શોધખોળ કરો

ફક્ત 7.90 લાખ રૂપિયામાં લોન્ચ થઈ નવી Hyundai Venue, જાણો ફીચર્સ અને વેરિઅન્ટ્સ

Hyundai Venue Launching: હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયાએ 4 નવેમ્બર, 2025ના રોજ ભારતમાં નવી હ્યુન્ડાઇ વેન્યુ લોન્ચ કરી છે

Hyundai Venue Launching: હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયાએ 4 નવેમ્બર, 2025ના રોજ ભારતમાં નવી હ્યુન્ડાઇ વેન્યુ લોન્ચ કરી છે. આ કાર હવે અગાઉ કરતા મોટી અને આકર્ષક બની ગઈ છે. જોકે તે હજુ પણ ચાર મીટરની અંદર છે પરંતુ તેનો લૂક અગાઉ કરતા વધુ આકર્ષક છે. નવી હ્યુન્ડાઇ વેન્યુમાં શાર્પ લાઈન, નવી ગ્રીલ, સ્કિડ પ્લેટ, 16 ઈંચના એલોય વ્હીલ્સ અને એલ શેપ્ડ રિફ્લેક્ટર સાથે ફુલ લાઈન બાર આપવામાં આવ્યો છે.

કારમાં આ ફીચર્સ મળે છે

હ્યુન્ડાઇ એન લાઇન વર્ઝનમાં સ્પોર્ટી ડિઝાઇન છે, જેમાં 17-ઇંચ એલોય વ્હીલ્સ અને ડ્યુઅલ એક્ઝોસ્ટ ટિપ્સનો સમાવેશ થાય છે. કેબિન સંપૂર્ણપણે નવું છે, જે વધુ પ્રીમિયમ અનુભવ આપે છે. સ્ટીયરિંગ વ્હીલ અને 8-ઇંચ ટચસ્ક્રીનને પાછલા મોડેલમાંથી દૂર કરવામાં આવ્યા છે. તેમાં હવે બે 12.3-ઇંચ સ્ક્રીન (ડિજિટલ ક્લસ્ટર અને ઇન્ફોટેનમેન્ટ), નવી સ્ટીયરિંગ વ્હીલ ડિઝાઇન અને મોર્સ કોડ લોગો છે. ગાડીનું બટન અને કંન્ટ્રોલ્સની ક્વોલિટી શાનદાર છે. આ સાથે જ ઈલેક્ટ્રિક પાર્કિંગ બ્રેક પણ છે.

નવી Hyundai Venueની ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમમાં OTA અપડેટ્સ, વાયરલેસ Apple CarPlay/Android Auto અને ccNC સિસ્ટમનો સમાવેશ થાય છે. તે સિવાય 360° કેમેરા, વેન્ટિલેટેડ સીટ્સ, ડ્રાઈવરની પાવર સીટ, સિંગલ-પેન સનરૂફ, બોસ 8-સ્પીકર્સ, રીઅર સનબ્લાઇન્ડ, લેવલ 2 ADAS, બ્લાઇન્ડ-વ્યૂ મોનિટર અને છ એરબેગ્સનો સમાવેશ થાય છે.

નવી હ્યુન્ડાઇ વેન્યુની પાવરટ્રેન

નવી વેન્યૂમાં અગાઉની જેમ 1.2-લિટર પેટ્રોલ એન્જિન (મેન્યુઅલ) છે. જ્યારે 1.0-લિટર ટર્બો પેટ્રોલ એન્જિન હવે DCT ઓટોમેટિક અને મેન્યુઅલ બંનેમાં આવે છે. 1.5-લિટર ડીઝલ એન્જિન હવે ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક સાથે ઉપલબ્ધ છે. N લાઇન વર્ઝનમાં 120-bhp ટર્બો એન્જિન છે, જે તેને વધુ સ્પોર્ટી બનાવે છે.

નવી હ્યુન્ડાઇ વેન્યુ હવે પહેલા કરતાં વધુ પ્રીમિયમ, ફીચર-રિચ અને સ્ટાઇલિશ છે. તે હવે વધુ સારુ ઇન્ટિરિયર, શાનદાર ટેકનોલોજી અને અનેક એન્જિન વિકલ્પો પ્રદાન કરે છે. તેના દેખાવ, ઇન્ટિરિયર ગુણવત્તા અને મૂલ્ય સાથે તે આ સેગમેન્ટમાં મજબૂત દાવેદાર સાબિત થઈ શકે છે. કિંમત હાલમાં 7.90 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને સાત વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે.                              

ટોપ સ્ટોરી

સિંગલ ચાર્જમાં 1100 kmની મુસાફરી, આ SUVની છે બમ્પર ડિમાન્ડ
સિંગલ ચાર્જમાં 1100 kmની મુસાફરી, આ SUVની છે બમ્પર ડિમાન્ડ
1.27 લાખ રૂપિયામાં ક્રૂઝ કંટ્રોલવાળી બાઈક, Hero એ રાઈડર્સને આપી મોટી સરપ્રાઈઝ
1.27 લાખ રૂપિયામાં ક્રૂઝ કંટ્રોલવાળી બાઈક, Hero એ રાઈડર્સને આપી મોટી સરપ્રાઈઝ
Tesla Roadster: આવી ગઈ હવામાં ઉડતી કાર,1 સેકન્ડમાં પકડશે 100 કિમીની સ્પીડ, જુઓ Video
Tesla Roadster: આવી ગઈ હવામાં ઉડતી કાર,1 સેકન્ડમાં પકડશે 100 કિમીની સ્પીડ, જુઓ Video
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ

વિડિઓઝ

સફેદ પરિંદે કે બિગડે પરિંદે?: ગરબા આયોજકો વિરુદ્ધ સોશિયલ મીડિયામાં લોકોમાં આક્રોશ, 15 હજારનો પાસ વહેંચી લૂંટ ચલાવ્યાનો આરોપ
ટ્રમ્પનો મોટો નિર્ણય! ભારત સહિત 5 દેશોને રશિયન તેલની ખરીદી પર ટેરિફમાંથી મુક્તિ
Bharuch | ભરુચના વાગરાની સાયખા GIDCમાં કંપનીમાં બ્લાસ્ટ, 5 કામદારના મોત
Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
મહેલા જયવર્ધનેએ છોડ્યો MI નો સાથ, હેડ કોચ પદેથી આપ્યું રાજીનામું; અચાનક નિર્ણયથી દુનિયા હેરાન
મહેલા જયવર્ધનેએ છોડ્યો MI નો સાથ, હેડ કોચ પદેથી આપ્યું રાજીનામું; અચાનક નિર્ણયથી દુનિયા હેરાન
લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
ગુજરાતમાં સરકારી ભરતીના નિયમોમાં સુધારો, જાણો ઉમેદવારો માટે શું બદલાયું
ગુજરાતમાં સરકારી ભરતીના નિયમોમાં સુધારો, જાણો ઉમેદવારો માટે શું બદલાયું
Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત
Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત
Embed widget