શોધખોળ કરો

₹50,000 થી ઓછી કિંમતના બેસ્ટ ઈલેક્ટ્રિક સ્કૂટર: એક વાર ચાર્જ કરો ને આખો દિવસ ફરો

electric scooters under 50000: પેટ્રોલના વધતા ભાવ અને રોજિંદા ખર્ચને ઘટાડવા માટે લોકો હવે સસ્તા ઈલેક્ટ્રિક સ્કૂટર તરફ વળ્યા છે, જાણો માર્કેટમાં 50 હજારથી સસ્તા કયા સ્કૂટર ઉપલબ્ધ છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • પેટ્રોલ મોંઘુ થતા, લોકો 50,000 નીચે EV ખરીદે છે.
  • એવોન, વીડા, ટીવીએસ બ્રાન્ડના સ્કૂટર્સ સારી રેન્જ પૂરી પાડે છે.
  • ઉજાસ eGo LA ₹34,800 માં 75 કિમી રેન્જ આપે છે.
  • ઓલા S1X, એથર બેટરી સબ્સ્ક્રિપ્શનથી સસ્તા મળે છે.

electric scooters under 50000: આજે સતત વધતા પેટ્રોલના ભાવ અને મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા તણાવના કારણે પેટ્રોલ-ડીઝલના ભાવમાં અવારનવાર વધઘટ જોવા મળી રહી છે. જે લોકો રોજિંદા કામકાજ, નોકરી-ધંધા કે કોલેજ જવા માટે ટુ-વ્હીલરનો ઉપયોગ કરે છે, તેમના માટે મહિનાનો પેટ્રોલનો ખર્ચ એક મોટો બોજો બની ગયો છે. આ વધતા ખર્ચમાંથી બચવા અને બચત કરવા માટે લોકો હવે ઈલેક્ટ્રિક સ્કૂટર (EV) તરફ મોટા પાયે વળી રહ્યા છે. તેમાં પણ 50,000 રૂપિયાથી ઓછી કિંમતના બજેટ સ્કૂટર્સની માંગ સૌથી વધુ છે. જો તમે પણ આવું જ કોઈ સસ્તું ઈલેક્ટ્રિક સ્કૂટર શોધી રહ્યા છો, જે સિંગલ ચાર્જમાં તમને આખો દિવસ ચાલી શકે, તો ચાલો જાણીએ માર્કેટમાં 50 હજારથી નીચે કયા સારા ઓપ્શન ઉપલબ્ધ છે.

1. Avon e-Scooter (એવોન ઈ-સ્કૂટર)

કિંમત: આશરે ₹45,000

ખાસિયત: આ સ્કૂટર 215 વોટની મોટર સાથે આવે છે અને તેને એક વાર ફુલ ચાર્જ કરવાથી તે 67 કિલોમીટર સુધી ચાલી શકે છે.

સ્પીડ અને ચાર્જિંગ: તેની ટોપ સ્પીડ 24 કિમી/કલાક છે. કંપનીના જણાવ્યા મુજબ, જો તમે લિથિયમ બેટરીવાળું મોડલ લો છો, તો તે 4 થી 5 કલાકમાં ચાર્જ થઈ જાય છે. જ્યારે લીડ-એસિડ બેટરીવાળા મોડલને ચાર્જ થતા 7 થી 8 કલાકનો સમય લાગે છે.

2. Vida VX2 Go

કિંમત: આશરે ₹45,000 (બેઝ મોડલ)

ખાસિયત: હાલમાં ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર માર્કેટમાં આ સ્કૂટર ધૂમ મચાવી રહ્યું છે. તેના બેઝ મોડલમાં 2.2 kWh નું બેટરી પેક આપવામાં આવ્યું છે, જે 1 ચાર્જ પર 92 કિલોમીટરની રેન્જ આપે છે.

બીજો વિકલ્પ: જો તમારે વધુ રેન્જ જોઈતી હોય, તો તમે 3.4 kWh બેટરીવાળું વેરિયન્ટ પણ લઈ શકો છો, જેની રેન્જ 142 કિલોમીટર સુધીની છે. રોજિંદા વપરાશ માટે આ એક સારો વિકલ્પ છે.

આ પણ વાંચોઃ 100% ઇથેનોલ ઇંધણથી ગાડીમાં કેટલી માઇલેજ મળશે? પેટ્રોલ અને ડીઝલ કરતાં વધુ કે ઓછી?

3. TVS Orbiter V1

કિંમત: આશરે ₹49,999 થી શરૂ

ખાસિયત: બજેટ સેગમેન્ટમાં TVS નું આ સ્કૂટર બહુ ફેમસ છે. તેનું V1 મોડલ તમને આશરે 86 કિલોમીટરની રેન્જ આપે છે.

બીજો વિકલ્પ: આમાં V2 મોડલ પણ આવે છે, જે સિંગલ ચાર્જમાં 158 કિલોમીટર સુધી ચાલી શકે છે. TVS જેવી ભરોસાપાત્ર બ્રાન્ડ અને તેમની સર્વિસના કારણે લોકો આ સ્કૂટર પસંદ કરી રહ્યા છે.

4. Ujaas eGo LA (ઉજાસ ઈગો એલએ)

કિંમત: માત્ર ₹34,800

ખાસિયત: 250 વોટની મોટરથી સજ્જ આ સ્કૂટર સિંગલ ચાર્જમાં 75 કિલોમીટરની રેન્જ આપે છે.

સ્પીડ અને ફીચર્સ: તેની ટોપ સ્પીડ 25 કિમી/કલાકની છે. આટલી ઓછી કિંમતમાં પણ તમને ડિજિટલ સ્પીડોમીટર, USB ચાર્જિંગ પોર્ટ અને રિવર્સ ડ્રાઇવ (પાછળ ચલાવવા) જેવા શાનદાર ફીચર્સ મળે છે.

આ પણ વાંચોઃ પેટ્રોલ અને ઇથેનોલ બંનેથી ચાલશે દેશની પહેલી ફ્લેક્સ ફ્યુઅલ વેગનઆર, જાણો કિંમત અને ફીચર્સ

5. Ola અને Ather ના સસ્તા ઓપ્શન

Ola S1X: ભારતમાં સૌથી વધુ વેચાતા Ola ના સ્કૂટરમાં હવે S1X મોડલ પણ ઉપલબ્ધ છે, જેની શરૂઆતી કિંમત માત્ર ₹49,000 છે.

Ather Energy: એથર કંપની તેના Rizta અને 450 સિરીઝના મોડલ્સ હવે 'બેટરી સબસ્ક્રિપ્શન' સાથે ઓફર કરી રહી છે. આનો ફાયદો એ છે કે તમારે સ્કૂટર ખરીદતી વખતે બેટરીના પૂરેપૂરા પૈસા એકસાથે ચૂકવવાની જરૂર પડતી નથી, જેનાથી સ્કૂટર ખરીદવું એકદમ સસ્તું પડે છે.

Frequently Asked Questions

લોકો શા માટે ઇલેક્ટ્રિક સ્કૂટર તરફ વળી રહ્યા છે?

પેટ્રોલના સતત વધતા ભાવ અને રોજિંદા પ્રવાસના માસિક ખર્ચમાંથી બચવા માટે લોકો ઇલેક્ટ્રિક સ્કૂટર અપનાવી રહ્યા છે. તેનાથી ખર્ચમાં નોંધપાત્ર બચત થાય છે.

₹50,000 થી ઓછી કિંમતમાં કયા સારા ઇલેક્ટ્રિક સ્કૂટર ઉપલબ્ધ છે?

₹50,000 થી ઓછી કિંમતમાં Avon e-Scooter, Vida VX2 Go, TVS Orbiter V1, Ujaas eGo LA અને Ola S1X જેવા વિકલ્પો ઉપલબ્ધ છે. આ સ્કૂટર્સ રોજિંદા ઉપયોગ માટે ઉત્તમ છે.

Ujaas eGo LA સ્કૂટરમાં કયા ખાસ ફીચર્સ મળે છે?

Ujaas eGo LA સ્કૂટર માત્ર ₹34,800 માં 75 કિમીની રેન્જ આપે છે. તેમાં ડિજિટલ સ્પીડોમીટર, USB ચાર્જિંગ પોર્ટ અને રિવર્સ ડ્રાઇવ જેવા ફીચર્સ પણ છે.

એથર કંપની તેના સ્કૂટર્સને સસ્તું કેવી રીતે બનાવે છે?

એથર કંપની 'બેટરી સબસ્ક્રિપ્શન' મોડેલ ઓફર કરે છે. આનાથી ગ્રાહકોએ સ્કૂટર ખરીદતી વખતે બેટરીના પૂરેપૂરા પૈસા એકસાથે ચૂકવવા પડતા નથી, જેથી સ્કૂટર સસ્તું પડે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Toyota લાવી રહી છે 3 નવી કાર, આપશે 35 KM થી પણ વધુની માઈલેજ
Toyota લાવી રહી છે 3 નવી કાર, આપશે 35 KM થી પણ વધુની માઈલેજ
ફક્ત ₹1,00,000 આપી ઘરે લાવો Maruti Dzire! જાણો 5 અને 7 વર્ષ માટે કેટલો થશે માસિક EMI
ફક્ત ₹1,00,000 આપી ઘરે લાવો Maruti Dzire! જાણો 5 અને 7 વર્ષ માટે કેટલો થશે માસિક EMI
Auto News: ફૂલ ચાર્જ પર 163 KM ની રેન્જ, હવે 264 ટકા વધ્યું આ ઈલેક્ટ્રિક સ્કૂટરનું વેચાણ
Auto News: ફૂલ ચાર્જ પર 163 KM ની રેન્જ, હવે 264 ટકા વધ્યું આ ઈલેક્ટ્રિક સ્કૂટરનું વેચાણ
કારોમાં CNG હિટ, તો બાઈક્સમાં કેમ ફ્લોપ? જાણો તેની પાછળના મુખ્ય કારણો
કારોમાં CNG હિટ, તો બાઈક્સમાં કેમ ફ્લોપ? જાણો તેની પાછળના મુખ્ય કારણો
Advertisement

વિડિઓઝ

Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી
Ahmedabad Mayor: અમદાવાદના મેયર બન્યા લોકોના રોષનો ભોગ
Valsad Rescue : વલસાડમાં બાળકીનું દિલધડક રેસ્ક્યૂ , આબાદ બચાવ
Ahmedabad Water Logging : ઘરોમાં ઘૂસ્યા, પાણી વાત કરતાં કરતાં મહિલા રડી પડી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી
Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ
T20I માં આવું કરનાર પ્રથમ ભારતીય ઓપનર બન્યો અભિષેક શર્મા, શાસ્ત્રી-માંકડની ક્લબમાં એન્ટ્રી!
T20I માં આવું કરનાર પ્રથમ ભારતીય ઓપનર બન્યો અભિષેક શર્મા, શાસ્ત્રી-માંકડની ક્લબમાં એન્ટ્રી!
શ્રીલંકા પ્રવાસ પહેલા 5 ભારતીય ખેલાડીઓ ઈજાગ્રસ્ત: કેપ્ટન ગિલ અને કોચ ગંભીરનું ટેન્શન વધ્યું
શ્રીલંકા પ્રવાસ પહેલા 5 ભારતીય ખેલાડીઓ ઈજાગ્રસ્ત: કેપ્ટન ગિલ અને કોચ ગંભીરનું ટેન્શન વધ્યું
IND vs ZIM 3rd T20: ત્રીજી T20 માં ભારતે ટોસ જીતીને બેટિંગ લીધી, પ્લેઈંગ ઈલેવનમાં થયા મોટા ફેરફાર
IND vs ZIM 3rd T20: ત્રીજી T20 માં ભારતે ટોસ જીતીને બેટિંગ લીધી, પ્લેઈંગ ઈલેવનમાં થયા મોટા ફેરફાર
રાજયમાં વરસાદે વેર્યો વિનાશ: અનાજ સહિત બધુ જ પાણીમાં, કંઇ જ નથી બચ્યું, આફત બાદનો સંઘર્ષ
રાજયમાં વરસાદે વેર્યો વિનાશ: અનાજ સહિત બધુ જ પાણીમાં, કંઇ જ નથી બચ્યું, આફત બાદનો સંઘર્ષ
ગુજરાતમાં ભારે વરસાદનું તાંડવ: 21 ડેમ 'હાઈએલર્ટ' પર,14 ડેમ 100 ટકા ભરાયા, ST બસની 1309 ટ્રીપ કેન્સલ
ગુજરાતમાં ભારે વરસાદનું તાંડવ: 21 ડેમ 'હાઈએલર્ટ' પર,14 ડેમ 100 ટકા ભરાયા, ST બસની 1309 ટ્રીપ કેન્સલ
Embed widget