅંદાજ ન કરવા જોઈએ અને હંમેશા સાફ રાખવા જોઈએ.
વાસ્તુશાસ્ત્રમાં ઘરના દરેક ખૂણાનું વિશેષ મહત્વ છે. વાસ્તુ અનુસાર, લક્ષ્મી માતા એ જ ઘરમાં જાય છે જ્યાં પવિત્રતા હોય, સ્વચ્છતા હોય. એવું માનવામાં આવે છે કે, દેવી લક્ષ્મીજીને સ્વચ્છતા અને પ્રકાશ ખૂબ જ પસંદ છે. જે ઘર સ્વચ્છ રહે છે અને તેજોમય હોય છે ત્યાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે.
એટલા માટે ઘરની સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરના કેટલાક એવા ભાગો છે જેને બિલકુલ અવગણવા જોઈએ નહીં કારણ કે આ ખૂણામાં દેવી લક્ષ્મીનો વાસ છે. જો આ ખૂણાને સાફ ન રાખવામાં આવે તો તમારા ઘરમાં ગરીબી પણ આવી શકે છે. ચાલો તેના વિશે જાણીએ.
ઘરનો આ ખૂણો રાખો પવિત્ર
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના ઉત્તર-પૂર્વ ખૂણાને સૌથી મહત્વપૂર્ણ સ્થાન માનવામાં આવે છે. તેને દેવતાઓનું વિશેષ સ્થાન માનવામાં આવે છે. ઘરનું રસોડું અને પૂજા ઘર આ દિશામાં બને છે. ધનતેરસ અને દિવાળીના દિવસે ઈશાન ખૂણાને સારી રીતે સાફ કરવો જોઈએ.
ઘરના ઉત્તર-પૂર્વ ખૂણામાં કોઈપણ બિનજરૂરી વસ્તુઓ ન રાખવી. એવું માનવામાં આવે છે કે જો ઘરનો ઉત્તર-પૂર્વ ખૂણો સ્વચ્છ હોય તો દેવી લક્ષ્મી અને ભગવાન કુબેરની કૃપા બની રહે છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
ઘરનો બીજો સૌથી મહત્વપૂર્ણ ભાગ બ્રહ્મસ્થાન છે. બ્રહ્મ સ્થાન એ ઘરનો મધ્ય ભાગ છે. ઘરનો આ ભાગ હંમેશા ખુલ્લો અને હવાની અવરજવર રાખવો જોઈએ. બ્રહ્મસ્થાનમાંથી ભારે ફર્નિચર હટાવી દો અને અહીં કોઈ બિનજરૂરી વસ્તુઓ ન રાખો. ખાસ કરીને જૂતા ચપ્પલ, કચરા પેટી તો બિલકુલ ન રાખવી જોઇએ.
ઘરની સફાઈ કરતી વખતે ઘરની પૂર્વ દિશાનું ધ્યાન રાખવું. આ દિશામાંથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. એટલા માટે ઘરની પૂર્વ દિશા દરરોજ સાફ કરવી જોઈએ. ઘરની આ જગ્યાઓને સ્વચ્છ રાખવાથી ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ રહે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.