શોધખોળ કરો

એથરનું નવું ઈ-સ્કૂટર 'કોનાર્ક' લોન્ચ: 10 વર્ષની વોરંટી સાથે બેટરીની ચિંતાનો કાયમી અંત

નવા EL પ્લેટફોર્મ પર બનેલા આ શાનદાર ઈ-સ્કૂટરમાં 100,000 કિમીની બેટરી વોરંટી અને બ્રીચસેન્સ ટેકનોલોજીનો અનોખો સમન્વય.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • એથર કોનાર્ક સ્કૂટર પર 10 વર્ષની બેટરી વોરંટી.
  • નવું EL પ્લેટફોર્મ, બેડરોક બેટરી, બ્રીચસેન્સ ટેકનોલોજીથી સજ્જ.
  • 10 વર્ષે બેટરી 70% કાર્યક્ષમતા જાળવી રાખશે.
  • ત્રણ વેરિઅન્ટમાં ઉપલબ્ધ; સપ્ટેમ્બરથી બુકિંગ, ડિલિવરી શરૂ થશે.

Ather Konark electric scooter: ઈલેક્ટ્રિક સ્કૂટર ખરીદનારા ગ્રાહકોના મનમાં હંમેશા એક મોટી ચિંતા બેટરીના આયુષ્ય અને રિપ્લેસમેન્ટના મોંઘા ખર્ચને લઈને હોય છે. ગ્રાહકોની આ સૌથી મોટી મૂંઝવણનો કાયમી ઉકેલ લાવવા માટે જાણીતી ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર નિર્માતા કંપની એથર એનર્જીએ પોતાનું અત્યાધુનિક ઈલેક્ટ્રિક સ્કૂટર 'કોનાર્ક' (Konark) લોન્ચ કર્યું છે. એથર આ સ્કૂટરની બેટરી પર પૂરા 10 વર્ષ અથવા તો 100,000 કિલોમીટર (જે વહેલું પૂરું થાય તે) ની શાનદાર વોરંટી આપી રહી છે. આટલા લાંબા સમયગાળાની બેટરી વોરંટી આપનારી એથર દેશની સૌપ્રથમ ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર કંપની બની છે. જોકે, ગ્રાહકોએ આ 10 વર્ષની વોરંટીનો લાભ લેવા માટે તેને એક્સટેન્ડેડ વોરંટી તરીકે અલગથી ખરીદવી પડશે.

નવું EL પ્લેટફોર્મ અને અત્યાધુનિક બેડરોક બેટરી

એથરે આ નવું સ્કૂટર તેના લેટેસ્ટ 'EL પ્લેટફોર્મ' પર તૈયાર કર્યું છે. ભવિષ્યમાં આ જ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને અન્ય ઘણા ઈલેક્ટ્રિક મોડલ્સ બજારમાં ઉતારવામાં આવશે. આ નવા પ્લેટફોર્મ સાથે બેટરી પેકને પણ સંપૂર્ણપણે અપગ્રેડ કરાયું છે. કોનાર્કના તમામ વેરિઅન્ટ્સમાં એથરની પાંચમી પેઢીની 'બેડરોક' બેટરી લગાવવામાં આવી છે. અગાઉ કંપની 8 વર્ષની વોરંટી આપતી હતી, જેને વધારીને હવે 10 વર્ષ કરવામાં આવી છે. આ નવી બેટરીની ડિઝાઈન એવી છે કે ચાર્જિંગ દરમિયાન તમામ સેલ એકસમાન રીતે કામ કરે છે. કંપનીની ગણતરી મુજબ, 10 વર્ષના સતત વપરાશ પછી પણ બેટરીની ક્ષમતામાં માત્ર 20 થી 30 ટકાનો જ ઘટાડો થશે, એટલે કે 10 વર્ષ પછી પણ ગ્રાહકોને ઓછામાં ઓછી 70 ટકા બેટરી હેલ્થની ગેરંટી મળે છે.

બ્રીચસેન્સ ટેકનોલોજીની વિશેષ સુરક્ષા

આ નવી બેટરીમાં 'બ્રીચસેન્સ' નામની અત્યાધુનિક ટેકનોલોજી આપવામાં આવી છે. મોટા અકસ્માત બાદ જો બેટરીમાં નાનું સરખું પણ નુકસાન થયું હોય કે તેમાં ભેજ પ્રવેશી ગયો હોય, તો આ ટેકનોલોજી તેને તરત શોધી કાઢે છે. નુકસાન ગંભીર સ્વરૂપ ધારણ કરે તે પહેલાં જ તે ચાલકને ચેતવણી આપે છે.

આ પણ વાંચોઃ ₹2,00,000 ડાઉન પેમેન્ટ કરી ઘરે લાવો Maruti Brezza! જાણો કેટલો આવશે માસિક હપ્તો

વેરિઅન્ટ્સ, રેન્જ અને કિંમત

એથર કોનાર્ક અલગ-અલગ રેન્જ ધરાવતા 3 વેરિઅન્ટમાં બજારમાં મુકવામાં આવ્યું છે:

કોનાર્ક S (100 કિમી રેન્જ): કિંમત ₹99,999

કોનાર્ક S (125 કિમી રેન્જ): કિંમત ₹1,21,999

કોનાર્ક S (161 કિમી રેન્જ): કિંમત ₹1,44,999 (તમામ કિંમતો એક્સ-શોરૂમ છે)

સપ્ટેમ્બર મહિનાથી આ સ્કૂટરનું બુકિંગ અને ડિલિવરી તબક્કાવાર શરૂ થશે. શરૂઆતમાં સ્કૂટર અમુક પસંદગીના રાજ્યો અને વેરિઅન્ટમાં જ ઉપલબ્ધ થશે અને ત્યારબાદ ધીમે ધીમે સમગ્ર દેશમાં તેનું વેચાણ શરૂ કરાશે. ઈલેક્ટ્રિક સ્કૂટરની કુલ કિંમતમાં સૌથી મોટો હિસ્સો તેની બેટરીનો હોય છે, ત્યારે એથરની આ 10 વર્ષની વોરંટી લાંબા ગાળાના વપરાશકારો માટે એક અત્યંત વિશ્વસનીય અને આકર્ષક વિકલ્પ બની રહેશે.

આ પણ વાંચોઃ માત્ર 50,000 રૂપિયાના ડાઉન પેમેન્ટમાં ખરીદો ટાટા ટિયાગો કાર: જાણો EMI ની સંપૂર્ણ ગણતરી

Frequently Asked Questions

એથર કોનાર્ક સ્કૂટરની બેટરી પર કેટલી વોરંટી મળે છે?

એથર કોનાર્ક સ્કૂટરની બેટરી પર 10 વર્ષ અથવા 100,000 કિલોમીટર (જે વહેલું આવે તે) ની વોરંટી મળે છે. આ વોરંટીને એક્સટેન્ડેડ વોરંટી તરીકે અલગથી ખરીદવી પડશે.

એથર કોનાર્ક કયા નવા પ્લેટફોર્મ અને બેટરી ટેકનોલોજીનો ઉપયોગ કરે છે?

એથર કોનાર્ક લેટેસ્ટ 'EL પ્લેટફોર્મ' પર તૈયાર કરાયું છે અને તેમાં કંપનીની પાંચમી પેઢીની 'બેડરોક' બેટરી લગાવવામાં આવી છે. આ બેટરીમાં 'બ્રીચસેન્સ' ટેકનોલોજી પણ છે.

એથર કોનાર્ક કયા વેરિઅન્ટ્સમાં ઉપલબ્ધ છે અને તેની કિંમત શું છે?

એથર કોનાર્ક 100 કિમી, 125 કિમી અને 161 કિમી રેન્જ ધરાવતા ત્રણ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. તેમની કિંમત ₹99,999 થી શરૂ થઈને ₹1,44,999 (એક્સ-શોરૂમ) સુધી છે.

Advertisement

ટોપ સ્ટોરી

Tata Motors ની ધમાકા ઓફર,  અનેક કાર પર મળી રહ્યું છે લાખોનું ડિસ્કાઉન્ટ!
Tata Motors ની ધમાકા ઓફર,  અનેક કાર પર મળી રહ્યું છે લાખોનું ડિસ્કાઉન્ટ!
Duster હાઈબ્રિડ ભારતમાં લોન્ચ, 16.9 લાખ કિંમત અને 29kmpl ની શાનદાર માઈલેજ
Duster હાઈબ્રિડ ભારતમાં લોન્ચ, 16.9 લાખ કિંમત અને 29kmpl ની શાનદાર માઈલેજ
₹10 લાખના બજેટમાં ખરીદો આ 4 શાનદાર ફેમિલી સેડાન કાર, જેમાં મળશે જબરદસ્ત બૂટ સ્પેસ
₹10 લાખના બજેટમાં ખરીદો આ 4 શાનદાર ફેમિલી સેડાન કાર, જેમાં મળશે જબરદસ્ત બૂટ સ્પેસ
માઇલેજમાં કોણ છે નંબર-1? Sierra, Creta કે નવી Duster
માઇલેજમાં કોણ છે નંબર-1? Sierra, Creta કે નવી Duster
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પલ્લી પર ઘીનો અભિષેક
Hun To Bolish : હું તો બોલીશ : સરકારે જ ખોલી પુલની પોલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણે કરી પોલીસની પિટાઈ ?
Ahmedabad news: દશેરા પહેલાં અમદાવાદમાં ફૂડ વિભાગનું ચેકિંગ, ફાફડા-જલેબીના સેમ્પલ લેવાયા
Tiger Shroff Firing Case: ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં મોટા સમાચાર! કોટામાંથી 3 હુમલાખોરોની ધરપકડ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rupal Palli Photos: રૂપાલની પલ્લીમાં લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક, મધરાત્રે ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર
Rupal Palli Photos: રૂપાલની પલ્લીમાં લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક, મધરાત્રે ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર
Dussehra 2026 Puja Muhurat: 20 ઓક્ટોબરે દશેરાની પૂજા ક્યારે કરવી ?
Dussehra 2026 Puja Muhurat: 20 ઓક્ટોબરે દશેરાની પૂજા ક્યારે કરવી ?
Asian Para Games: દીપ્તિએ 400 મીટર રેસમાં જીત્યો ગોલ્ડ મેડલ, જેવલિનમાં પણ ભારતે જીત્યો સિલ્વર અને બ્રોન્ઝ મેડલ
Asian Para Games: દીપ્તિએ 400 મીટર રેસમાં જીત્યો ગોલ્ડ મેડલ, જેવલિનમાં પણ ભારતે જીત્યો સિલ્વર અને બ્રોન્ઝ મેડલ
Aaj Nu Rashifal: કન્યા માટે નવો વિચાર, તુલા માટે ઘર-સંપતિ અને સિંહ માટે પડકારનો દિવસ, વાંચો આજે દશેરાના રાશિફળ
Aaj Nu Rashifal: કન્યા માટે નવો વિચાર, તુલા માટે ઘર-સંપતિ અને સિંહ માટે પડકારનો દિવસ, વાંચો આજે દશેરાના રાશિફળ
Tiger Shroff Firing: ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસ, આરોપીઓને લઈને આજે મુંબઈ પહોંચશે પોલીસ
Tiger Shroff Firing: ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસ, આરોપીઓને લઈને આજે મુંબઈ પહોંચશે પોલીસ
'પેરિસ જલદી મુસ્લિમ શહેર બની જશે', ટ્રમ્પે ફ્રાન્સમાં હિંસા પાછળ ઈમિગ્રેશનને જવાબદાર ગણાવ્યું
'પેરિસ જલદી મુસ્લિમ શહેર બની જશે', ટ્રમ્પે ફ્રાન્સમાં હિંસા પાછળ ઈમિગ્રેશનને જવાબદાર ગણાવ્યું
ઈટાલીમાં રમખાણો વચ્ચે ભારતે પોતાના નાગરિકોને આપી સલાહ, 'ભીડભાડવાળા વિસ્તારોથી દૂર રહો'
ઈટાલીમાં રમખાણો વચ્ચે ભારતે પોતાના નાગરિકોને આપી સલાહ, 'ભીડભાડવાળા વિસ્તારોથી દૂર રહો'
Rupal Palli Mahotsav: રૂપાલની પલ્લીમાં 10 લાખથી વધુ ભક્તો ઉમટ્યા, લાખો લીટર શુદ્ધ ઘીનો અભિષેક કરાયો
Rupal Palli Mahotsav: રૂપાલની પલ્લીમાં 10 લાખથી વધુ ભક્તો ઉમટ્યા, લાખો લીટર શુદ્ધ ઘીનો અભિષેક કરાયો
Embed widget