Venus Transit 2022:શુક્રનો મકર રાશિમાં પ્રવેશ આ 4 રાશિના જાતકની ધન દૌલતમાં અપાર કરશે વૃદ્ધિ
શુક્રનો મકર રાશિમાં પ્રવેશ આ 4 રાશિ માટે ખૂબ જ શુભ સંકેત આપી રહ્યો છે,. મેષ સહિતની ત્રણ રાશિ માટે આ ગ્રહનું રાશિ પરવર્તન ઘનની દષ્ટીએ લાભદાયક નિવડશે,
Venus Transit 2022 : વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર, જ્યારે પણ કોઈ ગ્રહ રાશિ પરિવર્તન કરે છે. ત્યારે તેની સીધી અસર માનવ જીવન પર પડે છે. આ ગ્રહોનું રાશિ પરિવર્તન કેટલીક રાશિ માટે શુભ તો કેટલીક રાશિ માટે માટે અશુભ સાબિત થાય છે. ઉલ્લેખનિય છે કે, વૈભવ અને ઐશ્વર્ય આપનાર શુક્ર ગ્રહે 27 ફેબ્રુઆરીએ પોતાની મિત્ર રાશિ મકર રાશિમાં પ્રવેશ કર્યો છે.
જ્યોતિષશાસ્ત્રમાં શુક્ર ગ્રહને ભૌતિક સુખ, વૈવાહિક સુખ, આનંદ, વૈભવ, કીર્તિ, કલા, પ્રતિભા, સુંદરતા, રોમાંસ, સેક્સ-વાસના વગેરેનો કારક માનવામાં આવે છે. જ્યારે શુક્રનો ઉદય થાય છે અથવા રાશિ પરિવર્તન કરે છે ત્યારે વ્યક્તિને તેનાથી સંબંધિત ફળ મળે છે. બીજી તરફ શુક્રના રાશિ પરિવર્તનની અસર તમામ રાશિઓ પર પડશે. પરંતુ એવી 4 રાશિઓ છે, જેનાથી વિશેષ લાભ થઈ શકે છે. ચાલો જાણીએ આ 4 રાશિઓ કઈ છે...
મેષ રાશિ
શુક્ર આપની રાશિ માટે બીજા અને સાતમા ઘરનો સ્વામી છે અને કારકિર્દી, નામ અને ખ્યાતિ માટે 10મા ભાવમાં ગોચર કરી રહ્યો છે. તેથી શુક્રનું રાશિ પરિવર્તન આપના માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ સમય દરમિયાન નવી નોકરીની ઑફર મળી શકે છે અથવા જો તમે નોકરી કરી રહ્યા છો, તો તમને ઇન્ક્રીમેન્ટ મળી શકે છે. ઉપરાંત, તમે આ સમયે વ્યવસાયમાં સારી કમાણી કરી શકો છો. બીજા ઘરનો સ્વામી હોવાને કારણે તમને ફસાયેલા પૈસા મળી શકે છે.
વૃષભ રાશિ
શુક્રઆપની રાશિથી 1મા અને 6મા ઘરનો સ્વામી છે અને આધ્યાત્મિકતા, ભાગ્ય અને આંતરરાષ્ટ્રીય પ્રવાસ માટે 9મા ભાવમાં ગોચર કરી રહ્યો છે. તેથી, આ સમયે તમને ભાગ્યનો સંપૂર્ણ સહયોગ મળશે. તમે વ્યાપાર સંબંધિત યાત્રા કરી શકો છો, જે તમને ભવિષ્યમાં લાભ આપી શકે છે. આ સમય દરમિયાન તમે વ્યવસાયમાં રોકાણ કરી શકો છો કારણ કે સમય તમારા માટે અનુકૂળ છે. શુક્ર છઠ્ઠા ભાવનો સ્વામી હોવાથી આ સમયે તમારા ગુપ્ત શત્રુઓનો નાશ થશે અને તમારી શક્તિમાં વધારો થશે.
ધન રાશિ
શુક્ર ધન રાશિ રાશિથી છઠ્ઠા અને અગિયારમા ઘરનો સ્વામી છે અને ધન સંચય, કુટુંબ અને વાણીના બીજા ભાવમાં ભ્રમણ કરી રહ્યો છે. તેથી, આ સમય દરમિયાન તમને અચાનક નાણાકીય લાભ મળી શકે છે. તેની સાથે આવકના નવા સ્ત્રોત પણ બની શકે છે. જે લોકો વાણી (વકીલ, શિક્ષક, માર્કેટિંગ) સાથે સંબંધિત કારકિર્દી ધરાવે છે અથવા આ ક્ષેત્રો સાથે સંકળાયેલા છે, તેઓને આ સમયે વિશેષ લાભ મળી શકે છે. તેમજ શુક્ર છઠ્ઠા ઘરનો સ્વામી હોવાથી તમારી આવકમાં પણ વધારો થશે
મીન રાશિ
આપની રાશિમાં ત્રીજા અને 8મા ભાવનો સ્વામી છે અને તે લાભ અને ઈચ્છાનાં 11મા ભાવમાં ગોચર કરી રહ્યો છે. તેથી, શુક્રનું રાશિ પરિવર્તન મીન રાશિના લોકો માટે અનુકૂળ પરિણામ લાવશે કારણ કે આ સમયગાળા દરમિયાન આપના ને વ્યાવસાયિક જીવનમાં સફળતા મળશે. તેમજ શુક્ર ત્રીજા ઘરનો સ્વામી હોવાથી આપની શક્તિમાં વધારો થશે. આ દરમિયાન તમને ભાઈ-બહેનોનો સહયોગ પણ મળશે. તમારી બિઝનેસ ટ્રીપ પણ થઈ શકે છે. 11મા ભાવમાં શુક્રના ગોચરથી આપના માટે આવકના નવા સ્ત્રોત પણ બનશે.