Bajaj pulsar N250SS ભારતમાં લોન્ચ, જાણો ફીચર્સ અને કિંમત
ભારતમાં બજાજ કંપનીનાં ટૂ-વ્હીલર્સ યુવાનોના દિલ પર રાજ કરે છે. તેમાં પણ પલ્સર બાઇકની અલગ જ લોકપ્રિયતા જોવા મળે છે.

- બજાજે નવી Pulsar N250SS બાઇક ₹1.59 લાખમાં લોન્ચ કરી છે.
- નવા 4-વાલ્વ એન્જિન સાથે 6-સ્પીડ ગિયરબોક્સ અપગ્રેડ કરાયું છે.
- 5-ઇંચ TFT, Google Maps, ક્વિકશિફ્ટર, ABS મુખ્ય ફીચર્સ છે.
ભારતમાં બજાજ કંપનીનાં ટૂ-વ્હીલર્સ યુવાનોના દિલ પર રાજ કરે છે. તેમાં પણ પલ્સર બાઇકની અલગ જ લોકપ્રિયતા જોવા મળે છે. હવે બજાજે પોતાની લોકપ્રિય પલ્સર સિરીઝનું નવું ફ્લેગશિપ વેરિઅન્ટ Bajaj Pulsar N250SS સત્તાવાર રીતે ભારતમાં લોન્ચ કર્યું છે. કંપનીએ આ નવી 250cc બાઇકમાં માત્ર દેખાવમાં જ ફેરફાર કર્યા નથી, પરંતુ તેમાં પાવરફુલ એન્જિન, નવું ગિયરબોક્સ અને સેગમેન્ટમાં પ્રથમ વખત મળતાં અદ્યતન ઇલેક્ટ્રોનિક ફીચર્સ પણ આપ્યાં છે.
જણાવી દઈએ કે પલ્સરના આ નવા મોડેલમાં અનેક હાઈટેક ફીચર્સ સામેલ કરવામાં આવ્યાં છે, જે સામાન્ય રીતે મોટી અને મોંઘી પ્રીમિયમ બાઇક્સમાં જોવા મળે છે. તેની પ્રારંભિક એક્સ-શોરૂમ કિંમત ₹1.59 લાખ રાખવામાં આવી છે, જે આ સેગમેન્ટની અન્ય બાઇક્સની સરખામણીમાં યોગ્ય છે. ચાલો, સરળ ભાષામાં સમજીએ કે નવી Pulsar N250SSમાં કઈ ખાસ સુવિધાઓ આપવામાં આવી છે.
હવે મળશે 6-સ્પીડ ગિયરબોક્સ
નવી Pulsar N250SSમાં સૌથી મોટો મિકેનિકલ ફેરફાર તેનું નવું 4-વાલ્વ એન્જિન છે. આ એન્જિન 25 PSની મહત્તમ પાવર અને 22 Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે.જૂના 2-વાલ્વ એન્જિનની સરખામણીમાં આ એન્જિન વધુ પાવરફુલ અને રિફાઇન્ડ છે. આ ઉપરાંત, કંપનીએ જૂનું 5-સ્પીડ ગિયરબોક્સ હટાવીને તેમાં નવું 6-સ્પીડ ગિયરબોક્સ આપ્યું છે. છઠ્ઠો ગિયર ઉમેરવાથી હાઈ-સ્પીડ ક્રૂઝિંગ દરમિયાન એન્જિન પર દબાણ ઓછું રહેશે. પરિણામે, હાઇવે પર બાઇક ચલાવવાનો અનુભવ પહેલાં કરતાં વધુ સ્મૂધ અને આરામદાયક બનશે.
Google Maps સાથે 5-ઇંચનું TFT કન્સોલ
ટેક્નોલોજીના શોખીનો માટે આ બાઇકનું નવું ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર સૌથી મોટું આકર્ષણ છે. તેમાં 5-ઇંચની ફુલ-કલર TFT ડિસ્પ્લે આપવામાં આવી છે, જે બ્લૂટૂથ કનેક્ટિવિટીને સપોર્ટ કરે છે.
આ ડિસ્પ્લેમાં ટર્ન-બાય-ટર્ન નેવિગેશનની સાથે Google Maps મિરરિંગની સુવિધા પણ મળે છે. તેના કારણે રાઇડરની સ્ક્રીન પર સીધો નકશો જોઈ શકાશે. આ ઉપરાંત, કૉલ અને SMS અલર્ટ, મ્યુઝિક કંટ્રોલ, ડૉક્યુમેન્ટ સ્ટોરેજ અને USB Type-C ચાર્જિંગ પોર્ટ જેવી સુવિધાઓ પણ આપવામાં આવી છે.
અનેક રાઇડિંગ મોડ્સથી સજ્જ છે બાઇક
બજાજે Pulsar N250SSમાં રાઇડિંગને વધુ રોમાંચક બનાવવા માટે બાયડાયરેક્શનલ ક્વિકશિફ્ટર ફીચર ઉમેર્યું છે. તેની મદદથી રાઇડર ક્લચ દબાવ્યા વગર ઝડપથી ગિયર અપશિફ્ટ અને ડાઉનશિફ્ટ કરી શકે છે. આ ઉપરાંત, તેમાં ઇલેક્ટ્રોનિક થ્રોટલ બોડી સાથે અનેક રાઇડિંગ મોડ્સ અને ડ્યુઅલ-ચેનલ ABSની સુવિધા મળે છે. આ ફીચર્સ વિવિધ હવામાન અને રસ્તાની પરિસ્થિતિઓમાં બાઇક પર વધુ સારું નિયંત્રણ જાળવવામાં મદદ કરે છે.
બાઇકના લુકમાં શું છે ખાસ?
બાઇકના લૂકની વાત કરીએ તો તેને ચાર નવા પ્રીમિયમ કલર વિકલ્પો અને આકર્ષક સ્પોર્ટી ગ્રાફિક્સ સાથે રજૂ કરવામાં આવી છે. આગળના ભાગમાં મજબૂત ગોલ્ડન USD ફોર્ક્સ સસ્પેન્શન અને રિયરમાં મોનોશોક આપવામાં આવ્યું છે.સલામતી માટે તેમાં 300mmની ફ્રન્ટ ડિસ્ક અને 240mmની રિયર ડિસ્ક બ્રેક આપવામાં આવી છે. આ ઉપરાંત, પેનિક બ્રેક અલર્ટ અને હેઝાર્ડ સ્વિચ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. એકંદરે, ₹1.60 લાખથી ઓછી કિંમતના બજેટમાં નવી Pulsar N250SS ફીચર્સ, પર્ફોર્મન્સ અને ટેક્નોલોજીનું શાનદાર પેકેજ સાબિત થઈ શકે છે.






















